________________
જૈન કોસ્મોલોજી
૧૪ ગુણસ્થાનક એટલે જીવનો વિકાસક્રમ(ચાલુ)
ur ઉપશમશ્રેણિ કરનાર જીવ ઉપશમ યા ક્ષાયિક સમકિતી હોય છે. જ્યારે ક્ષપકશ્રેણિ કરનાર જીવ નિયમા ક્ષાયિક સમકિતી જ હોય છે.
ઉપશમશ્રેણિ કરનાર ૮-૯-૧૦મા ગુણસ્થાનકે થઈ, ૧૧ મે ગુણસ્થાનકે જાય છે.
ક્ષપકશ્રેણિ કરનાર ૮-૯-૧૦માં ગુણસ્થાનકે થઈ સીધો ૧૨મે ગુણસ્થાનકે જાય છે. દસ ઉપશમશ્રેણિથી જીવનું નિયમા પતન થાય છે. આ પતન બે પ્રકારનું હોય છે.
(૧) આયુષ્ય પૂર્ણ થયે (ભવક્ષયે) (૨) ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થયે (કાળક્ષયે). ભવક્ષયે જીવ વૈમાનિકમાં જાય અને કાળક્ષયે જેમ ચઢ્યો હોય, તેમ નીચે ઊતરે; યાવત્ પહેલે મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ પહોંચી જાય.
us (૯) અનિવૃત્તિ બાદર સંપરાય : ચારિત્ર મોહનીય (સૂક્ષ્મ સંજ્વલન લોભ સિવાય) સર્વ પ્રકૃતિનો અહીં ઉપશમ અથવા ક્ષય થાય છે.
檸
પ્રકીર્ણક
(૧૦) સૂક્ષ્મ સંપરાય ઃ સૂક્ષ્મ સંજ્વલન લોભનો અહીં ઉપશમ અથવા ક્ષય થાય છે.
T
(૧૧) ઉપશાંત મોહ ઃ ચારિત્ર મોહનીયની સર્વ પ્રકૃતિઓ અહીં ઉપશાંત હોય છે. આ ગુણસ્થાનકથી નિયમા જીવ પાછો પડે છે.
101
呀
(૧૨) ક્ષીણમોહ : મોહનીયની સર્વ પ્રકૃતિઓનો અહીં ક્ષય હોય છે. અંતર્મુહૂર્ત રહી શેષ ત્રણ ઘાતી
કર્મનો (એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મનો) ક્ષય કરી આગળ વધે છે.
દસ (૧૩) સયોગી કેવળી : કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય આ ચાર આત્મગુણો અહીં પ્રગટ થાય છે.
પૂર્વનાં ત્રીજા ભવે જે પુણ્યવાન આત્માઓએ તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું છે, તેઓ આ સ્થાનકને પામી સમવસરણમાં બિરાજી ચતુર્વિધ સંઘની સ્થાપના રૂપ ધર્મતીર્થની સ્થાપના કરી સંસારના જીવોને સંસારતારક, મોહમારક, કલ્યાણકા૨ક મોક્ષનો મહામાર્ગ બતાવે છે. આયુષ્ય કર્મ કરતાં શેષ (વેદનીય-નામ-ગોત્રરુપ ત્રણ) અઘાતી કર્મની સ્થિતિ વધારે હોય, તો કેવલી ભગવંતો કેવલી-સમુદ્દાત કરે છે. છેલ્લા અન્તર્મુહૂર્તમાં બાદ૨ સૂક્ષ્મ યોગનો નિરોધ કરી, અયોગી ૧૪મા ગુણસ્થાનકે જાય છે.
ry (૧૪) અયોગી કેવલી : મેરૂ જેવી નિષ્કપ અવસ્થામાં રહેલ આત્મા પાંચ હ્રસ્વાક્ષર (એ, ઈ, ઉ, ઋ, લૂ) પ્રમાણ કાળ રહી અથાતી ચારે કર્મનો ક્ષય કરી, નિર્વાણ પામી અક્ષય, અવ્યાબાધ, શાશ્વત સ્થાનરૂપ મોક્ષપદને પામે છે.૧
Jain Education International
હિ
ટૂંકમાં ઉપરોક્ત ૧૪ ગુણસ્થાનકનો સંક્ષિપ્ત પરિચય કરાવવાની વિચારણા પાછળ ઊંડે ઊંડે એક જ વાત છુપાયેલી છે, કે આત્મા નવતત્ત્વના પદાર્થને સમજે, જાણે, સ્વીકારે, જીવનમાં આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત કરી પરંપરાએ આ ગુણસ્થાનકમાં આરોહણ કરતાં કરતાં અનુક્રમે મોક્ષને પામે
For Private & Personal Use Only
૨૩૧
www.jainelibrary.org