________________
ન કોમોલોજી.-.-.-.-.-.-.-.-.-.
પ્રકીર્ણક
૬ વેશ્યાઓનું સ્વરૂપ
100
જિ જેના દ્વારા આત્મા કમોંથી લેવાય છે તેને “લેશ્યા” કહેવાય છે અથવા કષાય યુક્ત યોગની પરિણતીને પણ “લેશ્યા” કહેવાય છે.
મુખ્ય બે ભેદ છે : (૧) દ્રવ્યલેશ્યા અને (૨) ભાવલેશ્યા. કષાય અને યોગથી અનુરંજિત લેશ્યાનાં પુદ્ગલોને “દ્રવ્યલેશ્યા' કહેવાય છે. આ વેશ્યા ૬ પ્રકારે છે : (૧) કષ્ણ (૨) નીલ (૩) કાપોત (૪) તેજો (૫) પદ્મ (૬) શુક્લ. તેમજ કષાય અને યોગના નિમિત્તથી થતા પરિણામને “ભાવલેશ્યા” કહેવાય છે. જ સામેનાં ચિત્રમાં છ લશ્યાનાં પરિણામનું જાંબુના વૃક્ષથી નિરૂપણ કરવામાં આવ્યું છે.
એકવાર ૬ પુરુષો જંગલમાંથી પસાર થતાં હતાં અને અચાનક એક જાંબુનું વૃક્ષ નજરમાં આવ્યું - હવે તેમને ફળો (જાંબુ) ખાવાની ઈચ્છા થતાં દરેક પોતપોતાનાં અલગ-અલગ વિચારો રજૂ કરે છે... જેમ કે...
(૧) કૃષ્ણલેશ્યાવાળો કહે છે કે આપણે જાંબુ ખાવાં છે માટે વૃક્ષને જડમૂળથી જ કાપી નાંખીએ... (૨) નીલલેશ્યાવાળો કહે છે કે વૃક્ષને કાપવાની જરૂર નથી, મોટી શાખાને જ કાપી નાંખીએ... (૩) કાપોતલેશ્યાવાળો કહે છે કે મોટી શાખા શા માટે કાપવી ? નાની-નાની ડાળીઓ જ કાપી નાંખીએ... (૪) તેજોવેશ્યાવાળો કહે છે કે નાની ડાળી પણ શું કામ કાપવી ? જાંબુનાં ઝુમખાં જ કાપી નાખીએ... (૫) પાલેશ્યાવાળો કહે છે કે ઝુમખાં પણ શા માટે કાપવાં ? તેમાંથી ફક્ત જાંબુ જ તોડી લઈએ..
(૬) શુકલેશ્યાવાળો કહે છે કે જાંબુ પણ તોડવાની જરૂર નથી પણ પવનથી નીચે પડેલાં (ખરેલાં) જાંબુ છે તેને જ વીણીને આપણે ખાઈ લઈએ...
[ આ રીતે ઉત્તરોત્તર દરેક વેશ્યાવાળાનાં પરિણામોમાં સાત્વિકતા વધે છે. (એ જ રીતે ચોરનું પણ દૃષ્ટાંત સમજી લેવું.) હવે કૃષ્ણાદિ લેશ્યાવાળા જીવો પ્રકૃતિથી કેવા હોય છે? તે જણાવતા કહે છે કે..
(૧) કૃષ્ણલેશ્યાવાળા - જીવો હિંસા, ચોરી, અસત્યાદિ પાંચે આશ્રવોને સેવનાર, પ્રચંડ ક્રોધી તથા ક્ષુદ્ર પ્રકૃતિવાળા ને કોઈપણ પ્રકારનાં પાપ કરવામાં સાહસિક હોય છે.
(૨) નીલલેશ્યાવાળા – વિષયોમાં લોલુપ, માયાવી, આળસી, ઈર્ષાળુ અને પુદ્ગલ પ્રતિ આસક્ત હોય છે. (૩) કાપોતલેશ્યાવાળા - વક્ર આચારવાળા, ભલા-બુરાનો વિવેક ન કરનારા, પરનિંદા-સ્વપ્રશંસાકારક હોય છે. (૪) તેજોલેશ્યાવાળા - ભલા-બુરાનો વિવેક રાખનાર, દયા-દાન કરનાર, મંદ કષાયી, અચપલ તેમજ તપસ્વી હોય છે. (૫) પાલેશ્યાવાળા - ઉપરોક્ત ગુણો તથા ભદ્ર પરિણામી, સુપાત્રદાની, ક્ષમાવાન, શીલવ્રતાદિનું પાલન કરનાર તેમજ અલ્પભાષી અને શાંત સ્વભાવી હોય છે.
(૬) શુક્લલેશ્યાવાળા - જીવો ધર્મધ્યાન અને શુકલધ્યાનને ધ્યાવનાર, પ્રશાંતચિત્ત, વીતરાગ સંયમી, સમભાવી અને નિદાનાદિ (નિયાણાદિ) ન કરનારા હોય છે. વિજ દરેક વેશ્યાનું વિશેષથી સ્વરૂપ નીચે આપેલ ચાર્ટમાં લખેલું છે ત્યાંથી સમજવું. $િ આ વેશ્યાઓનું વિશેષ સ્વરૂપ શ્રી પ્રજ્ઞાપના, આવશ્યકાદિ ગ્રંથોમાં તેમજ લોકપ્રકાશાદિ ગ્રંથોમાં પણ જાણવા મળે છે તેમજ દિગમ્બરીય ગ્રંથોમાં સર્વાર્થસિદ્ધિ તેમજ ગોમ્મસાર વળી બોદ્ધગ્રંથમાં દીર્ઘનિકાય વગેરેમાં છે અને મહાભારત, પાતંજલ યોગદર્શનાદિમાં પણ તેની અમુક કલ્પના મળે છે. કમ લેથા | અધ્યવસાય વર્ણ | રસ
ગંધ
| સ્પર્શ | ગતિ ૧|કૃષ્ણલેયા | અશુભ તીવ્રતમકાજલની જેમ | કડવી તુંબડીની જેમ સડી ગયેલા ગાયના કલેવર કરતાં વધુ દુર્ગધી...] કરવતથી વધુ કર્કશ નરકગામી ૨ નીલલેશ્યા | અશુભ તીવ્રતર નીલની જેમ સુંઠમરીથી વધુ તીખો મરી ગયેલા કૂતરા કરતાં વધુ દુર્ગધી
ગાયની જીભથી વધુ કર્કશ | તિર્યંચગામી ૩|કાપોતલેશ્યા અશુભ તીવ્ર કિન્શાઈની જેમ કાચી કેરીથી વધુ ખાટો | મરેલા સર્ષ કરતાં વધુ દુર્ગધી
સાગના પાંદડા જેવું કર્કશ | દુર્ગતિગામી ૪ તેજલેશ્યા | શુભ તીવ્ર | હિંગલોકની જેમ પાકી કેરીથી વધુ ખટમીઠો પીલાના પદાર્થથી વધુ સુગંધી
રૂ કરતાં વધુ કોમળ | દેવ વા મનુષ્યગામી
૫ પાલેશ્યા | શુભ તીવ્રતર
હળદરની જેમ મધ કરતાં વધુ મીઠો
સુગંધી પુષ્ય જેવો
માખણ કરતાં વધુ કોમળ | મનુષ્ય વા દેવગામી
૬ શુક્લલેશ્યા | શુભ તીવ્રતમ શંખની જૈમ | ક્ષીરસાગરથી વધુ મીઠો | અત્તરાદિથી વધુ સુગંધી
શિરીષ પુષ્પથી વધુ કોમળમોક્ષગામી
- ૨૨૭) www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only