________________
જૈન કોસ્મોલોજી
———.-.-.-.-.-લોકવન
ગ્રંથની નિર્વિદને સમાપ્તિ માટે તથા ગ્રંથના ૧૦૮ વિષયો હોવાથી સૌ પ્રથમ
શ્રી પંચપરમેષ્ઠિના ૧૦૮ ગુણો * અરિહંતના ૧૨ ગુણો :
રાગ-દ્વેષ અને મોહ નામના દુર્ધર શત્રુઓનો જેઓએ નિર્મુલનાશ કર્યો છે, અઢાર દૂષણથી જેઓ રહિત છે. વળી (૧) અશોકવૃક્ષ, (૨) સુરપુષ્પવૃષ્ટિ, (૩) દિવ્યધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિનાદ અને (2) આતપત્ર (૩ છત્ર) એ અષ્ટ પ્રતિહાર્ય તેમજ (૯) જ્ઞાનાતિશય, (૧૦) વચનાતિશય, (૧૧) અપાયાપગમાતિશય અને (૧૨) પૂજાતિશય ઈત્યાદિ ૧૨ ગુણોથી જેઓ વિભૂષિત છે. ૩૪ અતિશયો અને ૩૫ વાણીના ગુણોને જેઓ ધારણ કરે છે. કેવળજ્ઞાનના બળ વડે જેઓ લોક અને અલોકના સર્વભાવો હથેળીમાં રહેલા આમળાના ફળની જેમ યથાર્થરુપે જુએ છે એવા અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. સિદ્ધ ભગવંતના ૮ ગુણો :
જ્ઞાનાવરણીયાદિ અષ્ટકર્મનો સંપૂર્ણ ક્ષય કરી (૧) અનંતજ્ઞાન, (૨) અનંતદર્શન, (૩) અનંતવીતરાગતા, (૪) અનંતવીર્ય, (૫) અવ્યાબાધ (અનંત) સુખ, (૬) અક્ષયસ્થિતિ, (૭) અરુપિપણું અને(૮) અગુરુલઘુ વગેરે ૮ મહાન્ ગુણોને જેઓએ પ્રાપ્ત કર્યો છે તેમજ શાશ્વત સ્થાન એવા મુક્તિને જેઓ પામ્યા છે અને હવે જેઓને જન્મ-જરા-મરણનો અભાવ હોઈ સંસારમાં પુનર્જન્મ કરવાપણું રહ્યું નથી એવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર થાઓ. ૪ આચાર્ય ભગવંતના ૩૬ ગુણો:
જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચારરુપ પાંચ પ્રકારના આચારને પાળનારા અને એ પંચાચારનું પાલન કરવા માટે (કરાવવા માટે) ભવ્યજીવોને ઉપદેશ આપનાર, તીર્થંકરાદિ અતિશાયિત મહાપુરુષોના વિરહમાં શાસનના નાયક સમા, ગચ્છની ધુરાને વહન કરનારા... તેમજ ૫ ઈન્દ્રિયોને હરનાર, ૯ પ્રકારની બ્રહ્મચર્ય ગુપ્તિને ધરનાર, ૪ પ્રકારનાં કષાયોથી મૂકાયેલાં, ૫ મહાવ્રતોને પાળનારા, ૫ પ્રકારે આચારોનું પાલન કરનાર, ૫ સમિતિ અને ૩ ગુપ્તિને ધરનાર એટલે ૫ + ૯ +૪+૫+ + + ૫ + ૩ = ૩૬ ગુણને ધરનારા તથા અન્ય જુદી જુદી રીતે પણ શાસ્ત્રોમાં કહેલા ૩૬ ગુણોને ધારણ કરનારા... વળી ૮ પ્રકારે શાસનની પ્રભાવના કરનારા, તેમજ (૧) પ્રાજ્ઞ (૨) સમસ્ત શાસ્ત્રોના હાર્દને પામેલા (૩) પ્રકૃષ્ટ રીતે પ્રગટ થયેલ લોક વ્યવહારવાળા (૪) ઈચ્છાઓને પરાસ્ત કરનાર (૫) પ્રતિભા સંપન્ન (૬) પ્રથમવાળા (૭) પહેલેથી જ ઉત્તરને જાણી લેનારા (૮) પ્રાય:કરીને પ્રશ્નોનો પ્રવાહ સહન કરનારા (૯) પરહિતને કરનારા (૧૦) પરનિદાના ત્યાગી તેમજ (૧૧) અત્યંત સ્પષ્ટ અને મધુર ભાષામાં ધર્મકથાદિ કહેનારા ઈત્યાદિ ગુણોવાળા આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ. ફિ ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણો :
૧૧ અંગ અને ૧૨ ઉપાંગ ભણે અને ભણાવે... તે ઉપાધ્યાય કહેવાય. (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતી (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) (૬) જ્ઞાતાધર્મકથાગ (૭) ઉપાસકદશાંગ (૮) અંતકૃદશાંગ (૯) અનુત્તરોપપાતિકદશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર... એ ૧૧ અંગ9 (૧ થી ૧૧), (૧) ઔપપાતિક (૨) રાજપ્રન્નિય (૩) જીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫) જંબૂઢીપપ્રજ્ઞપ્તિ (૬) સૂર્યપ્રજ્ઞપ્તિ (૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ (૮) નિરયાવલિકા (૯) કલ્પાવતંસિકા (૧૦) પુષ્યિકા (૧૧) પુષ્પગુલિકા (૧૨) વૃષ્ણિદશા... (૧૨ થી ૨૩) ૧૨ ઉપાંગ આ ગ્રંથોને ભણે-ભણાવે... અને (૨૪) ચરણસિત્તરી (૨૫) કરણસિત્તરીનું પાલન એમ ૨૫ ગુણો ઉપાધ્યાય ભગવંતના થાય છે તેવા ઉપાધ્યાય ભગવંતાને નમસ્કાર થાઓ.
સાધુ ભગવંતના ૨૭ ગુણો'':
સ્વાર કલ્યાણ સાધક, જિનાજ્ઞાના અખંડ પાલક, સંયમયોગના ધારક... તેમજ બાહ્યાભ્યતર ગ્રંથી રહિત અને પ મહાવ્રત અને ૧ રાત્રિભોજન ત્યાગના પાલક, પય જીવોની રક્ષા કરનારા, પાંચ ઈન્દ્રિયોને દમન કરનારા, લોભનો નિગ્રહ કરનારા, ક્ષમાને ધરનારા, ભાવ વિશુદ્ધિને આચરનારા, પ્રતિલેખનાદિમાં વિશુદ્ધિ ધરનારા, અકુશલ મન-વચન-કાયાનો નિરોધ કરનારા... શીતાદિ પરિષહો તેમજ મરણાંત ઉપસર્ગોને સહનારા... ઈત્યાદિક ૨૭ ગુણો યુક્ત એવા સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ... એમ કરી કુલ..૧૨ +૮+ ૩૬ + ૨૫ + ૨૭ = ૧૦૮ ગુણો૧૩ પંચપરમેષ્ઠિના થાય છે. આ ૧૦૮ ગુણયુક્ત પંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર થાઓ... જ ૧૦૮ મંહમા : શ્રી સિદ્ધાચલજી મહાતીર્થના ૧૦૮ નામ, શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ નામ, માંગલિક વસ્તુઓ ૧૦૮, વાસુદેવ-બલદેવના લક્ષણો-૧૦૮, નવકારવાળીના મહાકા-૧૦૮ તેમ આ ગ્રંથના વિષયો પણ ૧૦૮ જાણવા...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org