________________
જૈન કોસ્મોલોજી -------------
––––––––––મકીક
આ કર્મ એટલે શું ?
104
If જ્ઞાનાવરણીય કર્મ (ઘાતિકમ) : જ્ઞાનાવરણીયકર્મ વસ્તુના વિશેષ બોધરૂપ જ્ઞાનગુણને ઢાંકે છે માટે તે આંખે પાટા બાંધેલા જેવું છે. આ કર્મના ઉદયથી જીવને અજ્ઞાન-મૂઢતા અને મૂર્ખતાદિ પ્રાપ્ત થાય છે તેમજ આ કર્મનાં ક્ષયથી અનંત જ્ઞાનગુણની પ્રાપ્તિ થાય છે. વળી તેના ક્ષયોપશમથી જીવને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને સંપૂર્ણ ક્ષયથી પાંચમું કેવળજ્ઞાન થાય છે. ૪િ દર્શનાવરણીયકર્મ (ઘાતિકર્મ) : દર્શનાવરણીયકર્મ વસ્તુનાં સામાન્ય બોધરૂપ દર્શનગુણને ઢાંકે છે. તે રાજયના દ્વારપાલ સમાન છે. આ કર્મના ઉદયથી બહેરાપણું-અંધત્વ-મૂકત્વ-ઈન્દ્રિયોની ખોડખાંપણ-નિદ્રાદિ-૫ આવે છે. આ કર્મનાં ક્ષયોપશમથી ચક્ષુદર્શન-અચસુદર્શન-અવધિદર્શનની પ્રાપ્તિ અને સંપૂર્ણ ક્ષયથી કેવળદર્શનની પ્રાપ્તિ થાય છે. ફ્રિ વેદનીયકર્મ (અઘાતિકમ) =વેદનીય કર્મ આત્માનાં અવ્યાબાધ સુખરૂપ ગુણને ઢાંકે છે. વળી, તે મધથી ખરડાયેલી તલવારની ધાર સમાન છે. આ કર્મના ઉદયથી જીવ સુખ-દુ:ખનો, શાતા-અશાતાનો અનુભવ કરે છે તેમજ આ કર્મના ક્ષયથી આત્માને અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. ૪િ મોહનીયકર્મ (ઘાતિકમ) : મોહનીયકર્મ ક્ષાયિક સમ્યક્ત્વ અને વીતરાગતાને રોકનાર છે. આ કર્મ મદિરાપાન સમાન છે. (નશા જેવું છે.) તેના ઉદયથી રાગ-દ્વેષ, કષાય, વિરતિ, હાસ્યાદિ-૬, ૯-નોકષાય વગેરે થાય છે. આ મોહનીયકર્મના ૨ ભેદ છે. (૧) દર્શન મોહનીય, (૨) ચારિત્ર મોહનીય. આના ક્ષયથી શાયિક સમ્યક્ત્વ અને વીતરાગતા પ્રગટે છે. ૪િ આયુષ્યકર્મ (અધાતિકમ) : આયુષ્યકર્મ આત્માના અક્ષયસ્થિતિ ગુણને રોકનાર છે. તે જેલની બેડી સમાન છે. આ કર્મના ઉદયથી જીવને ચતુર્ગતિમાં જન્મ-મરણ કરવા પડે છે. વળી, આ કર્મના ક્ષયથી આત્માને અક્ષયસ્થિતિ ગુણની પ્રાપ્તિ થાય છે, તેમજ સદાને માટે જન્મ-મરણના ભયંકર દુઃખમાંથી જીવ મુક્ત બને છે. If નામકર્મ (અઘાતિકમ) : નામકર્મ આત્માના અમૂર્ત (અરૂપી) ગુણને ઢાંકનાર છે. તે ચિત્રકાર સમાન છે. આ કર્મના ઉદયથી
જીવને ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ-યશ-અપયશાદિની પ્રાપ્તિ થાય છે અને આ કર્મના ક્ષયથી અરૂપીપણું પ્રગટે છે. I૪ ગોત્રકર્મ (અઘાતિકમી) : ગોત્રકર્મ આત્માના અગુરુલઘુ ગુણને ઢાંકે છે. તે કુંભારના ઘડા સમાન છે. આ કર્મના ઉદયથી ઊંચ-નીચ, ઉત્તમ-અધમ કુલની પ્રાપ્તિ થાય છે. આ કર્મના ક્ષયથી અગુરુલઘુગુણની પ્રાપ્તિ થાય છે. ૪િ અંતરાયકર્મ (ઘાતિકમ) : અંતરાયકર્મ આત્માના અનંતવીર્યાદિ ગુણને રોકનાર છે. તે રાજાના ભંડારી સમાન છે. આ કર્મના ઉદયથી કાણતા-અલાભ-દરિદ્રતા-ભોગોપભોગ-પરાધિનતા-દુર્બલતાદિની પ્રાપ્તિ થાય છે. વળી, આ કર્મના ક્ષયથી અનંત વીર્યાદિ ગુણની પ્રાપ્તિ થાય છે. S* આઠ કર્મમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ૪ ઘાતિ કર્મ છે. તેમાં પણ મોહનીય કર્મ તે આઠે કર્મોમાં મુખ્ય (રાજા જેવું ) કહેવાય છે. &િ ઘાતિકર્મ આત્માના જ્ઞાનાદિ ગુણનો ઘાત કરે છે. તેથી તેને “ઘાતિકર્મ” કહેવાય છે. # ઘાતિકર્મનો જે ભવે ક્ષય થાય છે તે જ ભવમાં અઘાતિકર્મનો પણ ક્ષય થઈ જાય છે, તેનો ક્ષય કરવા માટે પુરુષાર્થ નથી કરવો પડતો. આ આત્માને મોક્ષ સુધી પહોંચાડવામાં બાધક બનતાં નથી, માટે તેને “અધાતિકર્મ” કહ્યાં છે. # ચાર ઘાતિ કર્મોના સંપૂર્ણ ક્ષય થવાથી સુવિશુદ્ધ કેવલજ્ઞાન-કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે. તેના લીધે સમસ્ત લોકાલોકના ભાવપર્યાયોને જોઈ-જાણી શકાય છે. જ આઠ કર્મોનો ક્ષય થવાથી અવ્યાબાધ અનંત એવા મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. માટે જ કહેવાયું છે... “કૃસ્ત્રક્ષયાન્વોક્ષ.” (તસ્વાર્થ સૂત્ર)
૪ આ આઠે કર્મોનું વિશેષ સ્વરૂપ... ૧ થી લઈ ૬ કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ (કમ્મપયડી), પંચસંગ્રહ-ભાગ ૧-૨, ઉદય સ્વામિત્વ, ઉદીરણા સ્વામિત્વ, સત્તા સ્વામિત્વ, ઉપશમનાકરણ, ઉપશમશ્રેણિ, ક્ષપકશ્રેણિ (ખવ.સેઢી) વગેરે.... અનેક ગ્રંથોમાં જોવા મળે છે.
ની ૨૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org