________________
જૈન કોસ્મોલોજી
લોક વર્ણન
-
-
-
-
-
-
-
-
-
-
અધમસ્તિકાય...
( 8.
If “અધર્માસ્તિકાય': અધર્માસ્તિકાય તે ધર્માસ્તિકાયની જેમ ચૌદ રાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત છે એટલે ગુફાઓમાં, સમુદ્રમાં, નદીમાં સર્વત્ર એક ટાંચણીની અણી જેટલો ભાગ પણ એવો નથી કે જ્યાં અધર્માસ્તિકાયનું અસ્તિત્વ ન હોય. ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય બંને દ્રવ્યો અન્યોન્ય સાહચર્ય સ્વભાવવાળા છે, તેથી જાણે જોડીયા ભાઈ ન હોય ! એવી કલ્પનાને જન્માવનારા છે. જ્યાં ધર્માસ્તિકાય છે ત્યાં જ અધર્માસ્તિકાય પણ રહેલું છે. પર આ અધર્માસ્તિકાય પણ પાંચ ભેદ વડે પ્રરૂપિત છે. એમાં “દ્રવ્ય-ક્ષેત્ર-ક્ષત્તિ-ભાવ” રુપ ચારેયની પ્રરુપણા તો ધર્માસ્તિકાય પ્રમાણે જ સમજી લેવી. માત્ર પાંચમો જે પ્રકાર છે તેમાં તફાવત છે. એટલે “"થી તે આ પ્રમાણે છે... જેમ કોઈ વટેમાર્ગુને વિશ્રામ માટે વૃક્ષની છાયા તેમજ ગાડીને ઊભી રહેવામાં રેલ્વે સ્ટેશન સહાયક બને છે, તેમ આ લોકમાં સ્થિર રહેવા ઈચ્છતા જીવ તથા પુલોને સ્થિર રહેવામાં અધર્માસ્તિકાય સહાયક બને છે.૧ ગમન કરતા જીવોને ઉભું રહેવું હોય, સ્થિર થવું હોય, શયન કરવું હોય, ઈત્યાદિક અવલંબનવાળા કાર્યોમાં અને ચિત્તની સ્થિરતા વગેરે સ્થિર પરિણામીક કાર્યોમાં આ અધર્માસ્તિકાય કારણરુપ છે. * ધર્માસ્તિકાયની માફક આ અધર્માસ્તિકાય નામનો પદાર્થ પણ જીવ અને પુદ્ગલોને કોઈ પ્રેરણા કરીને - પકડીને સ્થિર કરતો નથી, પરંતુ સ્વતઃ સ્થિર રહેવાને ઈચ્છતા એવા જીવો તથા પુદ્ગલોને તે સહાયભૂત બને છે. જો તેઓને તે પ્રેરક રુપે થઈ પડે તો જીવો અને પુદ્ગલો હંમેશાં સ્થિર જ રહ્યા કરે. વળી આ પ્રમાણે બંને પ્રકારના દ્રવ્યો (ગતિ કરાવવામાં અને સ્થિરતા કરાવવામાં) પ્રેરક રુપ બને તો ગતિ અને સ્થિતિ બંનેમાં સાંકર્ય-સંઘર્ષભાવ ઉત્પન્ન થઈ જાય અને તેથી દ્રવ્યની સિદ્ધિ-અસિદ્ધ થઈ જાય તો એ ન ચાલે. આથી જ બંને દ્રવ્યો પ્રેરક નહિ પણ સહાયક-ગુણવાળા છે એ સિદ્ધ થાય છે. અલોકમાં અધર્માસ્તિકાય દ્રવ્ય નથી. તેથી ત્યાં જીવ અને પુદ્ગલોની સ્થિતિ પણ નથી. જ્યાં આ દ્રવ્ય છે ત્યાં જ જીવ અને પુગલોનું અસ્તિત્વ હોઈ શકે અને તે અસ્તિત્વ તો આ ચૌદરાજમય લોકમાં જ છે. ધર્માસ્તિકાયની જેમ આ અધર્માસ્તિકાય પણ સ્કંધ દેશપ્રદેશ એમ ત્રણ પ્રકારે છે અને અસંખ્ય પ્રદેશાત્મક છે.
* જો આ “અધમતકાચ” નામનો પદાર્થ જગમાં છા હોય તો જીવ અને પુદ્ગલોહી હરહંમેશ ગત ચાલુ જ રહ્યા કરે. કોઈ પણ ઠેકાણો સ્થિર અવસ્થા પામે જ નહિ. તેવી રીતે જ “ધમતકાય” નામનો પદાર્થપણા જ ન હોત તો તેઓની હંમેશની માટે સ્થિતિસ્થર રહ્યા કરત.
- તત્ત્વજ્ઞાનની ગંભીરતા કે
દરેકદ્રવ્યના મૌલિક સ્વરૂપનું ચિંતન યથાર્થષ્ટિથી કરવામાટે વસ્તુના અનંતધર્માત્મક સ્વરૂપને પ્રમાણવાક્યથી સમજવાની સાથે નયવાક્યથી પ્રત્યેક ધર્મનાં ગૌણ-મુખ્ય ભાવની ભૂમિકા અપનાવવાની ગંભીરતા વિચારોમાં જો વિકસિત ન હોય તો કોઈપણ વસ્તુનું યથાર્થ જ્ઞાન થવું મુશ્કેલ યાવત્ કઠિન છે.
'
''છે
૨૫ www.jainelibrary.org
ne
Jain Education International
For Privalkose,