________________
જન કોસ્મોલો---------------------------
---------
વલોક
81
કલ્પપપન દેવોના ૧૦ પ્રકારનો કલ્પ
૪િ મનુષ્યલોકમાં રાજા, જાગીરદાર, મહામાત્ય, નગરશેઠ, પુરોહિત-રાજગોર, ફોજદાર, સેનાધિપતિ, સભાસદો અને ચંડાલો વગેરે જુદી જુદી જાતની વ્યવસ્થા ને ફરજો બજાવનારી વ્યક્તિઓ હોય છે અને તેઓ દ્વારા રાજાની ને પ્રજાની સર્વ વ્યવસ્થાઓ, સંરક્ષણ અને સર્વવ્યવહારો સુલભ રીતે ચલાવી શકાય છે. તે પ્રમાણે દેવલોકમાં પણ (૧) ઈન્દ્ર, (૨) સામાનિક, (૩) ત્રાયન્ઝિશક, (૪) ત્રણ પર્ષદામાં બેસવા યોગ્ય અધિકારી દેવો, (૫) આત્મરક્ષક દેવો, (૬) લોકપાલ દેવો, (૭) સેનાના દેવો, (૮) પ્રકીર્ણક દેવો, (૯) અભિયોગ્ય અને (૧૦) કિલ્બિષિક દેવો એમ ૧૦ પ્રકારના કલ્પ-વ્યવસ્થા વડે ભવનપતિ વગેરે ચારે નિકાયના દેવલોકનું તંત્ર સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. તે દરેક દેવો નીચે જણાવેલા પોતપોતાના અધિકૃત કર્તવ્યમાં સદા પરાયણ રહે છે. તેઓની સંક્ષિપ્ત જાણકારી + કર્તવ્યતા હવે કહેવાય છે.. જિ ઈન્દ્રઃ જે દેવલોકનું સ્વામીત્વ પોતાને પ્રાપ્ત થયેલું હોય છે, ત્યાં વર્તતા સર્વ દેવો જેમણે પોતાના સ્વામી તરીકે સ્વીકારે તે “ઈન્દ્ર” કહેવાય છે. IS સામાનિક કાન્તિ-વૈભવ વગેરે સર્વમાં ઈન્દ્રના સરખી ઋદ્ધિ જેઓને પ્રાપ્ત થયેલ હોય અને ઈન્દ્રોને પણ તે તે કાર્યોમાં સલાહ લેવા લાયક હોય તે “સામાનિક” કહેવાય. આ દેવો ઈન્દ્ર સમાન ઋદ્ધિવાળા હોય છે, તો પણ ઈન્દ્રને પોતાના સ્વામી તરીકે માને છે અને વળી તેઓ (તે સામાનિક દેવો) પોતપોતાના વિમાનમાં જ વસનારા હોય છે. જ ત્રાયસ્ત્રિશકઃ (એક ઈન્દ્રની અપેક્ષાએ) જેઓની ૩૩ સંખ્યા જ હોય અને જેઓ ઈન્દ્રની માલિકીનાં વિમાનો, દેવો વગેરે સર્વની ચિંતા કરનારા હોવાથી મંત્રી જેવા સાથે સાથે શાંતિક-પૌષ્ટિક કર્મને કરનારા તેમજ પુરોહિત-રાજદ્વારનું કામ પણ કરનારા હોય છે. તે તૈત્રીસ જ હોવાથી “ત્રાયસ્ત્રિશક” કહેવાય છે. આ દેવોનાં પણ સ્વતંત્ર વિમાનો હોય છે. ૪ પાર્ષદ્ય: પર્ષદામાં બેસવા યોગ્ય ઈન્દ્રના મિત્ર સરખા દેવો તે “પાર્ષદ્ય” કહેવાય છે. આ પર્ષદા એટલે કે સભા ત્રણ પ્રકારની હોય છે. જઘન્ય-મધ્યમ-ઉત્તમ અથવા બાહ્ય-મધ્યમ-અત્યંતર. તેમાં બેસનારા દેવો તે “પાર્ષદ્ય” કહેવાય જેમ રાજશાસનમાં પણ અત્યારે આમ સભા, ઉમરાવ સભા વગેરે વ્યવસ્થા છે તેમ જાણવી... જ આત્મરક્ષકઃ જેઓ ઈન્દ્રોનું રક્ષણ કરનારા હોય અર્થાત્ ઈન્દ્રો સ્વયં શક્તિ સંપન્ન હોવા પૂર્વક પ્રાયઃ નિર્ભય હોય છતાં આ આત્મરક્ષક દેવો પોતાના આચારનું પાલન કરવા માટે હંમેશાં શસ્ત્ર-અક્ષરાદિથી સજ્જ રહેવા સાથે ઈન્દ્રની પાસે હંમેશાં ખડા પગે ઉભા રહે છે, જેને દેખતાં જ શત્રુઓ ભય પામી જાય છે, તેને “આત્મરક્ષક” દેવો કહેવાય છે. જ લોકપાલઃ ઈન્દ્ર મહારાજા ફરમાવ્યા પ્રમાણે તે તે વિભાગનું રક્ષણ કરનારા ને ચોરી-જારી વગેરે ગુન્હા કરનારાઓને યથાયોગ્ય શિક્ષા કરનારા તે “લોકપાલ” કહેવાય છે. (જેને મનુષ્યલોકના “સુબા”ની ઉપમા આપી શકાય છે.) ફ્રિ અનીક: તે સૈન્ય, હાથી (ગજાનીક), ઘોડા (હયાનીક), રથ (રથાનીક), મહિષ (પાડા)-(મહિષાનીક), પાયદલ (પદાયનીક) ગંધર્વ (ગન્ધર્વોનીક), નાટ્ય (નાટ્યાનીક) એ સાત પ્રકારનું સૈન્ય જરૂર પડે ત્યારે વૈક્રિય શક્તિ દ્વારા રૂપો વિકુવાં સૈન્યનું કામ કરનાર તે “અનીક” દેવો કહેવાય છે. ૪િ પ્રકીર્ણકઃ મનુષ્યલોકમાં નાગરિક લોકો સરખા અથવા પ્રજા સરખા દેવો તે “પ્રકીર્ણક” દેવો કહેવાય છે. જ અભિયોગ્યઃ નોકર - ચાકર વગેરે યોગ્ય કામમાં જેઓને જોડાવવામાં આવે છે, તે દાસ સરખા “અભિયોગ્ય” દેવો જાણવા. 7િ કિલ્બિષિકઃ મનુષ્યલોકના ચંડાલની માફક અશુભ સિંઘ કાર્ય કરનારા તે “કિલ્બિષિક” દેવો કહેવાય છે.
ન ૧૮૫) Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org