________________
જૈન કોસ્મોલોજી
૩૫૦
Jain Education International
|| બાલપણથી અપાતા સંસ્કારો વિરુદ્ધ વર્તમાન શિક્ષણ |
એક બાજુ દેશમાં જન્મેલા બાળકને નાનપણચી મંદિરે જવાના, ઈશ્વરના દર્શન કરવાના, સાધુ-સંતોની ભક્તિ કરવાના, અતિશિઓના સત્કાર કરવાના, ગરીબોને દાન આપવાના, પશુ-પક્ષીઓની રક્ષા કરવાના ... સંસ્કારો આપવામાં આવે... અને બીજી બાજુ સ્કૂલોમાં ઈશ્વર હમ્બગ છે, ધર્મગુરુઓ ઠગ છે, પુણ્ય-પાપ જેવું કાંઈ છે જ નહીં, જીવ-જંતુઓનો નાશ જ કરવો જોઈએ... વગેરે એવું ઘણું બધું શીખવવામાં આવે ત્યારે બાળક ઊપર વધુ અસર કોની ચશે ? નિશ્ચિતપણે સ્કૂલના શિક્ષણની જ, કારણ કે તે પાઠો એક વાર નહીં પરંતુ વારંવાર વાંરવાના હોય છે, મોઢે કરવાના હોય છે, તેમજ તેમાં પાસ થવાનું હોય છે, આ કારણે પાઠ્યપુસ્તકોમાં જે કાંઈ ભણાવવામાં આવે છે તેની અસર ઘેરી અને કાયમી થતી હોય છે.
આ શિક્ષણના પ્રણેતા લોર્ડ મેકોલેની જે ભાવના હતી કે “આ શિક્ષણ લેનાર પ્રત્યેક ભારતીરા વિધાર્થી ઇસુ ખ્રિસ્ત વગરનો ખ્રિસ્તી બની જશે..." જે વા સફળ પુરવાર થયું છે. હવે તમે જ વિચારો કે આધુનિક શિક્ષણ લેનાર વિધાર્થી ધર્મ અને સંસ્કૃતિથી ભ્રષ્ટ થયા વિના રહી શકે ખરો ?...
વર્તમાન શિક્ષણે શું ભેટ ધરી ? સપૂતની કે કપૂતની ?
? ...
મેકોલે શિક્ષણ તો દોઢસોથી ય વધારે વર્ષ પૂર્વે ડ્રાસ થયું હતું... પણ એ શિક્ષણે દોઢસો વર્ષ દરમ્યાન ભારત દેશને કોઈ વિભૂતિઓની ભેટ ધરી નથી. એમાંય આઝાદીના ૬૪ વર્ષ દરમ્યાન શિક્ષણ પાછળ સરકારે અબજો રૂપિયા ખર્ચી નાંખ્યા, છતાં સેંકડો વર્ષો પૂર્વેના ચાણક્ય કે ચંદ્રગુપ્ત, હેમચંદ્રાચાર્ય કે કુમારપાલની વાત તો જવા દો, પણ આ જ સદીમાં થયેલા ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર કે વિવેકાનંદ જેવા સપૂતોને પણ આ શિક્ષણ આપી શક્યું નથી, એમ કહેવાનું મન થઈ જાય કે, આ શિક્ષણ સંસ્થાઓ ગુંડાઓ, મવાલીઓ, વ્યભિયારીઓ, પરસ્ત્રીલંપટો અને કસાઈઓ તેમજ ભ્રષ્ટાચારીઓને જ પેદા કરતું રહ્યું છે... માટે જ કહેવાનું મન થઈ જાય છે કે "વર્તમાન શિક્ષણે શું ભેટ ધરી ? · સપૂતની કે કપૂતની ?”
For Private & Personal Use Only
જાણવા જેવું
www.jainelibrary.org