________________
જૈન કોસ્મોલોજી -------
પ્રકીર્ણક
૧૪ ગુરથાનક એટલે જીવનો વિકાસક્રમ
101
૪િ (૧) મિથ્યાત્વ ગુણસ્થાન: ગાઢ અંધકારમાં માનવીને જેમ કાંઈ ન સૂજે, તેમ આ અવસ્થામાં જીવને જીવનની સાચી દિશા સૂઝતી નથી. અર્થાત્ જે કરવાનું હોય તે ન કરે અને ન કરવાનું હોય તે કરે છે. આવી અવસ્થામાં અથડાતાં કૂટાતાં સદ્ભાગ્યે કોઈ કલ્યાણ મિત્ર યા ત્યાગી-તપસ્વી મહાત્માઓનો સુયોગ સાંપડે અને તેમનાં વારંવાર સત્સંગ-સંપર્કથી, ધર્મોપદેશનાં શ્રવણ-મનનથી અપૂર્વ (અનાદિ સંસારમાં પહેલાં કયારે પણ ન આવેલો) અધ્યવસાય (મનમાં શુભ વિચારોની ધારા) પ્રગટ થાય, કે જેનાથી અનાદિ કાળની રાગવૈષની ગ્રંથિનો ભેદ કરીને (ગ્રંથી ભેદ પછી અન્તર્મુહૂર્ત) અનાદિની મિથ્યાત્વ દશાના પંજામાંથી છૂટી, સર્વ પ્રથમ જીવ ઉપશમ સમ્યકત્વરૂપ ચોથા ગુણસ્થાનકને સ્પર્શે (પામે) છે. (કોઈ જીવ ૫-૬-૭માં ગુણસ્થાનકને પણ પામે છે.). I૪ (૨) સાસ્વાદન ગુણસ્થાનઃ ઉપશમ સમ્યક્ત્વ પામેલો જીવ કોઈ નિમિત્ત વશ બની પડે. (પતન થાય)
ત્યારે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે પહોંચતાં અલ્પ સમય (જઘન્યથી ૧ સમય ઉત્કૃષ્ટથી છ આવલિકા) માટે સમ્યક્ત્વનો સ્વાદ રહી જાય છે, તે આ ગુણસ્થાનક. (આ ગુણસ્થાનકથી આત્મા પડતો જ હોય છે.) ૪િ (૩) મિશ્ર ગુણસ્થાનકઃ વીતરાગ કથિત ધર્મ પ્રત્યે રાગ-દ્વેષ (રુચિ-અરુચિ) બંનેમાંથી એક પણ ન હોય, તેવી સ્થિતિ આ ગુણસ્થાનકવાળાની હોય છે. જો કે આવાં પરિણામ અન્તર્મુહૂર્તથી વધુ આત્મામાં ટકતાં પણ નથી. ૪ (૪) અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનક સમ્યક્ત્વ (સમ્યગુદર્શન) ગુણને પામેલો જીવ આ ગુણસ્થાનકે આવે છે. આ રીતે આત્મશુદ્ધિના વિકાસનો એકડો અહીંથી શરૂ થાય છે. આત્માના પૂર્ણ વિકાસમાં (યાવતુ મોક્ષ પ્રાપ્તિ સુધી) આ ગુણસ્થાનક મહત્ત્વનો ભાગ ભજવે છે. વિવેચક્ષુ જીવનમાં અહીં ખૂલી જાય છે. હેય (છોડવા જેવું) અને ઉપાદેય (સ્વીકારવા જેવું)ની બાબતમાં જ્ઞાનીના વચનોમાં પૂર્ણ વિશ્વાસ જાગે છે.
(૫) દેશવિરત ગુણસ્થાનક સભ્યશ્રદ્ધા-સમજના બળે આગળ વધતો જીવ સાવદ્ય પાપમય વ્યાપારોના સર્વત્યાગના લક્ષ્યને નજર સામે રાખી, અલ્પ ત્યાગમાં આવે, ત્યારે આ ગુણસ્થાનકને પામે. (ઉપર મુજબ ત્રણે પ્રકારના સમ્યત્વી અહીં તેમજ ૬-૭માં ગુણસ્થાનકે પણ હોય છે.) IT (૬) પ્રમત્તસંયતઃ સાંસારિક બંધનોમાંથી છૂટી સર્વસાવદ્ય-પાપમય વ્યાપારોના ત્યાગની સર્વ પ્રકારે પ્રતિજ્ઞા-પચ્ચકખાણ દ્વારા સંસાર (ભવોદધિ) તારક સંયમ માર્ગની આરાધના કરતો જીવ આ ગુણસ્થાનકે હોય છે. ૪િ (૭) અપ્રમત્તસંયતઃ સંયમ માર્ગની સર્વોત્તમ આરાધના સાથે સ્વ (આત્મા) ગુણમાં રમતો જીવ આ ગુણસ્થાનકે હોય છે, (૬-૭ આ બંને ગુણસ્થાનકમાં જીવ દેશોન-પૂર્વ કોટિ કાળ સુધી (ક્રોડપૂર્વરહે છે, પરંતુ બંનેમાંના ગમે તે એક ગુણસ્થાનકે અંતર્મુહૂર્તથી વધુ સમય રહેતો નથી. જઘન્યથી ૧ સમય પણ રહે છે.) ૪િ (૮) અપૂર્વકરણ અપૂર્વ અધ્યવસાયના બળે ચારિત્ર મોહનીય કર્મના ઉપશમ કે ક્ષય માટેની તૈયારી આ ગુણસ્થાનકે થાય છે. હવે ઉપશમશ્રેણિક તથા ક્ષપકશ્રેણિનો* પ્રારંભ અહીંથી થયો કહેવાય. * ઉપશમશ્રેણિ એટલે આત્મામાં મોહનીય કર્મની ઉપશમ (અનુદય) અવસ્થા કરવી... * ક્ષપકશ્રેણિ એટલે મોહનીય કર્મનો આત્મામાંથી સંપૂર્ણ નાશ કરવો...
*_*
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org