________________
જૈન કોસ્મોલોજી -----------
सिद्धशिला अने सिद्धाभासो
-.-.-.-.-.-.-.-.-.-મક
(96)
૪િ સર્વાર્થસિદ્ધ વિમાનના શિખરથી ૧૨ યોજન ઊંચે) ગયા બાદ જાતિમાન અર્જુન સુવર્ણમય નિર્મલ એવી સિદ્ધશિલા શોભે છે. આ સિદ્ધશિલા તો ૪૫ લાખ યોજન લાંબી-પહોળી છે અને તેની પરિધિ એક ક્રોડ, બેતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ને ઓગણ પચાસ (૧,૪૨,૩૦, ૨૪૯) યોજન છે. આ સિદ્ધશિલાના મધ્યભાગની જાડાઈ આઠ (૮) યોજન છે. ત્યારબાદ દરેક યોજને જાડાઈમાંથી અંગુલ પૃથક્વ ઓછું થતું જાય છે. ત્યારબાદ પૂરેપૂરો છેડો આવે ત્યારે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ માખીની પાંખ જેટલી જાડાઈ હોય છે. જિ બરફ, મોતીની માળા તથા દૂધની ધારા જેવી ધવલ, ઉજજવલ કાંતિવાળી પ્રશસ્ય એવી સિદ્ધશિલાના શ્રી જિનેશ્વર પરમાત્માઓએ જે ૧૨ નામો કહ્યાં છે, તે પણ કહેવાય છે. (૧) ઈષતુ, (૨) ઈષ~ાભારા, (૩) તન્વી, (૪) તનુતન્વીકા, (૫) સિદ્ધિ, (૬) સિદ્ધાલય, (૭) મુક્તિ, (૮) મુક્તાલય, (૯) લોકાગ્ર, (૧૦) લોકસુપિકા, (૧૧) લોકાગ્રપ્રતિવાહિની, (૧૨) સર્વપ્રાણભૂતજીવસન્તસુખાવહા.. આ પ્રમાણે સિદ્ધશિલાના ૧૨ નામો જાણવાં તેમજ આ સિદ્ધશિલા ઊંધા છત્ર જેવી, ઘીથી ભરેલા કટોરા તુલ્ય છે. આ સિદ્ધશિલાથી ૧ યોજન ગયા બાદ લોકાન્ત આવે છે. (કોઈક એમ કહે છે કે સર્વાર્થસિદ્ધથી ૧૨ યોજન ગયા બાદ (સિદ્ધશિલા નહિ પણ) લોકાત્ત આવે છે. આમાં તત્ત્વ તો કેવલિગમ્ય છે.) આ યોજન ઉત્સધાંગુલના માનથી કહેલું છે. કારણ કે સિદ્ધોની અવગાહના આ ઉત્સધાંગુલના પ્રમાણથી જ કહેલી છે. શ્રી ભગવતીજી સૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે, “સિદ્ધશિલા પૃથ્વીથી લોકાન્તનું અંતર ઉત્સધાંગુલથી હોવું જોઈએ એમ અનુમાન થાય છે. કારણ કે, તેનાં ઉપરના કોશનાં છઠ્ઠા ભાગમાં સિદ્ધની અવગાહના ૩૩૩ ધનુષ્ય કહેલી છે. તે ઊંચાઈના આધારે જ (ઉત્સના આધારે જ) ઘટે છે. તે યોજનના છેલ્લા ગાઉના છઠ્ઠા અંશમાં ૩૩૩ ધનુષ્યને વ્યાપીને વેદરહિત, વેદનારહિત, ચિદાનંદમય, કર્મરૂપી ગરમીના અભાવથી શાંત એવા સિદ્ધો રહેલા છે ત્યાં તેમની સાદિ-અનંતકાળ સુધી સ્થિતિ છે. આ સિદ્ધાત્માઓ અનંત જ્ઞાન-દર્શનાદિ આઠ ગુણોથી યુકત અનંત સુખમય અવસ્થામાં રહેલા છે. If આ સિદ્ધના જીવોનું પ્રજ્ઞાપનાદિ આગમ ગ્રંથોમાં ૨ પ્રકારે વર્ણન જોવા મળે છે... (૧) અનન્તરસિદ્ધ (૨) પરંપરસિદ્ધ. તેમાં અનંતર સિદ્ધ ૧૫ પ્રકારે બતાવ્યા છે. તે આ પ્રમાણે.. (૧) તીર્થસિદ્ધ = તીર્થ (શાસન)ની સ્થાપના થયા પછી જે જીવ સિદ્ધ થાય છે તે... (ગૌતમસ્વામીજી વગેરે) (૨) અતીર્થસિદ્ધ = તીર્થ (શાસન)ની સ્થાપના થયા પહેલાં જ જે જીવ સિદ્ધ થાય તે (મરુદેવા માતા વગેરે) (૩) તીર્થકર સિદ્ધ = જે જીવ તીર્થકર બનીને સિદ્ધ થાય છે... (ભગવાન ઋષભદેવાદિ ૨૪ તીર્થકર) (૪) અતીર્થકર સિદ્ધ = જે જીવ સામાન્ય કેવળી બનીને સિદ્ધ થાય છે... 'બાહુબલી વગેરે) તે સિદ્ધ ભગવંતનાં ૮ ગુણો ઃ (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન, (૩) અવ્યાબાધ સુખ (૪) અનંત યાત્ર (૫) અક્ષર્યાસ્તૃત (૬) અરુપીય (૬) અગુરુલઘુ (૮) અઢાંતવીર્ય... & ૯ “ક” થી અતીત સિદ્ધ ભગવંતો: (૧) કાલાતીત (૨) કાયાતીત (૩) કાર્યાતીત (૪) કામાતીત (ઈચ્છાતીત) (૫) કમતીત (૬) ક્રિયાતીત (૭) કષાયાતીત (૮) કલ્પનાતીત (૯) કલ્યાતીત. • ૧૧ પ્રકારે સિદ્ધઃ (૧) કર્મીસદ્ધ (કૃષિ વગેરેમાં) (૨) શિલ્યસિદ્ધ (૩) વિદ્યાસિદ્ધ (૪) મંત્રસિદ્ધ (૫) યોગ સિદ્ધ(૬) આગમમ (૭) અર્થસિદ્ધ (૮) યાત્રાસદ્ધ(૯) અભિપ્રાયસિદ્ધ (૧૦)તર્યાસિદ્ધ (૧૧) કર્માયસિદ્ધ (સિદ્ધ ભગવંતો...)
(શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર / વંદાવૃત્તિ)
– ૨૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org