________________
લોક વર્ણન - - -
-
-
-
-
-
-
જૈન કોસ્મોલોજી---------
૧૪ રાજશ્લોકમાં રહેલ પંચાસ્તિકાચ અને કાળ એટલે ષદ્રવ્ય
જિ અસ્તિ એટલે પ્રદેશ, કાય એટલે સમૂહ. પ્રદેશોના સમૂહવાળા દ્રવ્યને અસ્તિકાય કહેવાય. સમગ્ર વિશ્વમાં આવા પાંચ અસ્તિકાય છે માટે પંચાસ્તિકાયમય જગતુ કહેવાય છે. ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાય અને કાળ મળીને જગત્માં છ દ્રવ્યો છે, માટે ષદ્રવ્યમય જગતું પણ કહેવાય છે. કાળદ્રવ્ય વર્તમાન એક ક્ષણ અને એક પ્રદેશ રુપ છે. ભવિષ્યની વર્તમાનમાં ઉત્પત્તિ થઈ નથી અને ભૂતકાળનો તો વિનાશ થઈ ચૂક્યો છે તે માટે એ માત્ર એક વર્તમાન ક્ષણરુપ એક પ્રદેશી હોવાથી પ્રદેશ સમૂહથી રહિત છે માટે તેને અસ્તિકાય તરીકે ગણ્યો નથી. આ કારણે લોક માટે “ષડસ્તિકાયમય” નહિ પણ “પંચાસ્તિકાયમય લોક” એવા રૂઢ શબ્દનો ઉપયોગ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને કરવામાં આવેલો છે. જ આ ૧૪ રાજલોક ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય-પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ પંચાસ્તિકાયમય (પ્રદેશોનાં સમૂહવાળા) છે. પંચાસ્તિકાયસ્વરૂપ દ્રવ્યલોક તે “દ્રવ્ય થી એક અને વ્યાપક છે. “ક્ષેત્રમાંથી લોકપ્રમાણ સર્વદિશાએ અસંખ્ય યોજનાત્મક છે. “ક્ષત્રિ"થી અનાદિ અનંત અર્થાત્ હતો, હશે અને વર્તમાનમાં તો છે જ. એટલે સદાય શાશ્વતો... અને “મવથી અસ્તિકાયમાં રહેલા ગુણ-પર્યાયો વડે અનંતપર્યાયોથી યુક્ત છે. કારણ કે, પંચાસ્તિકાયના સમુદાયથી જ“નોવા” શબ્દનું પ્રરુપણ કરેલું છે. એથી અસ્તિકાયના જે ગુણો-પર્યાયો તે લોકના જ કહેવાય. જ આ પાંચ તત્ત્વોમાં ધર્માસ્તિકાયાદિ ચાર તત્ત્વો અજીવ જડ છે અને એક જીવાસ્તિકાય તત્ત્વ જીવ છે. આ પાંચેય તત્ત્વો દ્રવ્ય શબ્દથી પણ ઓળખાય છે તેમજ જિનેશ્વર ભગવંતોએ આ લોકને “પદ્રવ્યાત્મક લોક” તરીકે પણ કહેલ છે. (કાળની દ્રવ્ય તરીકે વિવક્ષા ઉપર જણાવેલી છે માટે ૫ + ૧ = ૬.) તો ચાલો... હવે પાંચે અસ્તિકાયોનું વિવરણ કરતા પ્રથમ ધર્માસ્તિકાયનું સ્વરૂપ વિચારાય છે.
વિશ્વમાં સર્વોચ્ચકક્ષાના વૈજ્ઞાનિક ગણાતા આઈન્સ્ટાઈન એમ માનતા હતા કે આ વિશ્વગતિમાન અને અગતિમાન એમ બે રીતે જે દેખાય છે, એની પાછળ કોઈ સૂમ કારણ કામ કરી રહ્યું છે. કોઈ અદેશ્ય શક્તિઓ બંને પદાર્થોને સહાય કરી રહી છે. એવો તર્ક એમને થયો હતો અને તેના સંશોધન માટે અથાગ મહેનત કરી રહ્યા હતા, પણ તેઓ તેના પાનને પામી ન શક્યા, કારણ કે તેઓ જેની શોધ કરી રહ્યા હતા, તે બીજુ કાંઈ નહીં પરંતુ જેન શાસ્ત્રોના વિજ્ઞાનના આધારે ધમસ્તિકાય અને અધમસ્તિકાય નામક તો જ હતા...
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org