________________
જૈન કોસ્મોલોજી
છ:કાય જીવોની સમજ(ત્રસકાય) (૩ - વિકલેન્દ્રિય + તિર્યંચ પંચેન્દ્રિય)
:
ા ત્રસનામકર્મના ઉદયથી જે જીવો ઈચ્છા મુજબ ગમનાગમન કરી શકે... હલનચલન કરી શકે તેને “ત્રસકાય’”નાં જીવો કહેવાય છે. આ ત્રસકાયના મુખ્ય ૪ ભેદ છે : (૧) બેઈન્દ્રિય (૨) તેઈન્દ્રિય (૩) ચરિન્દ્રિય (૪) પંચેન્દ્રિય. જ બેઈન્દ્રિય ઃ જેની પાસે સ્પર્શ તથા સ્વાદ કરવાની શક્તિ રૂપ ૨ ઈન્દ્રિયો છે, તેને બેઈન્દ્રિય કહેવાય છે. તેના ૨ ભેદ છે : (૧) પર્યાપ્તા (૨) અપર્યાપ્તા. કરમિયાં, અળસિયાં, શંખ, છીપલા, કોડા, કોડી, જળો, પોરા, વાળો વગેરે બેઈન્દ્રિય જીવો છે. તેમનું આયુષ્ય જઘન્યથી અંતર્મુહૂર્ત ને ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષનું હોય છે તેમ જાણવું. r≈ તેઈન્દ્રિય ઃ જેને સ્પર્શ-સ્વાદ અને સુંઘવાની શક્તિ રૂપ ૩ ઈન્દ્રિય હોય છે, તેને “તેઈન્દ્રિય’” કહેવાય છે. આના પણ પૂર્વોક્તની જેમ પર્યાપ્તા-અપર્યાપ્તા એમ ૨ ભેદ છે. જું, લીખ, માંકડ, ચાંચડ, કિડી, મંકોડા, ધનેડા ઈત્યાદિ તેઈન્દ્રિય જીવો છે. તેમનું આયુષ્ય જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૪૯ દિવસનું હોય છે તેમ જાણવું. ૪ ચઉરિન્દ્રિય ઃ સ્પર્શ-સ્વાદ-સૂંઘવાની અને જોવાની શક્તિ રૂપ જેને ૪ ઈન્દ્રિય હોય છે, તેને ચઉરિન્દ્રિય કહેવાય છે. તેના પણ ૨ ભેદ છે. (૧) પર્યાપ્તા (૨) અપર્યાપ્તા. વીંછી, પતંગિયું, ભમરો, કરોળિયા, વાંદા, તીડ ઈત્યાદિ ચરિન્દ્રિય જીવો છે. તેઓનું આયુષ્ય જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૬ માસનું જાણવું.
૪ પંચેન્દ્રિય ઃ જેને સ્પર્શ-સ્વાદ-સુંઘવાની-જોવાની ને સાંભળવાની શક્તિ રૂપ ૫ ઇન્દ્રિયો હોય, તેને પંચેન્દ્રિય કહેવાય છે. તેમાં પંચેન્દ્રિય તિર્યંચના ૫ ભેદ છે : (૧) જલચર, (૨) ચતુષ્પદ, (૩) ઉરપરિસર્પ, (૪) ભુજપરિસર્પ અને (૫) ખેચર. તે દરેકનાં પણ ૨-૨ ભેદ જાણવા... (૧) ગર્ભજ (૨) સંમુચ્છિમ, અને તેના પણ ૨-૨ ભેદ જાણવા (૧) પર્યાપ્તા (૨) અપર્યાપ્તા. એમ કુલ મળી ૫ X ૨ = ૧૦ x ૨ = ૨૦ ભેદ પંચેન્દ્રિય તિર્યંચના થાય છે. એમ તિર્યંચમાં સ્થાવરના-૨૨, વિકલેન્દ્રિયના-૬ અને પંચેન્દ્રિયના-૨૦ ભેદ મળી કુલ ૪૮ ભેદ થાય છે.
પ્રકીર્ણક
૪ જલચર : જે પાણીમાં રહે છે, તે માછલાં, મગરમચ્છ, દેડકાં, કાચબા, અષ્ટાપદ વગેરે... તેમનું આયુષ્ય અહીં સંશી-અસંજ્ઞી* બંનેનું જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વ ક્રોડ વર્ષનું જાણવું.
૪ ચતુષ્પદ : જે સ્થળ (પૃથ્વી) ઊપર ચાલે તે સ્થળચર કહેવાય. તેમાં ૪ પગવાળાને ચતુષ્પદ કહેવાય. હાથી, ઘોડા, ગાય, બળદ, ભેંસ, સિંહ, વાઘ વગેરે... તેમનું આયુષ્ય જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંશીનું-૩ પલ્યોપમ અને અસંજ્ઞીનું-૮૪,૦૦૦ વર્ષનું જાણવું.
re ઉરપરિસર્પ : જે છાતી વડે હૈયાભેર ચાલે તે... સર્પ, અજગરાદિ, તેમનું આયુષ્ય જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંજ્ઞીનું પૂર્વ ક્રોડ વર્ષ અને અસંજ્ઞીનું ૫૩,૦૦૦ વર્ષનું જાણવું.
蜜
ભુજપરિસર્પ : જે ભુજાવડે ચાલે તે... જેમ કે : ઉંદર, ઘો, નોળિયો, ખીસકોળી, વાંદરા વગેરે... તેમનું આયુષ્ય જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંજ્ઞીનું પૂર્વ ક્રોડ વર્ષ અને અસંજ્ઞીનું ૪૨,૦૦૦ વર્ષ જાણવું. (ચતુષ્પદ, ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ એ ત્રણેય સ્થળચર જીવોનાં જ ભેદ છે.)
૪ ખેચર : ૪ પ્રકારનાં છે. (૧) રોમજ (રોમવાળા) જેમ કે - મોર, કબૂતરાદિ. (૨) ચર્મજ (ચામડાની પાંખવાળા) ચામાચિડિયાં વગેરે. (૩) સમુદ્ગ પક્ષી (બંધ પાંખવાળા) (૪) વિતત પક્ષી (ખોલેલી પાંખવાળા). છેલ્લા બંને પ્રકારનાં પક્ષીઓ અઢીદ્વીપની બહારનાં જાણવા... તેનું (ખેચરનું) આયુષ્ય જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંજ્ઞીનું પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને અસંજ્ઞીનું ૭૨,૦૦૦ વર્ષનું જાણવું.
Jain Education International
89
* સંજ્ઞી : જેઓ ભૂત-ભવિષ્યનો પણ વિચાર કરી શકે છે, તેવા પ્રકારનાં મનવાળા જીવો. (આ જીવો ગર્ભૂજ જ હોય છે.) અસંતી : જેઓ ભૂત-ર્ભાવષ્યનો વિચાર કરી શકતા નથી, તેવા પ્રકારનાં મન વગરનાં જીવો. (આ જીવો સંમૂĐિમજ હોય છે.)
For Private & Personal Use Only
૨૦૩
www.jainelibrary.org