SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા નામ - - -- -- - - - -- - - - - - - - - યોજન પ્રમાણ આવે છે. (દિગમ્બર પરંપરામાં રત્નપ્રભાદિ પૃથ્વીઓની ઊંચાઈ ક્રમશઃ ૧,૮૦,000/ ૧,૩૨,૦૦૦/૧, ૨૮,૦૦૦/૧, ૨૪,૦૦૦૧, ૨૦,૦૦૦/૧,૧૬,૦૦૦ અને ૧૦૮,૦૦૦ યોજન ત્રિલોસ્પ્રજ્ઞપ્તિ ગ્રંથાધારે માનવામાં આવે છે.) હવે રત્નપ્રભા પૃથ્વીના ૧,૮૦,000 યોજન પ્રમાણ ક્ષેત્રમાં ઉપર નીચે ૧,૦૦૦-૧,000 યોજના છોડી મધ્યમાં ૧,૭૮,૦૦૦ યોજનમાં અનુક્રમે ભવનવાસી દેવોનાં ૭ ક્રોડ ને ૭૨ લાખ ભવન છે તેમજ નારકીઓના ૩૦ લાખ નરકાવાસ છે. પરંતુ ત્રિલોકપ્રજ્ઞપ્તિ અને તત્વાર્થવાર્તિક આદિ દિગંબરીય ગ્રંથોમાં ભિન્ન ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. (દિગમ્બર પરમ્પરાનુસારે રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગોમાં (કાંડોમાં) સર્વ પ્રથમ ભાગના ઉપર નીચેના ૧,૦૦૦-૧,000 યોજન છોડી શેષ રહેલા મધ્યવર્તી ૧૪,000 યોજનના ક્ષેત્રમાં કિન્નરાદિ ૭ વ્યંતરદેવોના તથા નાગકુમારાદિ ૯ ભવનવાસી દેવોના આવાસો છે. તેમજ રત્નપ્રભા પૃથ્વીના બીજા ભાગમાં – અસુરકુમાર (ભવનપતિ) અને રાક્ષસ (વ્યંતર) નો આવાસ છે તથા રત્નપ્રભાના ત્રીજા ભાગમાં નારકોના આવાસ છે. જુઓ આ માટે તિલોયપણત્તિ અ. ૩. ગાથા-૭, તત્ત્વાર્થવાર્તિક અ.૩. સૂત્ર-૧, હરિવંશપુરાણ સર્ગ-૪) બીજી પૃથ્વી શર્કરા પ્રભાના ઉપર નીચે ૧,OOO-૧,OOOયોજન છોડી મધ્યવર્તી ૧,૩૦,OOOયોજનમાં ૨૫ લાખ નરકાવાસ આવેલ છે. આ પ્રમાણે ત્રીજીથી લઇ સાતમી નરક સુધી ઉપર નીચે ૧,૦૦૦-૧,000 યોજન છોડી મધ્યવર્તી ભાગોમાં અનુક્રમે ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ૫ ઓછા એવા ૧ લાખ એટલે ૯૯,૯૯૫ અને છેલ્લીમાં ૫ નરકાવાસો છે. આ નરકાવાસો પ્રતર અથવા પાથડાઓમાં વિભક્ત છે. જે પ્રથમાદિ પૃથ્વીમાં ક્રમશઃ ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને ૧ આ પ્રમાણે કુલ ૭ નારકીઓમાં ૪૯ પ્રતર વ્યવસ્થા છે. આ ૪૯ પ્રતરોમાં વિભક્ત સાતે નરકાવાસોમાં કુલ મળી ૮૪ લાખ નરકાવાસો છે. જેમાં અસંખ્યાત નારકીના જીવો સદા કાળે અનેક પ્રકારે ક્ષેત્રજ, પરસ્પરોટીરિત, પરમાધામીકૃત, શારીરિક, માનસિકાદિ દુઃખો ભોગવે છે. આ ૭ નરકોમાં અતિશય ક્રૂર કર્મ કરવાવાળા પાપી મનુષ્યો તેમજ પશુપક્ષીઓરૂપ તિર્યંચો ઉત્પન્ન થાય છે. વળી જો પહેલી પૃથ્વીના પ્રથમ પ્રતરમાં ઉત્પન્ન થાય તો ઓછામાં ઓછું ૧૦,OOO વર્ષનું આયુષ્ય અને ૭મી નરકમાં જો ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમનું આયુષ્ય ભોગવે છે. તેઓ (નારકીના જીવો) ક્યારેય પણ અકાળે મૃત્યુ પામી શકતા નથી વળી આ નારકોનું શરીર વૈક્રિય અને ઔપપાતિક હોય છે ઇત્યાદિ... (૧-૩). મધ્યલોક આ મધ્યલોકનો આકાર ઝાલરી વા ચૂડી (બંગડી)ની સમાન ગોળ છે. આ મધ્યલોકના સહુથી મધ્યભાગમાં ૧ લાખ યોજન વિસ્તૃત જંબૂદ્વીપ નામે દ્વીપ છે. એની ચારે બાજુ ઘેરાયેલો ર લાખ યોજના વિસ્તૃત લવણ સમુદ્ર આવેલો છે. એની ચારે બાજુ ઘેરાયેલો ૪ લાખ યોજન પ્રમાણ ધાતકીખંડ આવેલ છે. ત્યાર બાદ આ ધાતકીખંડને ચારે બાજુ વીંટળાયેલો ૮ લાખ યોજન પ્રમાણ કાલોદધિ સમુદ્ર આવે છે. આ કાલોદધિ સમુદ્રની ચારે બાજુથી ઘેરાયેલ ૧૬ લાખ યોજન પ્રમાણ પુષ્કરવરદ્વીપ નામે દીપ આવે છે. આ (૨૫૪ | ૨૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy