________________
જૈન કોસ્મોલોજી
ચૌદ રાજલોક તથા ત્રણે લોકનાં મધ્યસ્થાનો...
rs ૧૪ રાજલોક (સંપૂર્ણ લોક)નું મધ્યસ્થાનઃ શ્રી ભગવતીજી સૂત્રના મતે સમગ્ર ૧૪ રાજલોકનું મધ્યસ્થાન રત્નપ્રભા (ધમ્મા) પૃથ્વીને અધોભાગે ફરતા રહેલા ઘનોદધિ, ઘનવાત અને તનવાતને છોડી અસંખ્યાતા યોજન નીચે જઈએ ત્યારે લોકનું મધ્યસ્થાન આવે છે તે મધ્યસ્થાનથી ઉપર સાત રજ્જુલોક અને નીચે પણ સાત રજ્જુલોક પ્રમાણ થાય છે. આથી એ નક્કી થયું છે કે અધોલોક સાત રજ્જુથી અધિક છે અને ઉર્ધ્વલોક તે સાત રજ્જુથી ઓછો છે. કારણ કે, લોકનું મધ્ય ઘમ્માપૃથ્વી-ઘનોદધિ-ઘનવાત-તનવાત અને અસંખ્યાતા યોજન આકાશ વીતે તે સ્થાને છે ત્યાંથી સાત રજ્જુ પ્રમાણ અધોલોક નીચે રહે છે. હવે અધોલોકની આદિ (શરૂઆત) રુચકથી અને અંત સાતમી નરકના છેડે કહેલો છે ત્યારે લોકના મધ્યસ્થાનથી તે રૂચક સુધીમાં આવતા ઘનવાતાદિ સર્વે પદાર્થો તથા ઘમ્મા-પૃથ્વીનું અમુક પ્રમાણ અધોલોકના સાતરજ્જુ પ્રમાણમાં ભેળવતાં સાતરજ્જુથી અધિક પ્રમાણ થાય. સાત રાજ ઉપર જેટલું અધિક અધોલોક પ્રમાણ તે અને તિતિલોકનું પ્રમાણ તે લોકના મધ્યભાગમાં ઉપરના સાતરાજમાં ઘટવાથી ઉર્ધ્વલોક સાતરાજમાં ન્યૂન છે. તે વાત નિઃસંદેહ છે.
લોક વર્ણન
4
રુ અધોલોકનું મધ્યસ્થાન ઃ અધિક એવા સાત રાજ પ્રમાણ અધોલોકનો મધ્યભાગ, ચોથી પંકપ્રભાપૃથ્વીના ઘનોદધિ-ધનવાત-તનવાતને વટાવીને આગળ અસંખ્યાતા યોજન પ્રમાણ આકાશ વીત્યા બાદ આવે છે.
rTM મધ્યલોકનું મધ્યસ્થાન ઃ મધ્યલોક=તિર્આલોકનું મધ્યસ્થાન, જે અષ્ટરુચકવાળા ૨ ક્ષુલ્લકપ્રતરો છે.
ઉર્ધ્વલોકનું મધ્યસ્થાનઃ અષ્ટરુચક પ્રદેશથી લઈ ઉર્ધ્વ લોકાન્ત સુધીનો ભાગ ઉર્ધ્વલોક કહેવાય છે. એ ઉર્ધ્વલોકવર્તી પ્રથમના ચાર દેવલોકને છોડીને પાંચમા બ્રહ્મ દેવલોકના છ પ્રતર પૈકી ત્રીજા રિષ્ટ નામના પ્રતરે લોકાન્તિક દેવાના વિમાનો છે. તે સ્થાને ઉર્ધ્વલોકનું મધ્યબિંદુ આવેલ છે.
તત્ત્વજ્ઞાનની મહત્તા (સુભાષિત)
रज्जुज्ञानाद्यथा सर्पो, मिथ्यारूपो निवर्तते । तत्त्वज्ञानात्तथा याति, मिथ्याभूतमिदं जगत् । रौप्यभ्रान्तिरियं यान्ति, शुक्तिज्ञानाद् यथा खलु । जगत् भ्रान्तिरियं याति तत्त्वज्ञानात् सदा तथा ॥
"
ભાવાર્થ : જેવી રીતે યથાર્થ એવા રજ્જુ (દોરડા)ના જ્ઞાનથી મિથ્યાભૂત એવા સર્પ (નું ભ્રમ) નિવૃત્ત થઈ જાય છે. તેવી જ રીતે આત્મામાં ઉત્પન્ન થયેલ તત્ત્વજ્ઞાનથી મિથ્યાભૂત એવા આ જગત્ (નું અસ્તિત્વ) નિવૃત્ત થઈ જાય છે તેમજ જેવી રીતે શુક્તિ (મોતિને ઉત્પન્ન કરનાર સ્થાનભૂત છીપલું)ના યથાર્થ જ્ઞાનથી આ ચાંદી છે એવી ભ્રાન્તિ સદા માટે નષ્ટ થઈ જાય છે તેવી જ રીતે (આત્મામાં ઉત્પન્ન થયેલ) તત્ત્વજ્ઞાનથી જગતની ભ્રાન્તિ (ભ્રમણા) સદાના માટે સમાપ્ત થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
૧૭
www.jainelibrary.org