________________
જૈન કોસ્મોલોજી
-.-.-.-.-.-.-.-.-.-.-.-મકીક (૫) સ્વયંસંબુદ્ધ સિદ્ધ = જે જીવ કોઈના પણ ઉપદેશ વિના જ બોધ પામીને સિદ્ધ થાય તે... (તીર્થકરો...) (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ = જે જીવ કોઈ એકાદ બાહ્ય કારણથી બોધ પામી સિદ્ધ થાય તે... (કરકંડ વગેરે) (૭) બુદ્ધબોધિત સિદ્ધ = જે જીવ આચાર્યાદિના ઉપદેશથી બોધ પામી સિદ્ધ થાય તે... (ગજસુકુમાલાદિ) (૮) સ્ત્રીલિંગ સિદ્ધ = જે જીવ સ્ત્રી શરીરને ધારણ કરી સિદ્ધ થાય તે... (ચંદનબાળા વગેરે). (૯) પુરુષલિંગ સિદ્ધ = જે જીવ પુરુષ શરીરને ધારણ કરી સિદ્ધ થાય તે... (૧૧ ગણધરાદિ વગેરે...) (૧૦) નપુંસકલિંગ સિદ્ધ= જે જીવ જન્મથી નપુંસક ન હોય પણ પછી કો'ક કારણોસરથી નપુંસક થયેલ હોય તેવો જીવ... (ગાંગેય વગેરે) (૧૧) સ્વલિંગસિદ્ધ =જે જીવ રજોહરણ-પાત્રા-ગુચ્છા-સાધુવેષ રૂપ દ્રવ્યલિંગમાં સિદ્ધ થાયતે.. (જંબૂસ્વામી વગેરે) (૧૨) અન્યલિંગ સિદ્ધ = જે જીવ પરિવ્રાજકાદિ અથવા વલ્કલાદિ રૂપ દ્રવ્યલિંગમાં રહે છે તે સિદ્ધ થાય તે... (વલ્કલચિરી વગેરે) (૧૩) ગૃહિલિંગ સિદ્ધ = જે જીવ ગૃહસ્થાશ્રમમાં રહેતે છતે સિદ્ધ થાય તે... (ભરત મહારાજા વગેરે) (૧૪) એક સિદ્ધ = જે જીવ એક જ સમયમાં એકલો જ સિદ્ધ થાય તે... (ભગવાન મહાવીર વગેરે). (૧૫) અનેક સિદ્ધ = જે જીવ એક સમયમાં અનેકની સાથે સિદ્ધ થાય તે.. (ભગવાન ઋષભદેવ વગેરે) I એક સમયમાં અનેક જીવો મોક્ષે જાય છે, તો વધારેમાં વધારે ૧૦૮ જ જાય છે તેથી વધારે નહીં. તે માટે પ્રવચન સારોદ્ધારની ૪૭૮મી ગાથામાં બતાવ્યું છે કે...
बत्तीसा अडयाला सट्ठी, बावत्तरी य बोधव्वा । चुलसीई छन्नउइ उ, दुसहियमद्रुत्तरसयं च ॥ ४७८ ॥ જિ જેનો અર્થ કાંઈક આ પ્રમાણે છે... I૪ ૮ સમય સુધી નિરંતર ૧ થી માંડી ૩૨ જીવો મોક્ષે જાય... પછી નિયમા અંતર પડે જ... ફ્રિ ૭ સમય સુધી નિરંતર ૩૩ થી માંડી ૪૮ જીવો મોક્ષે જાય... પછી નિયમાં અંતર પડે જ...
સમય સુધી નિરંતર ૪૯ થી માંડી ૬૦ જીવો મોક્ષે જાય... પછી નિયમા અંતર પડે જ... # ૫ સમય સુધી નિરંતર ૬૧ થી માંડી ૭૨ જીવો મોક્ષે જાય... પછી નિયમા અંતર પડે જ... જિ ૪ સમય સુધી નિરંતર ૭૩ થી માંડી ૮૪ જીવો મોક્ષે જાય... પછી નિયમ અંતર પડે જ... જિ ૩ સમય સુધી નિરંતર ૮૫ થી માંડી ૯૬ જીવો મોક્ષે જાય... પછી નિયમાં અંતર પડે જ... ફ્રિ ર સમય સુધી નિરંતર ૯૭ થી માંડી ૧૦૨ જીવો મોક્ષે જાય... પછી નિયમાં અંતર પડે જ... ફ્રિ ૧ સમય સુધી નિરંતર ૧૦૩ થી માંડી ૧૦૮ જીવો મોક્ષે જાય... પછી નિયમાં અંતર પડે જ... જ પરંપરસિદ્ધ = અપ્રથમસમયસિદ્ધ, દ્વિતીયસમયસિદ્ધ, તૃતીયસમયસિદ્ધ, ચતુર્થસમયસિદ્ધ યાવતું સંખ્યાતઅસંખ્યાત અને અનંતસમયસિદ્ધો પણ હોય છે... તેમ જાણવું.
I સિદ્ધ ભગવંતના ૩૧ ગુણ : ગોળ-ચોરસ વગેરે - ધ સંસ્થા, શક્લાદ-૫ વર્ણ, સુરભિ-દુરભિ-૨ ગંધ, મધુરસદ-૫ રસ, ગુરુ-લઘુ વગેરે-૮ સ્પર્શ, પુરુષવેદાદિ-૩, અશરીર૫-૧, અસંગણ-૧, જમરહિતપણું-૧ = પ+ ૫ + ૨+૦+૮+ ૩+૧+ ૧ + ૧ = ૩૧ ગુફા જાણવા. (બીજી રીતે) : ૫-જ્ઞાનાવરણીય, ૯-દર્શનાવરીય, ૨-વેદનીય, દર્શન-ચરિત્ર ૫ ૨ મોહનીય, ૪-આયુષ્ય, શભાશુભ રૂ૫ ૨- નામકર્મ, ઉચ્ચ-નીચ રૂ૫ ૨ - ગોત્રકમ, ૫-અંતરાય = ૫ + ૯ + ૨ + ૨ + ૪ + ૨ + ૨ +૫ = ૩૧ ગુલ સિદ્ધ ભગવંતના થાય છે.
ન ૨૧૯)
૨૧૯ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org