________________
જૈન કોસ્મોલોજી
:::..-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-
.-
3::::::
|| તત્ત્વજ્ઞાન શું કરે ? તત્ત્વજ્ઞાન રાગીને વીતરાગી બનાવે. તત્ત્વજ્ઞાન પૂજકને પૂજય બનાવે. તત્ત્વજ્ઞાન દ્વેષીને વીતષી બનાવે. તત્ત્વજ્ઞાન નાશવંતને શાશ્વત બનાવે. તત્ત્વજ્ઞાન અજ્ઞાનીને સર્વજ્ઞ બનાવે. તત્ત્વજ્ઞાન મોહીને નિર્મોહી બનાવે. તત્ત્વજ્ઞાન આત્માને પરમાત્મા બનાવે. તત્ત્વજ્ઞાન લૌકિકને લોકોત્તર બનાવે. તત્ત્વજ્ઞાન બહિરાત્માને અંતરાત્મા બનાવે. તત્ત્વજ્ઞાન કૃતજ્ઞને કૃતજ્ઞ બનાવે. તત્ત્વજ્ઞાન ક્રોધીને ઉપશાંત બનાવે. તત્ત્વજ્ઞાન દેવને દેવાધિદેવ બનાવે. તત્ત્વજ્ઞાન અભિમાનીને નમ્ર બનાવે. તત્ત્વજ્ઞાન માનવને મહામાનવ બનાવે. તત્ત્વજ્ઞાન માયાવીને સરળ બનાવે. તત્ત્વજ્ઞાન બુદ્ધિને સદ્ગદ્ધિ બનાવે. તત્ત્વજ્ઞાન લોભીને સંતોષી બનાવે. તત્ત્વજ્ઞાન અનાર્યને આહત બનાવે. તત્ત્વજ્ઞાન કામીને નિષ્કામી બનાવે. તત્ત્વજ્ઞાન અનાતને આપ્ત બનાવે. તત્ત્વજ્ઞાન હિંસકને અહિંસક બનાવે. તત્ત્વજ્ઞાન સસ્નેહીને નિઃસ્નેહી બનાવે. તત્ત્વજ્ઞાન અધર્મીને ધમ બનાવે. તત્ત્વજ્ઞાન શરીરીને અશરીરી બનાવે. તત્ત્વજ્ઞાન પાપીને પુણ્યશાળી બનાવે. તત્ત્વજ્ઞાન ચંચલને સ્થિર બનાવે. તત્ત્વજ્ઞાન ચોરને શાહુકાર બનાવે. તત્ત્વજ્ઞાન અપૂર્ણને પૂર્ણ બનાવે. તત્ત્વજ્ઞાન શ્રીમંતને દાનવીર બનાવે. તત્ત્વજ્ઞાન નામચીનને નામાંક્તિ બનાવે. તત્ત્વજ્ઞાન રંકને રાય (રાજા) બનાવે. તત્ત્વજ્ઞાન જિનદાસને જિનરાજ બનાવે. તત્ત્વજ્ઞાન દુર્જનને સજ્જન બનાવે. તત્ત્વજ્ઞાન પરોક્ષને પ્રત્યક્ષ બનાવે. તત્ત્વજ્ઞાન સંસારીને મુક્ત બનાવે. તત્ત્વજ્ઞાન જીવનને જાગૃત બનાવે. તત્ત્વજ્ઞાન સાધકને સિદ્ધ બનાવે. તત્ત્વજ્ઞાન સદાચારોથી સમૃદ્ધ બનાવે. તત્ત્વજ્ઞાન પતિતને પાવન બનાવે. તત્ત્વજ્ઞાન ભોગીને યોગી બનાવે. તત્ત્વજ્ઞાન ઉન્માર્ગોને સન્માર્ગ બનાવે. તત્ત્વજ્ઞાન અંતે મરણને મહોત્સવ બનાવે.
૪૧૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org