________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
૮. ખલાસીઓ પૃથ્વીનો ગોળો સાથે નથી લઈ જતા ૪ ખલાસીઓ જ્યારે દરિયાની સફરે નીકળે છે ત્યારે દિશાની અને સ્થળોની માહિતી માટે સ્કૂલોમાં હોય છે તેવો પૃથ્વીનો ગોળો પોતાની સાથે નથી લઈ જતા પણ નકશાઓ સાથે રાખે છે. આ નકશાઓ સપાટ કાગળ ઊપર દોરેલા હોય છે, કારણ કે સમુદ્રનું ખેડાણ કરતા ખલાસીઓને ખબર છે કે પૃથ્વી સપાટ છે. તેઓ જો પૃથ્વીના ગોળાના આધારે પોતાનું વહાણ હંકારે તો વહાણનો પત્તો જ લાગે નહીં. આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે.
૯. નકશાઓ પણ સપાટ હોય છે #દરિયાઈ મુસાફરીના જે નકશાઓ તૈયાર કરવામાં આવે છે અને તેમાં જે રીતે અક્ષાંશ, રેખાંશ, શહેરો વગેરે દર્શાવવામાં આવે છે તેમાં ક્યાંય પૃથ્વીના ગોળાકારને ગણતરીમાં લેવામાં આવતો નથી. આ નકશાઓ સાબિત કરે છે કે પૃથ્વી સપાટ છે.
૧૦. હોકાયંત્ર પણ પૃથ્વી સપાટ હોવાની સાબિતી છે # કોઈ પણ હોકાયંત્રને જ્યારે સ્થિર સપાટી ઉપર મૂકવામાં આવે છે ત્યારે તેનો ઊપરનો છેડો ઉત્તર ધ્રુવ તરફ અને નીચેનો છેડો દક્ષિણ તરફ હોય છે. જો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એક જ સમતળમાં હોય તો જ હોકાયંત્રની સોય એક સાથે ઉત્તર અને દક્ષિણ દિશા બતાડી શકે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય અને દડા ઊપર હોકાયંત્રની સોય મૂકવામાં આવે તો આ સોય એક સાથે કદી ઉત્તર અને દક્ષિણ દિશા બતાડી શકે નહીં. ધારો કે સોયનો એક છેડો ઉત્તર દિશામાં હોય તો બીજો છેડો દક્ષિણમાં નહીં પણ આકાશમાં હોય. ધારો કે નીચેનો છેડો દક્ષિણ દિશામાં હોય તો ઊપરનો છેડો આકાશમાં હોવો જોઈએ. આવું બનતું નથી, કારણ કે પૃથ્વી સપાટ છે અને તેનો બન્ને ધ્રુવ એક જ સમતલમાં છે.
૧૧. દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ જ નથી. જ હોકાયંત્રની સોય એક સાથે ઉત્તર અને દિક્ષણ દિશા બતાડે છે, તેનાથી પણ સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. હકીકતમાં પૃથ્વીનું ઉત્તર દિશામાં જે કેન્દ્ર છે તેને ઉત્તર ધ્રુવ ગણવામાં આવે છે. દક્ષિણ દિશામાં પૃથ્વીનું કોઈ કેન્દ્ર જ નથી માટે દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ જ નથી. આ કારણે કોઈ વિજ્ઞાનીઓ કે સાગરખેડુઓ ક્યારેય દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યા નથી. આપણે જેને દક્ષિણ ધ્રુવ માનીએ છીએ તે હકીકતમાં ઉત્તર ધ્રુવની વિરોધી દિશા છે. પૃથ્વીના જેટલા ભાગમાં ઉત્તર ધ્રુવનો તારો દેખાય છે, તેને આપણે ઉત્તર ગોળાર્ધ કહીએ છીએ. હકીકતમાં આ ઉત્તરનો સપાટપ્રદેશ છે. જ્યાં ધ્રુવનો તારો નથી દેખાતો તેને ખોટી રીતે દક્ષિણ ગોળાર્ધ કહેવામાં આવે છે. આ પ્રદેશ ધ્રુવના તારાથી અત્યંત દૂર આવ્યો હોવાથી ત્યાં ધ્રુવનો તારો દેખાતો નથી. (૩૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org