________________
જૈન કોસ્મોલોજી
H
આકાશાસ્તિકાય...
rs આકાશાસ્તિકાય દ્રવ્ય લોક અને અલોકના ભેદથી બે પ્રકારે છે. જો કે આકાશ દ્રવ્ય લોકાલોકમાં સર્વત્ર હોવાથી એક અખંડ દ્રવ્ય જ છે, પરંતુ લોકમાં રહેલા ધર્માસ્તિકાયાદિક દ્રવ્યોની સાથે રહેતા આકાશાસ્તિકાયને “લોકાકાશ” અને તે સિવાયના આકાશાસ્તિકાયને “અલોકાકાશ” કહેવાય છે. તેમાં પ્રથમ લોકાકાશનું સ્વરૂપ કહેવાય છે.
(લોકાકાશ)
લોક વર્ણન
9
૪ લોકમાં રહેલ આકાશદ્રવ્ય અસંખ્ય પ્રદેશ પ્રમાણ છે અને તે સ્વપ્રમાણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો વડે સદાકાલ યુક્ત છે એટલે જેમ રાજા બે પ્રધાનને ધારણ કરીને જગત્નું રક્ષણ કરે તેમ આ બંને દ્રવ્યો સાથે રહી જગતને ઉપકારક બને છે કારણ કે આકાશ (અવકાશ) વિના એટલે ખાલી જગ્યા વિના જીવ પુદ્ગલો રહી જ ન શકે એટલે તે જરૂરી દ્રવ્ય છે. આ લોકાકાશના સ્કંધ-દેશ-પ્રદેશોનું સ્વરૂપ પણ ધર્માસ્તિકાયની જેમ જ સમજવું...
આ આકાશાસ્તિકાય દ્રવ્ય ‘‘દ્રવ્ય’થી એક જ અને સર્વ વ્યાપ્ત છે, પણ ધર્માસ્તિકાયાદિની અપેક્ષાએ તે બે વિભાગમાં વહેંચાયેલું છે. લોકમાં રહેલા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની સાથે રહેવાવાળું “ોજાહાશ'' કહેવાય છે અને તે સિવાયનું ‘“અોજાòાશ'' કહેવાય છે'. એ પ્રમાણે તે “ક્ષેત્ર”થી લોકાલોક પ્રમાણ હોવાથી અનંત છે, પરંતુ લોકાકાશની અપેક્ષાએ આકાશદ્રવ્ય અસંખ્યપ્રદેશાત્મક છે. ‘“જાન’’થી તે અનાદિ અનંત અર્થાત્ શાશ્વત છે. ‘ભાવ’’થી વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી રહિત છે અને ‘“મુળ’’થી અવગાહ-અવકાશ આપવાના સ્વભાવવાળું છે. જેથી ત્યાં જીવ અને પુદ્ગલોને સ્થાન મળ્યું છે.
* સાકરને અવકાશ આપનારુ જેમ દૂધ છે અને અગ્નિને અવકાશ આપનારો જેમ તપાવેલ લોખંડનો ગોળો છે તે જ રીતે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચારેય દ્રવ્યોને જગ્યા આપવામાં કારણભૂત જો કોઈ પણ દ્રવ્ય હોય તો તે આકાશાસ્તિકાય છે. એક આકાશપ્રદેશ જેટલા સ્થાનમાં પરમાણુઆદિ એક દ્રવ્ય રહે છે. તેટલા જ એટલે એક આકાશ પ્રદેશ જેટલા સ્થાનમાં (પુદ્ગલની તથાવિધ વિચિત્રતા હોવાથી) સેંકડો-હજારો-લાખો-સંખ્ય-અસંખ્ય-અનંત પ્રદેશી કંધોનો જથ્થો પણ રહી શકે છે. એથી આકાશમાં અવગાહ આપવાના ગુણની સ્વતઃ સિદ્ધિ થાય છે. અહીં આ પણ એક સમજવા જેવી બાબત છે કે જે આકાશ પ્રદેશમાં સંખ્યપ્રદેશી, અસંખ્યપ્રદેશી કે અનંતપ્રદેશીસ્કંધો રહે છે ત્યાં જ બીજા તેવા સંખ્ય કે અસંખ્ય કે અનંતપ્રદેશી કંધ રુપી પુદ્ગલો પણ તેના તેવા પ્રકારના જાતિ ગુણ સ્વભાવે જ રહી શકે છે અર્થાત્ પુદ્ગલોના તેવા પ્રકારનો વિચિત્ર સ્વભાવ જ છે. જેમ એક ઓરડામાં જેટલા સ્થાનમાં એક જ દીપક પોતાના પ્રકાશને પાથરે છે એ જ ઓરડામાં બીજા પ્રદીપ્ત એવા સેંકડોં હજારો દીપકો કે ઈલેક્ટ્રિક ગોળાઓ મૂકવામાં આવે તો પણ તે સઘળાય દીવાઓનો પ્રકાશ પૂર્વ પ્રકાશમાં અંતર્ગત થઈ જાય છે. અર્થાત્ એ જ જગ્યામાં તે બધાયના પ્રકાશને અવકાશ મળી શકે છે... તેમ.... (ભગવતી સૂત્ર, શતક/૧૪, ઉદ્દેશ/૪) us અથવા બીજું દૃષ્ટાંત વિચારીએ તો... જેમ એક તોલા જેટલા પારામાં પ્રકૃષ્ટ ઔષધિના પ્રબળ પ્રયોગથી ૧૦૦ તોલા જેટલું સુવર્ણ પણ પ્રવેશ કરી (સમાઈ) જાય છે છતાં પણ કોઈ અદ્ભુત અને અગમ્ય પ્રયોગ ક્રિયાની શક્તિના બળે તે પારાને પુનઃ તોળશું તો ૧ તોલો પ્રમાણ જ આવીને ઊભું રહેશે. ૧૦૦ તોલો સુવર્ણ સમાઈ જાય છતાં જરા પણ તે વધે નહિ એટલું જ નહિ પણ એ સમાયેલું ૧૦૦ તોલા સુવર્ણ અને ૧ તોલો પારો બંનેને એકમેક થયેલ સ્થિતિમાંથી તથા પ્રકારની ઔષધિથી અલગ-અલગ પણ કરી શકાય છે તે રીતે ૫૨માણુથી અનંતપ્રદેશી સ્કંધ સુધીના અનેક પુદ્ગલો પણ એકાદિ આકાશપ્રદેશમાં સમાઈ શકે છે. (ભગવતી સૂત્ર, શતક/૧૪, ઉદ્દેશ/૪)
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org