________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
યોજન દૂર ચંદ્રમંડલ છે. ચંદ્રમાંથી ૧,૦૦,૦૦૦ યોજન ઊપર નક્ષત્ર મંડળ છે. નક્ષત્ર મંડળથી ૨,૦૦,૦૦૦ યોજન ઊપર શુક્ર છે. શુક્રથી ૨,૦૦,000 યોજન ઊપર મંગળનું સ્થાન છે. મંગળથી ૨,૦૦,૦૦૦ યોજન ગુરુ આવેલ છે. ગુરુથી ૨,૦૦,000 યોજન ઊપર શનૈશ્વર છે અને તેનાથી ૧,૦૦,૦૦૦ યોજન ઊપર સપ્તર્ષિઓનું સ્થાન છે. સપ્તર્ષિઓથી ૧,૦૦,૦૦૦ યોજન ઊપર ધ્રુવ પ્રકાશિત થાય છે. આવી રીતે ત્રણે લોકની આટલી જ ઊંચાઈ માનવામાં આવી છે અર્થાત્ ત્રિલોકી (ભૂ. ર્ભુવઃ સ્વઃ ) ના ઊપરના ભાગની ચરમસીમા ધ્રુવ જ છે. ધ્રુવથી ૧ કરોડ યોજન ઊપર “મહર્લોક” છે જ્યાં કલ્પાંત જીવી “ભૃગુઆદિ” સિદ્ધગણ નિવાસ કરે છે. મહર્લોકથી ૨ કરોડ યોજન ઊપર જનલોકની સ્થિતિ છે જ્યાં સનક, સનંદનાદિ સિદ્ધ પુરુષો નિવાસ કરે છે. જનલોકથી ૮ કરોડ યોજન ઊપર તપોલોક છે જ્યાં વૈરાજ નામવાળા દેવતાઓ નિવાસ કરે છે. તપોલોકથી ૯૬ કરોડ યોજન ઊપર “સત્યલોક” બિરાજમાન છે સત્યલોકમાં ફરી મૃત્યુને આધીન નથનારા પુણ્યાત્મા દેવતાઓ અને ઋષિ-મુનિઓ નિવાસ કરે છે આને જ બ્રહ્મલોક પણ કહેવાય છે.
જ્યાં સુધી પગથી ચાલીને જવાય છે, તે સર્વ ‘ભૂલોક’” કહેવાય છે. ભૂલોકથી સૂર્યમંડળના વચ્ચેનો ભાગ “ભૂવર્લોક’” કહેવાય છે. સૂર્યલોકથી ઊપર ધ્રુવલોક સુધીના ભાગને “સ્વર્ગલોક” કહેવાય છે. આનો વિસ્તાર ૧૪,૦0,000 યોજન છે. આ જ ત્રૈલોક્ય છે અને આજ અંડકટાહથી (અંડાકાર કડાઈથી) ઘેરાયેલું વિસ્તૃત બ્રહ્માંડ છે. આ બ્રહ્માંડ ક્રમશઃ જલ, અગ્નિ, વાયુ અને આકાશરૂપ આવરણો દ્વારા બહારથી ઘેરાયેલું છે. આ બધાની ઊપર અહંકારનું આવરણ છે. આ જલાદિ આવરણ ઉત્તરોતર ૧૦ ગણાં મોટાં છે. અહંકારરૂપ આવરણ મહત્તત્ત્વમય આવરણથી ઘેરાયેલું છે. મહત્તત્ત્વને પણ ઘેરીને પ્રધાન (પ્રકૃતિ) છે તે અનંત છે કારણ કે આનો ક્યારેય અંત થતો નથી. એટલા માટે એની કોઇ સંખ્યા કે માપ નથી. આ પ્રકૃતિ સંપૂર્ણ જગતનું કારણ છે તેને જ ‘અપરા પ્રકૃતિ” કહે છે. આમાં એવા અસંખ્ય બ્રહ્માંડ ઉત્પન્ન થયેલા છે.
સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે વર્ષ છે તેનું નામ ભારત છે. તેનો વિસ્તાર ૯,૦૦૦ યોજન છે, સ્વર્ગ અને મોક્ષને ઇચ્છનાર મનુષ્યોના માટે આ કર્મભૂમિ છે. અહીં (૧) મહેન્દ્ર, (૨) મલય, (૩) સદૂય, (૪) શુક્તિમાન, (૫) હિમાલય, (૬) વિંધ્ય અને (૭) પારિયાત્ર આ સાત પર્વતો છે. (૧) ઇન્દ્રદ્વીપ, (૨) કસેરુ, (૩) તામ્રવર્ણ, (૪) ગભસ્તિમાન, (૫) નાગદ્વીપ, (૬) સૌમ્ય, (૭) ગાંધર્વ અને (૮) વારુણ એમ આઠ દ્વીપો છે. સમુદ્રથી ઘેરાયેલું ભારત નવમો દ્વીપ છે. ભારત દ્વીપ ઉત્તર-દક્ષિણ તરફ હજારો યોજન લાંબો છે. ભારતના ઉપર પ્રમાણે નવ ભાગ છે. ભારતની સ્થિતિ મધ્યમાં છે આમ પૂર્વ તરફ “કિરાતો’” અને પશ્ચિમ તરફ ‘યવનો' રહે છે. મધ્યભાગમાં બ્રાહ્મણાદિ વર્ણો નિવાસ કરે છે. વેદસ્મૃતિ આદિ નદીઓ પારિયાત્ર પર્વતમાંથી નીકળે છે. વિંધ્યાચલમાંથી નર્મદા વગેરે પ્રગટ થઇ છે. સહ્ય-પર્વતમાંથી તાપી, પયોષ્ણી, ગોદાવરી, ભીમરથી અને કૃષ્ણવેળા વગેરે નદીઓનો પ્રાદુર્ભાવ થાય છે. મલયાચલથી કૃતમાલા વગેરે અને મહેન્દ્ર પર્વતમાંથી ત્રિસામા વગેરે નદીઓ નીકળે છે. શુક્તિમાન પર્વતમાંથી કુમારી વગેરે અને હિમાલયમાંથી ચંદ્રભાગા વગેરે નદીઓનો પ્રાદુર્ભાવ થયો છે.
જંબુદ્રીપનો વિસ્તાર ૧,૦૦,૦૦૦ યોજન છે વળી આ દ્વીપ ચારે તરફથી ૧,૦૦,૦૦૦ યોજન વિશાળ ખારા પાણીના સમુદ્રથી (એટલે લવણથી) ઘેરાયેલો રહે છે. આ ક્ષાર સમુદ્રને ઘેરીને પ્લેક્ષ દ્વીપ
૨૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org