________________
જૈન કોસ્મોલોજી
————
તપ (બાહ્ય-અત્યંતર ૧૨ પ્રકારે) (૧) ૬ પ્રકારનો બાહ્ય તપ
106
જ તપનાં મુખ્ય ૨ પ્રકાર કહેવાય છે. (૧) બાહ્યતપ, (૨) અત્યંતર તપ અને આ બંનેના પણ ૬-૬ પ્રકારો શાસ્ત્રોમાં બતાવ્યા છે, તે આ પ્રમાણે (૧) બાહ્યતપનાં ૬ પ્રકાર...
પ્રકીર્ણક
u૪ (૧) અનશન તપ : ‘‘અન્’’ એટલે નહીં “અશન” એટલે આહાર અર્થાત્ સિદ્ધાંતવિધિએ આહારનો ત્યાગ કરવો... તે અનશન તપ કહેવાય છે. પરંતુ પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ)ની અપેક્ષા રહિત ભૂખ્યા રહેવા માત્રથી અનશન તપ થતો નથી, એ તો લાંઘણ માત્ર કહેવાય છે.
rTM (૨) ઉણોદરી તપ : ‘‘ન” એટલે ન્યૂન કરી = ઉદરપૂર્તિ કરવી તે અહીં ઉપકરણની ન્યૂનતા કરવી અને ક્ષુધા કરતાં ન્યૂન આહાર કરવો તે “દ્રવ્ય ઉણોદરી’’ કહેવાય તથા રાગાદિ અલ્પ કરવાં તે “ભાવ ઉણોદરી’’ કહેવાય. આ તપમાં પુરુષોનો આહાર ૩૨ કવલ અને સ્ત્રીનો આહાર ૨૮ કવળ પ્રમાણે ગણીને યથાયોગ્ય પુરુષની ઉણોદરીકા ૮-૧૨-૧૬-૨૪ અને ૩૧ કવલ લક્ષણથી પાંચ પ્રકારે થાય છે અને સ્ત્રીને ઉણોદરીકા ૪-૮-૧૨-૨૦-૨૭ કવલ લક્ષણ વડે પાંચ પ્રકારે થાય છે.
rTM (૩) વૃત્તિ સંક્ષેપ તપ : દ્રવ્યાદિક ચાર ભેદે મનોવૃત્તિનો સંક્ષેપ અર્થાત્ દ્રવ્યથી-અમુક વસ્તુનો, ક્ષેત્રથી-અમુક સ્થાનનો, કાળથી-અમુક કાળે અને ભાવથી રાગદ્વેષ રહિતપણે જે ભિક્ષા વગેરેનાં અભિગ્રહ કરવા તે (મનોવૃત્તિઓ પાછી હટાવવા રૂપ) વૃત્તિસંક્ષેપ કહેવાય છે.
rTM (૪) રસત્યાગ તપ : ૨સ એટલે દૂધ-દહીં-ઘી-તેલ-ગોળ અને તળેલી વસ્તુ એ ૬ લઘુવિગઈ તથા મદિરા-માંસ-માખણ અને મધ એ ૪ મહાવિગઈ. ત્યાં મહાવિગઈનો સર્વથા ત્યાગ અને લઘુવિગઈનો દ્રવ્યાદિ ૪ ભેદે યથાયોગ્ય ત્યાગ કરવો તે રસત્યાગ કહેવાય.
૪ (૫) કાયક્લેશ તપ : વીરાસનાદિ આસનોથી બેસવું – કાર્યોત્સર્ગ કરવો અને લોચ-વિહારાદિ કરવા ઇત્યાદિ કાયક્લેશ કહેવાય.
rTM (૬) સંલીનતા તપ ઃ સંલીનતા એટલે સંવરવું – સંકોચવું ત્યાં અશુભ માર્ગે પ્રવર્તતી ઈન્દ્રિયો સંવરવી એટલે પાછી હઠાવવી તે “ઈન્દ્રિય સંલીનતા”, કષાયોને રોકવા તે “કષાયસંલીનતા”, અશુભ યોગથી નિવર્તવું તે ‘યોગસંલીનતા’’ અને સ્ત્રી-પશુ-નપુંસકતાના સંસર્ગવાળા સ્થાનનો ત્યાગ કરી સારા સ્થાનમાં રહેવું તે “વિવિક્ત ચર્ચા સંલીનતા' કહેવાય એમ ૪ પ્રકારે સંલીનતા તપ જાણવું... એ પ્રમાણે ૬ પ્રકારનો બાહ્ય તપ છે કે જે તપ મિથ્યાદષ્ટિઓ પણ કરે છે અને જેને જોઈ લોક પણ આ તપ કરનારને તપસ્વી કહે છે અને આ તપ બાહ્ય દેખાવવાળો છે તથા શરીરને તપાવે છે માટે “બાહ્ય તપ” કહેવાય છે.ર
Jain Education International
આ અનશનનાં ૨ ભેદ છે. (૧) યાવત્કથિક અને (૨) ઈત્વકથિક, ત્યાં યાદવોયગમન અને ભક્ત પ્રત્યાખ્યાન એ બે અવશત મરણ પર્યંત સંલેખતાપૂર્વક કરાય છે. તેનાં પા નિર્ધારમઅને અનિમિએવા ૨-૨ ભેદ છે. ત્યાં અનશન અંગીકાર કર્યાં પછી શરીરો નિયત સ્થાનથી બાહર કાઢવું તે નિહાર્ટારમઅને તે જ સ્થાનકે રહેવું તે હારિમ, એ ચારેય ભેદ યાવજ્જીવ અાશવનાં છે અને ઈત્વરાથક અનશન સર્વથી અને દેશથી એસર પ્રકારે છે. ત્યાં ચારે પ્રકારના આહારના ત્યાગવાળો (ચવિહાર) ઉપવાસ-છટ્ઠ-અક્રર્વાદ સર્વથી કહેવાય તે નમુક્કારરહિયું (નવકારશી), પોરની, સાપોરસી આદિ દેશથી કહેવાય.
For Private & Personal Use Only
૨૪૩
www.jainelibrary.org