________________
જૈન કોસ્મોલોજી
ઉર્ધ્વલોક
86
हेवोना अवधिज्ञान- क्षेत्र अने आहार જ સિદ્ધાંતમાં (૧) મતિ, (૨) શ્રત, (૩) અવધિ, (૪) મન:પર્યવ અને (૫) કેવળજ્ઞાન આ પાંચ જ્ઞાનો કહેલાં છે. એ જ્ઞાનોમાં સર્વ જ્ઞાનોનો સમાવેશ થઈ જાય છે. એક-એક જ્ઞાન ક્રમશઃ ચઢિયાતું છે. એમાં પ્રથમ ૨ જ્ઞાનો તો જીવમાં ન્યૂનાધિકપણે હોય જ છે ને એટલી પણ જ્ઞાનચેતનાથી જ જીવતે “જીવ” તરીકે સંબોધાય છે અન્યથા તો “અજીવ” કહેવાય. વળી અવધિ વગેરે ૩ જ્ઞાનો પ્રાયઃ વિશિષ્ટ ગુણની ભૂમિકાએ પહોંચવાથી પ્રાપ્ત થાય છે. એમાં છેલ્લું કેવળજ્ઞાન તો ૧૪ રાજલોકના અને અલોકના પણ સર્વ પદાર્થોને આત્મસાક્ષાત્ બતાવનાર છે... અસ્તુ. વિશેષ તો અત્યારે એક માત્ર અવધિજ્ઞાનનો જ વિષય જરૂરી હોવાથી અન્ય ચર્ચા છોડી તેને જ સર્વ પ્રથમ સમજીએ... If અવધિ - એટલે મર્યાદાવાળું જ્ઞાન. તે મર્યાદા શેની? રૂપી-અરૂપી એ બે પ્રકારના પદાર્થમાંથી માત્ર રૂપી જ પદાર્થનો આત્મસાક્ષાત્કાર કરાવનાર હોવાથી તે મર્યાદિત થયું. આ અનુગામી આદિ ૬ ભેદે અથવા અસંખ્ય અને અનંત ભેદે પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનના માલિકને પોતાના સ્થાને બેઠા બેઠા જે વસ્તુ જોવાની ઈચ્છા થાય ત્યાં ઉપયોગ (ધ્યાન દેવું) મૂકવો પડે. આ જ્ઞાન બહુ ભેદવાળું અને ક્ષેત્રથી મર્યાદિત ને ભિન્ન ભિન્ન રીતે ઉત્પન્ન થવા વાળું છે. આ જ્ઞાન ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક એમ બે રીતે ઉત્પન્ન થાય છે. દેવો તથા નારકોને ભવપ્રત્યયિક તેમજ મનુષ્ય ને તિર્યંચોને ગુણપ્રત્યયિક થાય છે. હવે સામાન્યથી કોનું કેવા આકારે અવધિ ક્ષેત્ર છે તે જાણીએ.
# નારકીનું અવધિ ક્ષેત્રાકાર : તરાપાકારે (ત્રપાકાર) તે કાષ્ઠના સમુદાયથી બનાવેલું સીધું સાદું તરવાનું ત્રિકોણાકાર-જલયાન (નાવ રૂપ) સાધન જેવું છે. * ભવનપતિનું “પલ્યાકારે” તે લાટદેશમાં વપરાતું ધાન્ય માપવાનું પાલું સાધન વિશેષ - જે ઊંચું હોવા સાથે નીચેથી વિસ્તારવાળું અને ઉપરના ભાગે કાંઈક સાંકડું હોય છે. ઉિ વ્યંતરદેવનો અવધિ ક્ષેત્રાકાર “પડહાકારે” તે એક જાતનો લાંબો ઢોલ. જે ઉપર-નીચે બંને ભાગે સરખા પ્રમાણનો બંને બાજુ ગોળ ચામડાથી મઢેલો દેશીવાદ્ય વગાડનારાઓ વગાડે છે તે રૂપે હોય છે. ફ્રિ જ્યોતિષ્કનો “ઝલ્લરી” આકાર... બંને બાજુ વિસ્તીર્ણ વલયાકારે ચામડાથી મઢેલી વચ્ચે સાંકડી જે “ઢક્કા”ના ઉપનામથી ઓળખાય છે. તે આથી મદારીઓ જે ડમરુ વગાડે છે તે સમજાય છે, પણ નિશાળમાં રહેલી ચપટી કાંસાની ઘંટા ન સમજવી. * કલ્પપપન (૧ર દેવલોક)નો “ઝંદગાકારે” આ પણ દેશી વાદ્ય છે. તે એક બાજુનું મૂળ વિસ્તીર્ણ ગોળાકારે, બીજી બાજુ સંકીર્ણ પણ ગોળાકારે ચામડાથી મઢેલું મુખ હોય છે અને વચમાં તેની પીઠ ઊંચી હોય છે. દર નવગ્રેયકનો આકાર “પુષ્પગંગેરી” ગુંથેલા પુષ્પોથી શિખાપર્યત ભરેલી ચંગેરી (પરિધિ સહ છાબડી) તે રુપે જાણવું. * અનુત્તર દેવોનું અવધિ ક્ષેત્ર “યવનાલક” અપનામ કન્યાચોલક” આકારે છે. એટલે કે કન્યાએ કંચુક સહિત પહેરેલ અધોવસ્ત્ર જેવા આકારે હોય તેવો આકાર એમના અવધિક્ષેત્રનો પડે છે. આથી સાબિત એ થયું કે સ્ત્રીના મસ્તકનો ભાગ છૂટી ગયો. બાકી ગળાથી લઈ પગ સુધીનો ભાગ વસ્ત્રમાં આવી ગયું અને આ ઉપમા આપી છે, તે બરાબર છે. કારણ કે, અનુત્તરના દેવો પુરુષાકૃતિ રૂ૫ લોકના ભાળ-મસ્તક સ્થાને છે. તે દેવો ત્યાંથી લઈને ઠેઠ સાતમી નરકના તલિયા સુધી જોઈ શકે છે... આ પ્રમાણે દેવોના અવધિક્ષેત્રોના આકાર કહ્યા...
- ૧૯૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org