________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા સમસ્યા હલ કરવા પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતી હોવાની કલ્પના કરવી પડી. આ બધી કલ્પનાઓ પૃથ્વી દડા જેવી ગોળ છે' એવી મોટી કલ્પના ઊપર આધારિત છે, જેનો કોઈ પુરાવો નથી. પૃથ્વીને જો દડા જેવી ગોળ સાબિત ન કરી શકાતી હોય તો આગળની બધી જ વાતો કાલ્પનિક પુરવાર થાય છે. આજના વિજ્ઞાનીઓ પાસે પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત કરતો એક પણ નક્કર પુરાવો નથી, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર છે અને સપાટ છે.
૮૬. પક્ષીઓ માળામાં પાછાં ફરે છે પક્ષીઓ સવાર પડે પોતાના માળાઓ છોડીને ખોરાકની શોધમાં નીકળી પડે છે. દિવસ દરમિયાન અડધો સમય તો તેઓ અવકાશમાં ઊડે છે. આ દરમિયાન પૃથ્વી તો પોતાની ધરી ઉપર હજારો માઈલ ફરી ગઈ હોય, જેનો હિસાબ પક્ષીઓ પાસે ન હોઈ શકે. તેમ છતાં પક્ષીઓ સાંજ પડે પોતાના માળાઓમાં પાછાં ફરે છે, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી અને ગોળ પણ નથી.
૮૭. પક્ષીઓ કેમ આકાશમાં ઊડે છે ? જ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જો બધી જ ચીજો ઊપર સમાન લાગુ પડતું હો તો પક્ષીઓ કેમ આકાશમાં ઊડે છે અને નીચે પડતાં નથી? પક્ષીના ઊડવાના બળ કરતાં પૃથ્વીનું આકર્ષણ બળ ક્યાંય વધુ હોવું જોઈએ, કારણ કે આકર્ષણ બળ પદાર્થના દળ ઊપર આધાર રાખે છે. આ ઉપરથી સાબિત થાય છે કે ગુરુત્વાકર્ષણ બળ જેવી કોઈ વસ્તુ નથી.
૮૮. પક્ષીઓ ગુમ થવાં જોઈએ * આપણે આકાશમાં ઋતુવિહારી પક્ષીઓ જોઈએ છીએ. પક્ષીઓ પહેલાં ક્ષિતિજમાં પ્રગટ થાય છે, પછી મધ્યાકાશમાં આવે છે અને પાછાં સામેની ક્ષિતિજમાં અદશ્ય થઈ જાય છે. આ રીતે એક પક્ષીના વિંદને આપણે સતત ૧૦થી ૧૫ મિનિટ સુધી જોઈ શકીએ છીએ. હવે ૧૦ મિનિટમાં તો પૃથ્વી ૧૧,OOO માઈલ ફરી જવી જોઈએ અને આકાશમાં ઊડતાં પક્ષીઓ આપણને સતત કેટલીક સેકન્ડથી વધુ ન દેખાવા જોઈએ, આવું નથી બનતું કારણ કે પૃથ્વી ફરતી નથી.
૮૯. ભમરડો રજકોણોને ફેંકી દે છે વિક જમીન ઉપર ભમરડો ફરતો હોય તેની ઉપર રજકણો નાખવામાં આવે તો તે રજકણો ફગાવી દે છે. આ રીતે પૃથ્વી પરનાં મનુષ્યો અને પશુપક્ષીઓ પણ દૂર ફેંકાઈ જવાં જોઈએ. આવું નથી બનતું, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી અને ફરતી નથી.
૯૦. પૃથ્વી ઉપર આપણે ચોંટી જતા નથી # વિજ્ઞાનીઓ એવી દલીલ કરે છે કે પૃથ્વી પ્રચંડ વેગે ફરતી હોવા છતાં આપણે આકાશમાં ફંગોળાઈ નથી જતા, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આપણને જકડી રાખે છે. જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ
--- ૩૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org