SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી ઉદ્ગલોક ૯ લોકાંતિક દેવો વિષે જાણવા જેવું 78 # પૂર્વોક્ત અષ્ટકૃષ્ણરાજીમાં સ્થિત ૯ વિમાનોની અંદર અનુક્રમે - (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) વહ્નિ, (૪) વરુણ, (૫) ગઈતોય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ, (૮) આગ્નેય (મતુ) (૯) રિષ્ટ નામક ૯ લોકાંતિક દેવોનો વાસ હોય છે ને અનુત્તર જ્ઞાની એવા તે સર્વ સારસ્વતાદિ લોકાંતિક દેવતાઓ પ્રભુની દીક્ષાનો અવસર જાણીને સાંવત્સરિક દાનને આપવાની ઈચ્છાવાળા થયેલા એવા અરિહંત પ્રભુના ચરણ કમળમાં દીક્ષાના ૧ વર્ષ પહેલાં પોતાના આચાર મુજબ જઈને “હે પ્રભુ! આપ ધર્મતીર્થ પ્રવર્તાવો” એવી વિનંતી કરે છે. * અહીં સારસ્વત અને આદિત્ય બંને દેવોને ૭-૭ દેવો અને બીજા ૭00-900 દેવોનો પરિવાર છે. એ જ પ્રમાણે વદ્ધિ અને વરૂણદેવનો ૧૪-૧૪ દેવો ને ૧૪,OOO-૧૪,000 દેવનો પરિવાર છે. તેમજ ગઈતોય અને તુષિત દેવોને ૭-૭ દેવો ૭,૦૦૦-૭,OOO દેવોનો પરિવાર છે તથા અવ્યાબાધ-આગ્નેય ને રિષ્ટ દેવોને ૯-૯ દેવો ને ૯૦૦-૯00 દેવોનો પરિવાર કહેલો છે. આ લોકાંતિક દેવોમાં જે અવ્યાબાધ નામના દેવો છે તેઓ જો કે પુરુષની આંખની પાંપણ ઉપર ૩ર બદ્ધ નાટકો પણ પ્રગટ કરી શકે છે અને તો પણ તે પુરુષને કોઈપણ બાધા પહોંચતી નથી આવા પ્રકારની શક્તિવાળા તેઓ હોય છે એમ શ્રી ભગવતી સૂત્રમાં ૧૪માં શતકના ૮માં ઉદ્દેશામાં કહેલું છે. ૪ શ્રી જિનેશ્વરદેવોએ આ લોકાંતિક વિમાનમાં રહેલા દેવોની સ્થિતિ ૮ સાગરોપમની કહેલી છે. વળી, આ લોકાંતિક દેવતાઓ ઘણા જ પુણ્યશાલી-શુભ આશયવાળા અને એકાવનારી હોય છે અને આવતા ભવમાં નિશ્ચિત મોક્ષમાં જનારા હોય છે. મતાંતરે - આઠમા ભવે મોક્ષમાં જનારા હોય છે. (શ્રી “ઠાણાંગ સૂત્ર”ની વૃત્તિમાં નવમાં સ્થાનમાં કહ્યું છે કે, લોકાન્ત એટલે લોકના અગ્રભાગ સ્વરૂપ સિદ્ધિસ્થાનમાં થયેલા લોકાંતિક કહેવાય. એટલે ભાવિમાં ભૂતનો ઉપચાર કરીને આ પ્રમાણે કહેવાય છે. બાકી તો તેઓ કૃષ્ણરાજીની મધ્યમાં રહેલા છે ને લોકાંતમાં હોવાપણું એટલે આવતા ભવમાં મોક્ષમાં જવાના હોવાથી આવી રીતે ભાવિમાં ભૂતનો ઉપચાર કરેલો છે તેમ સમજવું. તેમજ “શ્રેણિક ચરિત્ર'માં એમ કહ્યું છે કે, જે બ્રહ્મલોકના ત્રીજા પ્રતરમાં લોકાંતિક દેવો વસે છે તે એકાવતારી છે" અને ૮ સાગરોપમના આયુષ્યવાળા છે તથા “પ્રવચનસારોદ્વાર”માં પણ ઉપરોક્ત વાત કહેવામાં આવી છે. ૬) જ તત્વાર્થ સૂત્રની ટીકામાં તો કહ્યું છે કે, “લોકના અંતમાં થયેલા છે તેથી લોકાંતિક કહેવાય છે.” અહીંયા પ્રસ્તુતમાં “લોક” શબ્દથી બ્રહ્મલોક ગ્રહણ કરવો. તેના અંતે રહેતા હોવાથી તેઓ લોકાંતિક કહેવાય છે. પ્રશ્ન = તો તો બ્રહ્મલોકના સર્વ દેવો લોકાંતિક કહેવાશે ? ઉત્તર = ના. લોક શબ્દ નથી પણ લોકાંત શબ્દ હોવાથી બ્રહ્મલોકના સર્વ દેવો નહીં આવે. (જરા-મરણાદિથી યુક્ત એવો જે લોક તેની અંદર રહેનારા અને કર્મક્ષયના અભ્યાસી હોવાથી “લોકાંતિક” કહેવાય છે.) શિ આ બાજુ લબ્ધિસ્તોત્રમાં તો એમ કહ્યું છે કે – સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આવેલા જીવો તેમજ ૪ વખત જેમને આહારક લબ્ધિનો ઉપયોગ કરેલો છે અને ૪ વખત જેમને ઉપશમશ્રેણી કરેલી છે, તેવા શ્રી જિનેશ્વર ભગવંત તથા ગણધર ભગવંત એઓ તદ્દભવ મોક્ષગામી છે, જયારે લોકાંતિક દેવો ૭-૮ ભવે મોક્ષમાં જનારા હોય છે... ઈત્યાદિ જાણવું. એમ કહેવાય છે કે... (૧) સમગ્ર જીવસૃષ્ટિને આનંદનું અમીપાત કરાવતા પરમ તારક શ્રી અરિહંત પરમાત્માના જન્મ કલ્યાણકના પ્રસંગે ... (૨) નિષ્પરિગ્રહી એવા પરમપિતા અરહંત પરમાત્માના મહાભિનિષ્ક્રમણારૂપ દીક્ષા કલ્યાણકના પ્રસંગે ... તથા (૩) ક્ષયક પર આરૂઢ થઈ ૪ ઘાતક સંપૂર્ણપણો ઉમૂલન કરી પૂર્ણતયા સર્વજ્ઞતાનું પ્રગટીકરણ કરનારા એવા શ્રી રહંત પરમાત્માના કેવળજ્ઞાન કલ્યાણાકલા મહામહોત્સવો ઉજવવા... આ ત્રણા કારણોથી લોકાંતિકદેવો મનુષ્યલોકમાં આવે છે... (હાગ સૂત્ર-૧૪૨) ન ૧૭૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy