________________
લોક વર્ણન
૧૪ રાજલોક રૂપ વિશ્વ વ્યવસ્થા
2
* સમગ્ર વિશ્વ ૧૪ રાજલોકમય છે. તેમાં દેવો-નરકો-મનુષ્યો અને તિર્યંચો તેમજ મોક્ષ વગેરે સમગ્ર દુનિયા આવી જાય છે. TM મેરુપર્વતની તળેટીથી નીચે રહેલ ૮ રુચક પ્રદેશોને સમભૂતલા કહેવાય છે, અને તેના આધારે ઊંચાઈ-નીચાઈના માપો જણાય છે.
જૈન કોસ્મોલોજી
———
૪ આ ૧૪ રાજલોકના ૩ વિભાગ પડે છે. (૧) ઉર્ધ્વલોક (૨) મધ્યલોક (૩) અધોલોક.
જ
સ સમભૂતલાથી ૯૦૦ યોજન ઉ૫૨ના ભાગને ઉર્ધ્વલોક કહેવાય છે, તેમાં દેવોનો નિવાસ હોય છે. તેમાં અનુક્રમે સૌધર્મઈશાનાદિ ૧૨ દેવલોક અને તેના જ અંતર્ગત ૩ કિલ્બિષિક દેવ અને ૯ લોકાંતિક દેવોનો વાસ છે. તેની ઉપર ૯ ત્રૈવેયેક અને તેના પણ ઉપર ૫ અનુત્તરવાસી દેવોના વિમાનો છે અને સહુથી છેલ્લે ૪૫ લાખ યોજન પ્રમાણ લાંબી અને ૮ યોજન પહોળી સિદ્ધશિલા અને તેની ઉપર એક યોજનના છેલ્લા કોશના ત્રીજા ભાગે લોકાંતને સ્પર્શીને સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. આ પ્રમાણે ઉર્ધ્વલોકની લંબાઈ ૭ રાજલોકમા થોડી ઓછી અને પહોળાઈ ૫ રાજલોક પ્રમાણ છે.
દસ મધ્યલોક તે સમભૂતલાથી ઊર્ધ્વ-અધો ૯૦૦-૯૦૦ યોજન મળીને ૧૮૦૦ યોજન વિસ્તારવાળો અને તિર્થ્રો અસંખ્ય યોજન સુધી ફેલાયેલો છે. આ મધ્યલોકમાં સહુથી વચ્ચે મેરુપર્વત અને તેને ફરતા બમણા બમણા પ્રમાણવાળા જંબૂઢીપલવણાદિ અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે, તેમાં પણ માત્ર ૨ દ્વીપમાં જ મનુષ્યોના (સાથે તિર્યંચોના પણ...) જન્મ-મરણ હોય છે અને તેની બહાર તો માત્ર તિર્યંચો જ વસે છે. વળી જયોતિષ, વ્યંતર, વાણવ્યંતર, તિર્થંગ વૃંભકાદિ દેવોનો નિવાસ પણ આ જ મધ્યલોકમાં છે.
૪ સમભૂતલાથી ૯૦૦ યોજન નીચે તે ૭ રાજલોક કરતા થોડો વધારે પ્રમાણવાળો અધોલોક છે, તે ઉપરના ભાગે ૧ રાજલોક અને નીચે ૭મી નરકના ભાગે ૭ રાજલોક પ્રમાણ પહોળાઈવાળો છે. આ અધોલોકમાં નીચે-નીચે ૧ થી ૭ નરક આવેલી છે. પ્રથમ નરકના ૧૩ પ્રતરોમાં ભવનપતિ દેવો રહે છે.
૪ ૧૪ રાજલોકની બરાબર મધ્યમાં ત્રસનાડી આવેલી છે. તે ત્રસનાડી ૧ રાજ પહોળી અને ૧૪ રાજ લાંબી છે. દેવ-મનુષ્યતિર્યંચ અને નારકી સ્વરૂપ સર્વ ત્રસ જીવોનો નિવાસ આ ત્રસનાડીમાં જ છે. કારણ કે, ત્રસનાડીની બહાર તો માત્ર સ્થાવર જીવો જ હોય છે.
us ૧ રાજલોકનું પ્રમાણ જાણવા માટે આમ્નાય આ પ્રમાણે જાણવા મળે છે.... ૩,૮૧,૨૭,૯૭૦ મણ વજનનો ૧ ભાર એવા ૧,૦૦૦ ભાર પ્રમાણ લોખંડનો ગોળો દેવ ઉપરથી નીચે ફેંકે તો ગોળાને પૃથ્વી ઉપર આવતા ૬ માસ – ૬ દિવસ – ૬ પ્રહર - ૬ ઘડી અને ૬ સમય લાગે. આવી રીતે ઉપરથી નીચે આવતા તે ગોળો જેટલું ક્ષેત્ર સ્પર્શે તે ક્ષેત્ર ૧ રાજલોક પ્રમાણ કહેવાય. સ અથવા બીજા પ્રકારે એમ કે - ૧ નિમેષ માત્રમાં કોઈ મહર્દિક દેવ ૧,૦૦,000 યોજન પ્રમાણ ક્ષેત્ર પસાર કરે, તો તેવી ગતિથી તે સતત ૬ માસ સુધી જેટલું ક્ષેત્ર સ્પર્શે તે ૧ રાજલોક પ્રમાણ કહેવાય*, તેવા ૧૪ રાજલોક પ્રમાણ આ લોક હોવાથી આ વિશ્વને ૧૪ રાજલોક પણ કહેવાય છે.
* જેમએક રાજનું માન કેટલું ? તે આ લેખમાં ઉપર આપણે જોઈ લીધું. તે વાત સામાન્ય વાચકને ગળે ન યા ઉતરે, પરંતુ વૈજ્ઞાનિકોનો એક દાખલો હું તમને આપું કે, જેથી શાસ્ત્રીય સત્થી આપોઆપ પ્રીતિ થઈ જશે. વૈજ્ઞાનિકોએ આ વિરાઢ આકાશનો અભ્યાસ કર્યો. તેમાં તેમને સૂર્યમાલાઓ જોઈ. અનેક સૂર્યો જોયા, એક સૂર્યમાલાથી બીજી સૂર્યમાલા કેટલી દૂર છે ? તે વિરાટ દૂરબીનથી જોયું. માપ કાઢીને ગાત્રી કરી... પછી કહ્યું કે, આકાશમાં લાખો સૂર્યમાલાઓ છે, તે એક બીજાથી એઢલી દૂર છે કે ત્યાં પહોંચવું હોય તો એક કલાકના એક લાખ માઈલની ઝડયે એક રોકેટ ગતિ કરે તો એક સૂર્યમાલાથી ફક્ત બીજી સૂર્યમાલા સુધી પહોંચતા ૮૭ કરોડ વર્ષ લાગે. તો પછી લાખો સૂર્યમાલા યાસે જતા કેટલાય અબજ વસો લાગે. (જુઓ-રીડર્સ ડાયજેસ્ટમાંથી ગ્રેષ્વ એટલાસ-અમેરિકા)
Jain Education International
For Private & Personal Use Only
૧૩
www.jainelibrary.org