SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી દેવલોકમાં પ્રતરોની વ્યવસ્થા કેવી રીતે હોય છે ? ૪ જેમ નરકોમાં આપણે પ્રતરોની વ્યવસ્થા જોઈ તેવી જ રીતે દેવલોકમાં પણ પ્રતોથી વ્યવસ્થા હોય છે. અહીં સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ પ્રતર એટલે શું ? તો કહેવાય છે કે પ્રતર એટલે ફ્લોર-માળ. મનુષ્યલોકમાં વર્તતા ઘરોમાં ૧૦૦-૧૦૦ મજલા હોય છે. એ માળોની ગણત્રી કરાવનાર અથવા વિભાગ પાડનાર જે તલ-પ્રદેશ-વસ્તુ, તેને જ દેવલોકાશ્રયી શાસ્ત્રીય પરિભાષામાં “પ્રતર’’ શબ્દથી સંબોધાય છે. પરંતુ વિશેષ એ છે કે, મનુષ્યલોકના મજલાઓ, પાટડાઓ વગેરે સામગ્રીના આલંબને રહેલા હોય છે. જ્યારે દેવલોકમાં રહેલા પ્રતરો-થરો-પાથડાઓ સ્વાભાવિક રીતે કોઈપણ પ્રકારના આલંબન વિના જ રહેલા હોય છે... પરંતુ એટલું વિશેષ સમજવાનું છે કે – દેવલોકના પ્રતરો જુદા ને વિમાનો પણ જુદાં... (એટલે કે પાથડા ઊપર વિમાનો જુદા...) એમ બે જુદી જુદી વસ્તુ નથી કિન્તુ સમગ્ર કલ્પના વિમાનો નીચેથી સમ સપાટીએ હોવાથી એ વિમાનના અધસ્તન તળિયાથી જ (વિમાનના કારણે જ) વિભાગ પડતા પાથડાઓ સમજવા. એવા પાથડા કે થરો આંતરે આંતરે જુદી જુદી સંખ્યામાં રહેલા છે. તેમાં પ્રથમ સૌધર્મ તથા ઈશાન દેવલોકના મળી ૧૩ પ્રતરો (તળપ્રદેશો) વલયાકારે છે એટલે બંને દેવલોક એક સરખી સપાટીમાં વિના વ્યાધાતે જોડાયેલા છે અને તેથી તે સંપૂર્ણ વલયાકારે બને છે. આ દેવલોક પૂર્ણેન્દુના આકારે હોવાથી કહેલા ૧૩ પ્રતરો વલયાકારે છે અને તે પણ ત્યારે જ લઈ શકાય છે જ્યારે બંને દેવલોકના પ્રતરો ભેગા ગણીએ તો એટલે આ દેવલોક મહાવિદેહ ક્ષેત્રની ઉર્ધ્વદિશાએ સીધી સપાટીએ હોવાથી તે ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ મહાવિદેહ તરફનો અને પશ્ચિમ મહાવિદેહ તરફનો તેમજ મધ્યભાગથી અર્ધ-અર્ધ વિભાગ કરીએ તો એક મેરુથી દક્ષિણ દિશાનો અને એક મેરુથી ઉત્તર દિશાનો એમ બે (૨) વિભાગ પડે છે. એમાં દક્ષિણ વિભાગના અર્ધ વલયાકાર ખંડના તેર પ્રતો સૌધર્મના અને ઉત્તર વિભાગના અર્ધ વલયાકાર ખંડના તે પ્રતરો ઈશાનેન્દ્રના જાણવા... એ જ પ્રમાણે સનત્કુમાર અને માહેન્દ્ર દેવલોક માટે સમજવું અર્થાત્ અહીં પણ બંને દેવલોકના મળી બાર પ્રતો વલયાકારે લેવાના છે. એમાં દક્ષિણ વિભાગના (બાર) ૧૨ પ્રતરોનો માલિક સનકુમારેન્દ્ર અને ઉત્તર દિશાના બાર પ્રતો માહેન્દ્રદેવના જાણવા. પાંચમા બ્રહ્મ દેવલોકે ખંડ વિભાગ નથી તેથી ત્યાં છ (૬) પ્રતરો વલયાકારે સમજવા. તે રીતે છટ્ઠા સાતમા-આઠમા દેવલોકમાં ૫-૪-૪ પ્રતો માટે સમજવું. આણત અને પ્રાણત દેવલોકમાં સૌધર્મ દેવલોકની જેમ બંનેમાં મળી ૪ પ્રતો વલયાકારે સમજવા. આરણ અને અચ્યુત એ બંનેના મળી આણત-પ્રાણતની જેમ ૪ પ્રતો વલયાકારે જાણવા. આ પ્રમાણે ૧૨ દેવલોક સુધીમાં બાવન (૫૨) પ્રતરો થયા... તેની ઉપર પ્રત્યેક ત્રૈવેયકનું એક-એક (૧-૧) પ્રતર ગણતા નવગૈવયકના નવ પ્રતો થાય છે અને પાંચ (૫) અનુત્તર દેવલોકનું એક જ પ્રતર એટલે એકંદરે ૧૦ પ્રતરો પૂર્વના (૫૨) બાવન પ્રતોમાં ઉમેરતા ૬૨ પ્રતો વૈમાનિક દેવલોકના જાણવા, પ્રત્યેક દેવલોકના પ્રતરોનું અંતર પ્રાયઃ દરેક કલ્પે સમાન છે. (અહીં પ્રાયઃ શબ્દ કહેવાનું કારણ સૌધર્મ કરતાં ઈશાન કલ્પના વિમાનો ઉર્ધ્વભાગે કાંઈક ઊંચાં રહે છે માટે) પરંતુ ઊપર ઊપરના દેવલોકના પ્રતરોની સંખ્યા થોડી અને વિમાનોની ઊંચાઈ વધારે હોવાથી નીચેના દેવલોકના પ્રત સંબંધી અંતરની અપેક્ષાએ ઉપરના દેવલોકનું પ્રતરનું અંતર મોટું હોય છે... ક્રમ વૈમાનિક નિકાય નામ પ્રતર સંખ્યા ક્રમ વૈમાનિક નિકાય નામ પ્રતર સંખ્યા ૧ |સૌધર્મ દેવલોક લાંતક દેવલોક ૨ ઈશાન દેવલોક ૩ |સનકુમાર દેવલોક ૪ માહેન્દ્ર દેવલોક ૫ બ્રહ્મ દેવલોક Jain Education International ૧૩ ૧૨ E E ૭ ८ (વૈમાનિકનિકાયના પ્રતરોની સંખ્યાનું યન્ત્ર) ક્રમ ૯ ૧૦ મહાશુક્ર દેવલોક સહસ્ત્રાર દેવલોક આણત દેવલોક પ્રાણત દેવલોક પ્ ૪ મ For Private & Personal Use Only ૧૧ ૧૨ ૧૩ ઉર્ધ્વલોક 84 ૧૪ ૧૫ વૈમાનિક નિકાય નામ પ્રતર સંખ્યા આરણ દેવલોક અચ્યુત દેવલોક ૯–ત્રૈવેયક દેવલોક પ-અનુત્તર દેવલોક કુલ... * - ૧ ૬૨ ૧૯૧ www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy