________________
જૈન કોસ્મોલોજી
અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના ૬ આરા
દસ (૬) દુષમ-દુષમ આરોઃ (૨૧,૦૦૦વર્ષ) આ આરામાં સંપૂર્ણપણે પૃથ્વી પર પ્રલય જેવું વાતાવરણ સર્જાતાં ૫ પ્રકારના દુષ્ટ મેઘો વરસશે તેના કારણે પર્વતો, મકાનો, વૃક્ષો બધું નષ્ટ થઈ જશે, નદીઓ સુકાઈ જશે, સખત ગરમી-સખત ઠંડી પડશે. વૈતાઢ્ય પર્વતની ઉત્તર-દક્ષિણ દિશામાં ગંગા-સિંધુના કિનારા પર જે ૩૬-૩૬ બિલો આવેલાં છે, તેમાં મનુષ્યો વસવાટ કરશે. આયુષ્ય શરૂઆતમાં ૨૦વર્ષનું હશે, દેહ-૧ હાથનો હશે. પાંસળી-૮, આહારની ઈચ્છા અમર્યાદિત, ગમે તેટલું ખાવા છતાં તૃપ્તિ નહિ થાય, ધાન્યાદિનો આહાર નહિ મળે, પરંતુ રથની ચીલા જેટલી વહેતી ગંગા-સિંધુ નદીમાં ઉત્પન્ન થતાં કાચબા, માછલાં વગેરેને પકડીને નદીના રેતીના પટમાં સુકવીને રાત્રિમાં ભક્ષણ કરશે. દિવસે અત્યંત તાપ અને રાત્રે અત્યંત ઠંડીના કારણે તેવા સમયે બહાર નહિ નીકળે, પરંતુ સંધ્યા સમયે બહાર નીકળીને પોતપોતાનું કાર્ય કરી પાછા બિલોમાં પેસી જશે. પરસ્પર ક્લેશવાળા, દીન-હીન-દુર્બળ-દુરાચારી-દુર્ગંધી-રોગિષ્ટ, નગ્ન, અપવિત્ર, માતા-બહેન પ્રત્યેનાં વિવેક વગરના, છ વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરશે. ભૂંડણની જેમ ઘણાં બાળકો પેદા કરશે અને આ આરામાં જન્મનારા અત્યંત દુ:ખમાં જ આયુષ્ય પૂર્ણ ક૨શે અને ત્યાંથી મરી પ્રાયઃ નરક-તિર્યંચમાં જ જશે.
પ્રકીર્ણક
105
(ઉત્સર્પિણી કાળના ૬ આરા)
* અવસર્પિણીથી ઉલટી ગતિએ ઉત્સર્પિણી કાળ ચાલે છે, જેમાં પહેલો આરો ૨૧,૦૦૦ વર્ષનો અવસર્પિણી કાળના છઠ્ઠા આરાસમાન જાણવો. વિશેષમાં આ કાળમાં આયુષ્ય-શરીર-બળ આદિ સારભૂત ગુણોની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહેશે. બીજો દુષમ નામનો આરો પણ અવસર્પિણીના પાંચમા આરાની જેમ ૨૧,૦૦૦ વર્ષનો છે. ભરત-ઐરવત ક્ષેત્રમાં ૫ પ્રકારની સુવૃષ્ટિ થશે, ધરતીની ગરમી દૂર થશે, દુર્ગંધ દૂર થશે, સ્નિગ્ધતા વધતી જશે, ૨૪ પ્રકારનાં ધાન્યો ઉગશે, ધરતી રસ-કસવાળી બનશે, બીલવાસી લોકો બીલમાંથી ધીરે-ધીરે બહાર નીકળી આ શસ્ત્રોત્પત્તિ (ધાન્યોત્પત્તિ) નિહાળી ખુશથશે, ફળફળાદિનો આહાર કરતાં થશે, ખોરાક સ્વાદિષ્ટ લાગવાથી માંસાહાર છોડશે, ધીરે-ધીરે સમાજ વ્યવસ્થા ચાલુ થશે અને પરંપરાએ જ્ઞાનબુદ્ધિ-સમજ આદિની વૃદ્ધિ થતી જશે. ત્યારબાદ દુષમસુષમ નામનો ત્રીજો આરો આ અવસર્પિણીના ચોથા આરા જેવો આવશે. તેમાં અનુક્રમે ૨૩ તીર્થંક૨, ૧૧ ચક્રવર્તી, ૯ વાસુદેવ-બળદેવ-પ્રતિવાસુદેવ થશે, શુભ વર્ણ-ગંધ-રસ આદિ પર્યાયોની ક્રમશઃ વૃદ્ધિ થતી જશે અને પછી સુષમદુષમ નામનો ચોથો આરો શરૂ થશે. અવસર્પિણીના ત્રીજા આરાની જેમ ૨ કોડાકોડી સાગરોપમ કાળવાળો જેની શરૂઆતમાં ૮૪ લાખ પૂર્વ + ૩ વર્ષ સાડા આઠ મહિના પૂર્ણ થતાં ચોવીસમા તીર્થંકર મોક્ષે પધારશે, ૧૨મા ચક્રવર્તી પણ આયુષ્ય પૂર્ણ કરશે. ત્યારબાદ અનુક્રમે અત્યંત રસવાળો કાળ આવવાથી અગ્નિ વિચ્છેદ પામતાં અગ્નિથી પકાવેલ અન્ન, ખાદ્યસામગ્રી, સર્વ સ્થિતિ વિચ્છેદ થશે અને મનુષ્યોની ઇચ્છાઓને પૂરનારા ૧૦ પ્રકારના કલ્પવૃક્ષની ઉત્પત્તિ શરૂ થાય છે. મનુષ્યો-પશુઓ આ કલ્પવૃક્ષો પાસેથી ઇચ્છાનુસાર ફળ પ્રાપ્ત કરે છે. દરેક પ્રકારના વ્યવસાયો બંધ થઈ જાય છે. યુગલિકો ઉત્પન્ન થવા માંડે છે, બાદર અગ્નિ અને ધર્મનો વિચ્છેદ થાય છે. આમ, યુગલિયા અકર્મભૂમિ સમાન બનતા જાય છે. પાંચમો સુષમા નામનો આરો ૩ કોડાકોડી સાગરોપમનો છે, જે અવસર્પિણીના બીજા આરારૂપ વર્ણાદિની અનુક્રમે વૃદ્ધિ સ્વરૂપ યુગલિકકાળ જાણવો. ત્યારબાદ ૪ કોડાકોડી સાગરોપમનો સુષમસુષમા નામનો છઠ્ઠો આરો અવસર્પિણીના પહેલા આરા સમાન ઉત્તરોત્તર શુભ પર્યાયોની વૃદ્ધિ સ્વરૂપ જાણવો. આમ, ૧૦ કોડાકોડી સાગરોપમ પૂરા થતાં ઉત્સર્પિણીકાળ પૂરો થાય છે. એમ ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ એક કાળચક્ર પૂર્ણ થાય છે અને આવા અનંતકાળચક્રોનું ૧ પુદ્ગલપરાવર્તન થાય છે.
૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org