________________
જૈન કોસ્મોલોજી
ધર્માસ્તિકાય...
rs ‘ધર્માસ્તિકાય’’ : આ ધર્માસ્તિકાય જોઈ શકાતો નથી, પણ ચૌદ રાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત છે. જો કે ગતિ-સ્થિતિનું કારણ જીવ-પુદ્ગલ પોતે જ છે તો પણ નિમિત્ત કારણ અહીં અપેક્ષિત છે. એટલે એમાં ધર્માસ્તિકાય એ ગતિ કરવામાં સહાયક સ્વભાવવાળો હોવાથી ગતિશીલ અને ગતિપૂર્વક સ્થિતિશીલ એવા જ જીવ અને પુદ્ગલ પદાર્થો છે તેમાં નિમિત્ત છે. મત્સ્યાદિકોને ગતિ કરવામાં-તરવામાં જેમ જળ સહાય રુપ બને છે, તેમ આ ચૌદ રાજલોકમાં સ્વભાવે જ ગતિ કરતા જીવો અને પુદ્ગલોને આ ધર્માસ્તિકાય પણ ગતિ સહાયક છે એટલે કે જેમ જળમાં તરવાની શક્તિ મત્સ્યની પોતાની જ હોય છે, પરંતુ તેને તરવાની ક્રિયામાં ઉપકારી કારણ જળ છે અથવા તો જેમ આંખમાં જોવાની શક્તિ તો રહેલી છે પરંતુ પ્રકાશરૂપ સહકારી કારણ વિના જોઈ શકતી નથી. પાંખ દ્વારા સ્વયં ઉડવાની શક્તિ તો પક્ષીઓમાં વિદ્યમાન છે, તો પણ તેને જેમ હવાની અપેક્ષાની જરૂર રહે છે તે જ રીતે જીવ અને પુદ્ગલોમાં ગતિ કરવાનો સ્વયં સ્વભાવ તો છે પરંતુ ધર્માસ્તિકાય દ્રવ્યના સહચાર વિના તેઓ ગતિ કરી શકતા નથી.
લોક વર્ણન
7
જીવોને ગમનાગમનરુપ ગતિ કાર્યમાં સહાયક ધર્મ ધર્માસ્તિકાય છે એવી જ રીતે પુદ્ગલમાં ભાષા-ઉચ્છવાસ મનવચન-કાયયોગાદિક વર્ગણાના પુદ્ગલોની ચલિત ક્રિયાઓમાં તે તે પુદ્ગલોના ગ્રહણ તથા વિસર્જનમાં આ ધર્માસ્તિકાય જ ઉપકારી છે. જો તે સહાયક ન હોય તો ભાષાદિક પુદ્ગલોની ગતિના અભાવે ભાષા-મન વગેરે વર્ગણા યોગ્ય પુદ્ગલોના અવલંબન વિના જીવોનું બોલવું, ચાલવું કે સમજવું ઈત્યાદિ કોઈ પણ કાર્ય થઈ શકે નહિ. તેથી વિશ્વ સ્થગિત અને શૂન્ય બની
જાય.
અહીં એ પણ જરૂર ધ્યાનમાં રાખવું કે આ ધર્માસ્તિકાય દ્રવ્ય કોઈ પ્રેરક નથી એટલે કે સ્થિર રહેલા અગતિમાન જીવો તથા પુદ્ગલોને બળાત્કારે ગતિ કરાવવામાં સહાયક બનતું નથી, પરંતુ જ્યારે જીવ અને પુદ્ગલો સ્વયં ગતિ કરવાના હોય ત્યારે આ દ્રવ્ય માત્ર સહાયક બને છે. જો તે પ્રે૨ક-ધક્કો મારવાવાળું બની જાય તો જીવ અને પુદ્ગલ બંનેની હંમેશાં ગતિ થયા જ કરે પરંતુ વાસ્તવિક રીતે તેમ થતું નથી. આથી જ્યારે જીવ અને પુદ્ગલો ગતિ કરતાં હોય ત્યારે ત્યાં રહેલું ધર્માસ્તિકાય દ્રવ્ય તેઓને ગતિ ઉપકારક એટલે કે સહાયક બને છે.
૪ આ ધર્માસ્તિકાય દ્રવ્યના ત્રણ પ્રકારો પડે છે : (૧) સ્કંધ, (૨) દેશ, (૩) પ્રદેશ.
(૧)
સ્કંધ ઃ એક વસ્તુનો આખો ભાગ ‘સ્કંધ” શબ્દથી
ઓળખાય છે. (દા.ત. બુંદીનો આખો લાડુ.)
(૨) દેશ : સ્કંધના સમગ્ર ભાગમાંથી સહજ ન્યૂનાદિ ભાગ (ટૂકડા)ને “દેશ” કહે છે. (દા. ત. ખંડિત લાડુ.) (૩) પ્રદેશ ઃ સ્કંધ કે દેશનો નિર્વિભાજય વિભાગ કે જે એક ૫૨માણુ જેટલો જ સૂક્ષ્મ હોય છે.* જેના સર્વજ્ઞ પુરુષો પણ બે વિભાગ કલ્પી ન શકે તેવો સૂક્ષ્મ અણુ જેટલો જ ભાગ તે “પ્રદેશ’” કહેવાય એટલે કે સ્કંધ કે દેશમાંનો એક નિર્વિભાજ્ય વિભાગ (પ્રદેશ) જે સ્કંધ કે દેશ સાથે જ લાગેલાં હોય છે તે. (દા. ત. લાડવામાં જ રહેલી એક કણી)
૪ આ ધર્માસ્તિકાય દ્રવ્ય... (૧) “દ્રવ્ય’થી (સંખ્યા વડે) એક છે. (૨) ‘ક્ષેત્ર’થી લોકાકાશ પ્રમાણ હોય છે. (૩) ‘“વાત્ત’’થી ત્રણે કાળમાં રહેવાવાળું શાશ્વત છે જ. (૪) “માવ’'થી વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી રહિત છે અને ‘‘મુળ’’થી જીવપુદ્ગલને ગતિ કરવામાં સહાયક સ્વભાવવાળુ હોવાથી ગતિ સહાયક ગુણવાળું છે એમ આ ધર્માસ્તિકાયની પાંચ પ્રકારે પ્રરુપણા થઈ. આ ધર્માસ્તિકાય અલોકમાં નહિ હોવાથી ત્યાં જીવો અને પુદ્ગલોની ગતિ થઈ શકતી નથી... અર્થાત્ લોકને ઓળંગીને જીવ-પુદ્ગલો આગળ વધી શકતા નથી.
* વિજ્ઞાનના સાધનો કોઈ કાળે પરમાણુને જોઈ શકશે નહીં. પરમાણુ બોમ્બની જે વાત આવે છે તે હકીકતમાં અનેક પરમાણુઓનો બનેલો સ્કંધ કે અણુ છે. કેમકે પરમાણુને તો જ્ઞાનીઓ જ જ્ઞાનષ્ટિથી જોઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
૨૩
www.jainelibrary.org