________________
જૈન કોસ્મોલોજી
ઉર્વલોક
કિષિક દેવોના પ્રકાર અને નિવાસસ્થાનો...
ફ્રિ કિલ્બિષિક દેવો અશુભકાર્ય કરનારા હોવાથી લગભગ ચંડાલ જેવા હોય છે. ચંડાલ જેવું કાર્ય કરનારી આ દેવજાતિ નીચકર્મના ઉદયથી દેવપણું પામવા છતાં નીચકર્મ કરનારી અવસ્થાને પ્રાપ્ત થાય છે અને ઉત્તમ દેવોના સ્થાનથી પણ નીચે દૂર રહેવાના અધિકારને પામેલા હોય છે. તેના ૩ પ્રકારો છે. તેમાં સૌધર્મ અને ઈશાનના અધોભાગે (એટલે જ્યોતિષી અને વૈમાનિક નિકાયના વચ્ચે) ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા દેવો વસે છે. ત્રીજા સનકુમારના અધોભાગે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા ને લાંતક કલ્પના અધોભાગે તેર સાગરોપમના આયુષ્યવાળા કિલ્બિષિક દેવો વસે છે. આ દેવોના આ ત્રણ જ ઉત્પત્તિ સ્થાનકો હોય છે. તે અહંદૂ ભગવંતની આશાતનાથી જમાલી વગેરેની જેમ પૂર્વભવમાં દેવ-ગુરુધર્મની નિંદા કરવાથી, ધર્મના કાર્યોદેખી બળતરા કરવાથી, ઉત્પન્ન કરેલા અશુભ-કર્મના ઉદયથી દેવલોકમાં નીચ કાર્યો કરનારા કિલ્બિષિયા દેવ તરીકે ઉત્પન્ન થાય છે. અહીંયાં તે તે કલ્પના અધીસ્થાનકે આ કિલ્બિષિયા છે. આ કિલ્બિષિકોનું લાંતકથી ઉપર તો ઉપજવું જ થતું નથી. ફક્ત અય્યતાન્ત સુધી બીજા આભિયોગિકાદિ (આભિયોગિક એટલે દાસ-સેવક યોગ્ય કાર્ય બજાવનારા અને “આદિ” શબ્દથી સામાનિકાદિ પ્રકીર્ણક...) જેવોનું ઉપજવું થાય છે. તેથી આગળ તો તેઓની પણ ઉત્પત્તિ નથી. કારણ કે, રૈવેયક-અનુત્તર દેવો અહમિંદ્ર હોવાથી તેમને તેઓની કોઈ આવશ્યકતા પણ નથી. તેથી ત્યાં નાના-મોટા ભેદોનું અસ્તિત્વ જ નથી, પરંતુ સહુ સમાનતા જ ભોગવે છે. * દેવોમાં ઘણા હલકી જાતિના દેવો છે, તે તે અસ્પૃશ્ય ગણાય છે. ત્યાં પણ અનાદિકાળથી સ્પેશ્યાસ્પૃશ્યશ્રી વ્યવસ્થા છે, તો પછી મgષ્ય લોકમાં હોય તેમાં શી નવાઈ ? આવી સિદ્ધ વ્યવસ્થાનો સવશે હતાશ કરવાહના ભગીરથ પ્રયત્નો થઈ રહ્યા છે, પણ તેવા પ્રયતામાં કાયમ માટે સફળતા હિ સાંપડે. કારણ કે, કમલા સિદ્ધાંત અચલ હોય છે. એક ખ્યાલ એ પણવિચારવા જેવો છે કે અસ્પૃશ્ય દેવોનો વસવાટ દેવલોકમાં પણ સદુલા ભેગો હાથી, ઘણા સ્વસ્યાથી અલગ છે તેમજ તે દેવલોકથી દુર અને અધોભાગે છે. હવે અહીં “અધો” શબ્દ પ્રથમપ્રસ્તર (પ્રત૨) વાચી નથી. કારણ કે તે તે કલ્યમાં પ્રથમ પ્રસ્તરની સ્થિતિ સાથે, આ દેવોની ઉપરોક્ત કહેલી સ્થિતિનું મળતાપશું હાથી. વળી, અન્ય વિમાન મચ્ચે તો તેઓની નીચંસ્થિતિને કારણે તત્વ સંભવતું પણ નથી. અહીં “અધ” શબ્દ તસ્યાવાચી જાણાવો. એટલે તે તે દેવલોકમાં ભેગા હ યકા નીચે દૂર દૂર વસવાટ કરે છે.
તત્ત્વજ્ઞાનની આરાધનાનું ફળ) (૧) ધર્મના માર્ગની પ્રાપ્તિ થાય. (૨) જગતના સ્વરૂપની વાસ્તવિક ઓળખાણ થાય. (૩) વિવિધ દષ્ટિકોણના જ્ઞાનથી બુદ્ધિ ખીલતી જાય. (૪) કોઈ પણ સંજોગોમાં સ્વસ્થ રહી શકાય. (૫) સુખદુ:ખની સાચી સમજ મળે. (૬) કર્મનાં રહસ્યોનો બોધ થાય. (૭) અધ્યાત્મ જગતના સુખની ઝાંખી થાય. (૮) શંકા-કુશંકાઓ દૂર થાય. (૯) જીવનમાં માણસાઈ અને સજ્જનતાની પ્રાપ્તિ થાય. (૧૦) ગુણોના વિકાસ માટે સાચો માર્ગ મળે. (૧૧)હૈયામાં આરાધક ભાવ ઊભો થાય. (૧૨) સમ્યગ્દર્શનની પ્રાપ્તિ દ્વારા સંયમધર્મ પ્રાપ્ત થાય. (૧૩) પરલોકમાં પણ જૈનધર્મ મળે તેવા સુકુળાદિની પ્રાપ્તિ થાય. (૧૪) સમ્યકજ્ઞાનનો વિશિષ્ટ ક્ષયોપશમ થાય. (૧૫) દરેક ક્રિય કુળવંતી-ભાવવાહી બને. (૧૬) ઊત્તમ ગતિની પ્રાપ્તિ થાય. (૧૭) પરંપરાએ મોક્ષસુખની પ્રાપ્તિ થાય..
- ૧૮૭)
૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org