________________
જૈન કોસ્મોલોજી
લોક વર્ણન વાસ્તવિક દૃષ્ટિએ ૧૪ રાજલોકનું સ્વરૂપ બતાવવા
ચૌદ રાજલોકનો યથાર્થ દેખાવ ISજ બે હાથ કમર ઉપર રાખીને વૈશાખ સંસ્થાનની જેમ બે પગ પહોળા કરીને) ગોળ-ગોળ ફૂદડી ફરતા પુરુષના આકારનો આ ૧૪ રાજલોક છે અથવા અધોમુખે રહેલા એક મોટા શરાવના પૃષ્ઠ ભાગ પર એક નાનું શરાવ-સંપુટ મૂક્યું હોય એ આકારે આ લોક છે. વળી, આ લોક શાશ્વત છે – એને કોઈએ ધરી રાખ્યો નથી કે કોઈએ બનાવ્યો નથી પણ એ સ્વયં સિદ્ધ છે અને આશ્રય કે આધાર વિના આકાશમાં (અદ્ધર) રહેલ છે. જ આ લોક ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ રુપ (ઉપન્નઈ વા વિગઈ વા ધુવેઈ વા) ત્રિગુણાત્મક છે, અને ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોથી સંપૂર્ણ ભરેલો છે. પોતાના માથે સિદ્ધ પુરુષો રહેલા હોવાથી હર્ષમાં આવી જઈ જાણે નૃત્ય કરવા માટે ચરણ પ્રસારીને ઉભો હોય એવો લાગે છે. આવા સ્વરૂપવાળા આ અખિલ લોકના ૧૪ વિભાગ (ઊંચાઈના) કલ્પેલા છે અને એવો પ્રત્યેક વિભાગ ૧ રજુ (રાજ) પ્રમાણ છે. એકદમ નીચેના લોકાંતથી સાતમી નારકીના ઉપરના તળ પર્યન્ત ૧ રજુ (રાજ) થાય છે. એવી રીતે સાતે નારકીના ઉપર ઉપરના દરેક તલ સુધી ગણતા સર્વ મળીને ૭ રજુ થાય છે. ૪ રત્નપ્રભા નારકીના ઉપરના તળથી પહેલા ૨ દેવલોકના વિમાનો સુધી આઠમી રજુ થાય છે. ત્યાંથી ચોથા મહેન્દ્ર દેવલોકનો અંત ન આવે ત્યાં સુધી નવમી રજુ અને ત્યાંથી (છઠ્ઠા) લાન્તક દેવલોકના અંત સુધી દશમી રજુ પૂરી થાય છે. ત્યાંથી આરંભીને (આઠમા) સહસ્ત્રાર દેવલોકની સીમા પૂરી થાય ત્યાં અગ્યારમી રજુ અને ત્યાંથી (બારમા) અમ્રુત દેવલોકની સીમા પૂરી થાય ત્યાં બારમી રજુ પૂર્ણ થાય છે અને એવી રીતે ૯ ગ્રેવેયકને છેડે તેરમી અને લોકને અંતે ચૌદમી રજજુ સંપૂર્ણ થાય છે. આ પ્રમાણે ઘમ્મા નામની પહેલી નારકીના ઉપરના ભાગે સાત અને નીચેના ભાગે સાત એમ સર્વે મળી ૧૪ રજુ થાય છે. જ આ અભિપ્રાયઃ “આવશ્યક નિયુક્તિ ચૂર્ણિ તથા સંગ્રહણી” વિગેરે ગ્રંથોનો છે, પરંતુ “ભગવતી સૂત્ર” વગેરેના અભિપ્રાયે તો ઘમ્માનારકની નીચે અસંખ્ય યોજન મૂક્યા પછી લોકનો મધ્યભાગ આવે છે. તેથી ત્યાં તે જગ્યાએ) સાત રજજુ પૂર્ણ થાય છે. પરંતુ એ અહીં બહુ વિશેષ હોવાથી કહ્યું નથી. વળી યોગશાસ્ત્રની વૃત્તિઓના અભિપ્રાય તો સમભૂલા પૃથ્વીતલથી સૌધર્મ અને ઈશાન દેવલોક સુધીમાં ૩ રજુ, અચુત દેવલોક સુધીમાં પ રજજુ, રૈવેયક સુધીમાં ૬ રજજુ અને લોકાન્ત સુધીમાં ૭ રજુ થાય છે. વળી “જીવાજીવાભિગમસૂત્રમાં પણ સૌધર્મ-ઈશાન આદિ સૂત્ર વ્યાખ્યાન”માં સમભૂતલાથી ઉપર ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર અને તારાઓ મૂકીને ઘણાં કોડ (અસંખ્યાતા) યોજન પછી ૧ રજુ થાય છે એમ કહ્યું છે. લોકનાલિકાસ્તવ (લોકનાલિકા દ્રાવિંશિકા)માં પણ સૌધર્મ દેવલોક સુધીમાં ૧, મહેન્દ્ર સુધીમાં ૨૩, સહસ્ત્રાર સુધીમાં ૪, અશ્રુત સુધીમાં ૫ અને લોકાન્ત ૭ રજુ થાય છે.” એમ કહ્યું છે.'
વિશ્વના ટોચના ભૌતિકશાસ્ત્રીઓ પણ વિશ્વના સકલ પદાર્થોના ગુણધર્મ અને બ્રહ્માંડની સંસ્યના તથા અન્ય પરિબળોનો ગણિત તથા વિજ્ઞાનની મદદથી તાગ પામવા પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્નોને અંતે પણ વિશ્વના સંચાલકબળની શક્તિનું રહસ્ય હાથ ન આવતાં, તેઓ ઈશ્વર કે કર્મ જેવી કોઈ અદેશ્ય સત્તાનો સ્વીકાર કરે છે.
(જૈનધર્મના વૈજ્ઞાનિક રહસ્યોમાંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org