________________
જૈન કોસ્મોલોજી
-- -
પ્રકીર્ણક
-
-
-
-
-
-
-
----
-
106
તપ (બાહ્ય-અત્યંતર ૧૨ પ્રકારે)
(૨) ૬ પ્રકારનો બાહા તપ 3 હવે ૬ પ્રકારનો અત્યંતર તપ કહેવાય છે. આ તપ લોકોની બાહ્યદષ્ટિથી જાણી શકાતો નથી. આનાથી બાહ્ય શરીર તપતું નથી. લોકો તપસ્વી કહેતા નથી, પરંતુ આ તપ અત્યંતર આત્માને અને મનને તપાવે છે અને વિશેષતઃ આ તપ અંતરંગ પ્રવૃત્તિવાળો હોય છે, તેવા પ્રાયશ્ચિતાદિને અત્યંતર તપ કહેવાય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું..
(૧)પ્રાયશ્ચિત તપઃથયેલા અપરાધની શુદ્ધિકરવી તે પ્રાયશ્ચિત તપ” કહેવાય અને આના ૧૦ભેદ છે. (૧) આલોચના, (૨) પ્રતિક્રમણ, (૩) મિશ્ર, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (કાયોત્સર્ગ) (૬) તપ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિત પ્રાયશ્ચિત. I૬ (૨) વિનય તપઃ ગુણવંતની ભકિત-બહુમાન કરવું અથવા આશાતના ન કરવી તે “વિનય તપ” કહેવાય. તે દર્શન-જ્ઞાન-ચારિત્ર-મન-વચન-કાયા અને ઉપચાર એમ સાત પ્રકારે છે અથવા મનાદિ ૩યોગ રહિત ૪ પ્રકારનો પણ
૪ (૩) વૈયાવચ્ચતપઃ આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, સ્થવિર (ત્રણ પ્રકારે-જ્ઞાનથી, વયથી, પર્યાયથી) ગ્લાન (વ્યાધિગ્રસ્ત સાધુ), શૈક્ષક-(નવદીક્ષિત સાધુ), સાધર્મિક (એક માંડલીમાં ગોચરીના વ્યવહારવાળા) કુલ ચાન્દ્રાદિ) ગણ (આચાર્યનો સમુદાય), સંઘ (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા)નું યથાયોગ્ય આહાર, વસ્ત્ર, ઔષધ, પાત્ર, આજ્ઞાપાલનાદિથી ભક્તિબહુમાનાદિ કરવું તે ૧૦ પ્રકારે “વૈયાવચ્ચ તપ” કહેવાય છે. એ અપ્રતિપાતિ ગુણ સ્વરૂપ છે.
(૪) સ્વાધ્યાય તપઃ (૧) ભણવું-ભણાવવું... તે વાચના, (૨) સંદેહ પૂછવો... તે પૃચ્છના, (૩) ભણેલ અર્થને સંભારવો... તે પરાવર્તન, (૪) ધારેલા અર્થનું સ્વરૂપ વિચારવું તે અનુપ્રેક્ષા અને (૫) ધર્મોપદેશ આપવો તે ધર્મદેશના આ ૫ પ્રકારે “સ્વાધ્યાય તપ” જાણવો. IT (૫) ધ્યાનતપ એમ તો ધ્યાનના ૪ પ્રકાર છે. પરંતુ અહીં માત્ર શુભ ધ્યાન રૂપ હોવાથી ધર્મધ્યાન અને શુક્લધ્યાનનો જ સમાવેશ કરવામાં આવેલ છે. ધ્યાન એટલે -યોગની એકાગ્રતા અથવા યોગનિરોધ એમ ૨ અર્થ છે. અહીં ધર્મધ્યાન અને શુક્લધ્યાનના પણ ૪-૪ ભેદો છે તે આ પ્રમાણે ધર્મધ્યાનનો (૧) આજ્ઞાવિચય, (૨) અપાયરિચય, (૩) વિપાકવિચય, (૪) સંસ્થાનવિચય તેમજ શુક્લધ્યાનનો (૧) પૃથત્વ વિતર્ક સવિચાર, (૨) અમૃથક્ત (એકત્વ) વિતર્ક સવિચાર, (૩) સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ, (૪) વ્યછિન્ન ક્રિયા અપ્રતિપાતી, એમ ચાર પ્રકારે છે.
(૬) કાયોત્સર્ગ તપ: ૨ પ્રકારે... કાય એટલે કાયા વગેરેના વ્યાપારનો ઉત્સર્ગ એટલે ત્યાગ તે કાર્યોત્સર્ગ અથવા (સામાન્ય શબ્દથી) ઉત્સર્ગ કહેવાય. તે ઉત્સર્ગદ્રવ્યોત્સર્ગ અને ભાવોત્સર્ગ એમ ર ભેદ છે. ત્યાં દ્રવ્યોત્સર્ગ ૪ પ્રકારનો અને ભાવોત્સર્ગ ૩ પ્રકારનો છે તે આ પ્રમાણે... Iક્ર દ્રવ્યોત્સર્ગઃ (૧) ગણોત્સર્ગઃ ગણ-ગચ્છનો ત્યાગ કરી જિનકલ્પાદિ કલ્પ અંગીકાર કરવો તે, (૨) કાયોત્સર્ગઃ (પાદપોપગમનાદિ ભેદવાળા) અનશનાદિ વ્રત લઈને કાયાનો ત્યાગ કરવો, (૩) ઉપધિઉત્સર્ગઃ કલ્પ વિશેષની સામાચારી પ્રમાણે ઉપધિનો ત્યાગ કરવો તે, અને (૪) અશુદ્ધભક્તપાનોત્સર્ગ: અધિક અથવા અશુદ્ધાહારનો ત્યાગ કરવો તે... જ ભાવોત્સર્ગઃ (૧) કષાયોત્સર્ગ કષાય (ક્રોધાદિ) ત્યાગ, (૨) ભવોત્સર્ગ: ભવના કારણરૂપ મિથ્યાત્વાદિ બંધ હેતુનો ત્યાગ કરવો તે, (૩) કર્મોત્સર્ગ: જ્ઞાનાવરણાદિ કર્મનો ત્યાગ કરવો તે.
આ પ્રમાણે ૬ પ્રકારનો અત્યંતર તપ છે એમ જાણવું..
- ૨૪૫) www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only