________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા આજ સુધી વિજ્ઞાનીઓને આ નવતર પ્રહનો પત્તો મળ્યો નથી. આ ઉપરથી ન્યુટનની ગુરુત્વાકર્ષણ થિયરી ખોટી સાબિત થાય છે અને પૃથ્વી ફરતી હોવાની વાત પણ તેવી જ રીતે ખોટી સાબિત થાય છે.
૯૫. ગ્રહો ધુવના તારાની પ્રદક્ષિણા કરે છે. વિજ્ઞાનીઓ કહે છે કે બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ વગેરે ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે, પણ હકીકતમાં આપણે જોઈ શકીએ છીએ કે તમામ ગ્રહો, નક્ષત્રો અને તારાઓ ધ્રુવના તારાની પ્રદક્ષિણા કરે છે. આ ઊપરથી એવું સાબિત થાય છે કે ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરતા નથી, માટે પૃથ્વી ગ્રહ નથી અને ફરતી પણ નથી.
૯૬. ગુરુનો ગ્રહ પૃથ્વી જેવો નથી જ ગેલિલીયોએ દૂરબીન વડે ગુનો ગ્રહ બારીકાઈથી જોયો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ગુરુના ગ્રહની આજુબાજુ કેટલાક ઉપગ્રહો છે, જેઓ ગુરુની આજુ બાજુ પ્રદક્ષિણા કરે છે. આ નિરીક્ષણ ઉપરથી તેને એવો વિચાર આવ્યો કે ગુરુ સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. આ વિચારનો કોઈ પુરાવો નહોતો છતાં તેણે વાત સાચી માની લીધી. તેના આધારે તેણે એવી કલ્પના કરી કે ગુરુની જેમ પૃથ્વી પણ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આ વાતનો પણ કોઈ પુરાવો નહોતો છતાં તેણે આ વાત સાચી માની લીધી. ત્યાર પછી તેણે એવી કલ્પના કરી કે જેમ ગુરુના ગ્રહની આજુબાજુ ઉપગ્રહો પ્રદક્ષિણા કરે છે તેમ પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે અને તે પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. આ વાતનો પણ કોઈ પુરાવો નથી. આ રીતે કલ્પનાઓને જ હકીકત માની લેવામાં આવી છે.
૯૭. તો મનુષ્યોને બાંધી રાખવા પડે If પૃથ્વી જો ખરેખર દડા જેવી ગોળ હોય તો આ દડાની એકદમ ઊપરના ભાગમાં રહેલા મનુષ્યો અને પ્રાણીઓ જ સ્થિર ઊભાં રહી શકે. દડાની બાજુએ અને નીચે રહેલા મનુષ્યો તેમ જ પ્રાણીઓ આકાશમાં ગબડી ન પડે એ માટે તેમને પટ્ટાથી બાંધી રાખવાં જોઈએ. આ બાબતનો ઉકેલ આપતાં વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી બધી દિશામાં રહેલી ચીજોને પોતાના કેન્દ્ર તરફ આકર્ષે છે, માટે દક્ષિણ ગોળાર્ધમાં લોકો ગબડી પડતા નથી. આ માટે રબરના ગોળામાં બધી બાજુથી ખેંચાવેલી ટાંકણીનું દૃષ્ટાંત આપવામાં આવે છે. અહીં ફરક એટલો છે કે ટાંકણીઓને રબ્બરમાં ખેંચાવી દીધી હોવાથી તે સ્થિર રહે છે, જયારે મનુષ્યો અને પ્રાણીઓ હલનચલન કરતાં હોય છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રાણીઓ જો જમીન સાથે ચોંટી ગયાં હોય તો તેઓ હલન ચલન કરી શકે નહીં. હકીકતમાં પૃથ્વીના ગોળ હોવાની અને ગુરુત્વાકર્ષણની વાત જ ખોટી છે.
૯૮. વજનમાં ફરક હોવો જોઈએ # જે વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ કહે છે તેઓ પણ દાવો કરે છે કે પૃથ્વી વિષુવવૃત્ત આગળ થોડી ફૂલી ગયેલી છે અને ઉત્તર તેમજ દક્ષિણ ધ્રુવ આગળ ચપટી છે. જો આ વાત સાચી હોય તો વિષુવવૃત્ત
-- ૨૫)
૩૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org