________________
જૈન કોસ્મોલોજી
૭૬. સ્પેસ વોક શું છે ?
આજના વિજ્ઞાનીઓ કહે છે કે બાહ્યાવકાશમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બિલકુલ અસ૨ ન હોવાથી અવકાશમાં આરામથી ચાલી શકાય છે. આ વાત પણ ભૂલભરેલી છે. જૈન શાસ્ત્રો કહે છે કે આકાશમાં પહેલા તનવાયુ (પાતળો વાયુ), પછી ઘનવાયુ (જાડો વાયુ) અને પછી ધનોધિ (ઘન પાણી) આવે છે, જે એક જાતના બરફ જેવું છે અને તેની ઊપર કોઈપણ આધાર વગર ઊભા રહી શકાય છે. આ ઘનોદિધ ઊપર અવકાશયાત્રીઓ સ્પેસ વોક કરે છે. એ માટે ગુરુત્વાકર્ષણની હાજરી અથવા ગેરહાજરીની કલ્પના કરવી જરૂરી નથી.
૭૭. અવકાશમાં ખૂબ ઠંડી છે.
જૈન શાસ્ત્રો મુજબ બાહ્ય આવકાશમાં ઘનવાયુ અને ઘનોદધિ છે, એની અનેક સાબિતિઓ આજના વિજ્ઞાનીઓ પણ આપે છે. ઈ.સ. ૧૮૦૪ માં ગેલુસાક અને બીઓટ નામના ફ્રેન્ચ વિજ્ઞાનીઓ બલૂનમાં બેસીને આશરે ચાર માઈલ આકાશમાં ઊંચા ગયા હતા. તેઓ લખે છે કે ત્યાંની હવા એટલી બધી ઠંડી હતી કે સીસામાં રહેલી શાહી પણ તેમાં સૂકાઈ ગઈ હતી. તેમણે આ હવામાં સાથે લઈ ગયેલા પક્ષીને ઉડાડવાની કોશિશ કરી પણ તે ઊડી શક્યું નહીં. અમુક અંતર સુધી તે પથ્થરની જેમ નીચે પડ્યું અને તે પછી પાંખો ફફડાવી ઊડી શક્યું હતું. ત્યાં ઊપર જતાં ફેફસાં પણ સંગ્રહી ન શકે એવી ઘટ્ટ હવા આવે છે. આ રીતે બાહ્યાવકાશમાં ઘનવાયુ હોવાની જૈન શાસ્ત્રોની વાત સિદ્ધ થઈ જાય છે.
呀
જાણવા જેવી ભૂમિકા
૭૮. ૪૦,૦૦૦ ફૂટ ઊપર ઘનોદધિ છે
તા. ૨૯-૯-૧૯૨૧ ના રોજ અમેરિકાનો વિજ્ઞાની જે.એ. મોકરેડી ૪૦,૮૦૦ ફૂટ ઊંચે પહોંચ્યો હતો. તેના કહેવા મુજબ, “આ સ્થાનની હવા ભારે છે. અહીં વાદળ સ્થિર છે. આગળ જતાં બરફ જેવું કઠણ પાણી આવે છે. તેની ઉપર ગમે તેટલો ભાર નાખીએ તો પણ સ્થિર રહે છે” આ વર્ણન ઊપરથી જૈન શાસ્ત્રોનો ઘનોદધિ સિદ્ધ થાય છે.
૭૯. સૂર્ય પૃથ્વી કરતાં ખૂબ નાનો છે.
આજના વિજ્ઞાનીઓ કહે છે કે સૂર્ય પૃથ્વી કરતાં ૧૨ લાખ ગણો મોટો છે. જો આ વાત સાચી હોય અને પૃથ્વી દડા જેવી ગોળ હોય તો અડધા દડા ઉપર સૂર્યનો એકદમ સીધો પ્રકાશ પડવો જોઈએ. એટલે કે સૂર્યનો પ્રકાશ જેટલી પૃથ્વી ઉપર પડે ત્યાં બધે બપોર જેવો તડકો હોવો જોઈએ. તેને બદલે પૃથ્વી ઉ૫૨ ક્યાંક સવાર, ક્યાંક બપોર અને ક્યાંક સાંજ હોય છે; જેના ઉપરથી સાબિત થાય છે કે સૂર્ય પૃથ્વી કરતાં નાનો છે અને પૃથ્વી ગોળ નથી.
呀
૮૦. સૂર્ય સંકોચતો જાય છે ?
આજના વિજ્ઞાનીઓ કહે છે કે સૂર્ય દ૨ ૨૦ વર્ષે ૧ માઈલ જેટલો સંકોચાતો જાય છે. આ વાત માત્ર
Jain Education International
For Private & Personal Use Only
૩૨૧
www.jainelibrary.org