________________
ઉદ્ગલોક
જકોસ્મોલો-----------------------------
અષ્ટકૃષ્ણારાજી વર્ણન
(77
I જે રિષ્ટ નામના પ્રતરે આ સમસ્કાય અટકે છે, તે પ્રતરના રિષ્ટ નામના ઈન્દ્રક વિમાનની ચારે બાજુ પૃથ્વીરૂપે પરિણામ પામેલ જીવોના પુદ્ગલવાળી ૨-૨ કૃષ્ણરાજી છે કે જે જાતિમાન એવા અંજનરત્ન જેવી ગાઢ કૃષ્ણવર્ણવાળી છે. તે આ પ્રમાણે .... ઉત્તરદિશાની અંદર ૨ કૃષ્ણરાજી છે કે જે પૂર્વ-પશ્ચિમ લાંબી છે. અને ઉત્તર-દક્ષિણ પહોળી છે. પૂર્વદિશાની અંદર ૨ કૃષ્ણરાજી છે કે જે ઉત્તર-દક્ષિણ લાંબી છે અને પૂર્વપશ્ચિમ પહોળી છે. એવી રીતે દક્ષિણ દિશામાં પણ ર કૃષ્ણરાજી છે કે જે પૂર્વ-પશ્ચિમ લાંબી છે અને દક્ષિણઉત્તર પહોળી છે તેમજ પશ્ચિમ દિશામાં પણ રકૃષ્ણરાજી છે કે જે દક્ષિણ-ઉત્તર લાંબી છે અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે.
પૂર્વ-પશ્ચિમમાં રહેલી જે બાહ્ય કૃષ્ણરાજી છે તે ષટ્કોણ હોય છે અને દક્ષિણ - ઉત્તરમાં જે બાહ્ય કૃષ્ણરાજી છે તે ત્રિકોણ હોય છે. જ્યારે અત્યંતર એવી ૪ કૃષ્ણરાજીઓ લંબચોરસ હોય છે ... એટલે આ કૃષ્ણરાજીમાં ૨ છ ખૂણાવાળી, ૨ ત્રણ ખૂણાવાળી અને ૪ ચાર ખૂણાવાળી હોય છે. આ આઠેય કૃષ્ણરાજીઓ અખાડાના આકારવાળી હોય છે. સભાસ્થાનમાં બેસનારાનાં આસન વિશેષ હોય છે તે અક્ષવાટક કહેવાય છે... તેની જેમ જ આ અષ્ટકૃષ્ણરાજીઓની આકૃતિ હોય છે. Lજ આ આઠેય કૃષ્ણરાજીઓનો વિખંભ (પહોળાઈ) સંખ્યાત યોજન પ્રમાણ છે. જ્યારે આયામ (લંબાઈ) અને પરિક્ષેપ (પરિધિ) અસંખ્ય યોજન પ્રમાણ હોય છે. તમસ્કાયના પ્રમાણને માપવા માટે જે દેવની ગતિ કહી છે તે જ ગતિથી જનારો કોઈ દેવ ૧૫ દિવસમાં આ કૃષ્ણરાજીઓમાંથી કોઈક “રાજી”ને ઓળંગી શકે છે, જયારે કોઈકને ઓળંગી ન શકાય. આ પ્રમાણે બહુશ્રુતો કૃષ્ણરાજીનું મહત્ત્વ દર્શાવે છે. I તમસ્કાયની જેમ જ અહીં (કૃષ્ણરાજીમાં) ઘર-પ્રામાદિ નથી, તેમજ સૂર્ય-ચંદ્ર કે તેના કિરણો પણ નથી. અહીં મેઘ-વૃષ્ટિ-વિદ્યુત-ગર્જારવ આદિ બધું જ તમસ્કાયની જેમ જાણવું, વિશેષ - તે મેઘાદિ દેવકૃત જ હોય છે પરંતુ નાગકુમાર કે અસુરકુમાર કૃત હોતા નથી (ભગવતીસૂત્રમાં પણ કૃષ્ણરાજીમાં અસુરાદિનો અભાવ જ કહ્યો છે.)
આ કૃષ્ણરાજીના ૮ નામ છે (૧) કૃષ્ણરાજી, (૨) મેઘરાજી, (૩) મઘા, (૪) માઘવતી, (૫) વાતપરિઘ, (૬) વાતપ્રતિક્ષોભ, (૭) દેવપરિઘ, (૮) દેવપ્રતિક્ષોભ. જ આ અષ્ટકૃષ્ણરાજીની વચ્ચે-વચ્ચે ૯ લોકાંતિક દેવોનાં ૯ વિમાનો આવેલાં છે. તે અનુક્રમે... (૧) અર્ચિ, (૨) અર્ચિમાલી, (૩) વૈરોચન, (૪) પ્રશંકર, (૫) ચંદ્રાભ, (૬) સૂર્યાભ, (૭) શુક્રાભ, (૮) સુપ્રતિષ્ઠાભ અને સર્વ કૃષ્ણરાજીઓની વચ્ચે (૯) રિષ્ટ નામક વિમાન હોય છે. જ બ્રહ્મલોકના અંતે રહેલાં હોવાથી આ વિમાનો લોકાંતિક કહેવાય છે. તેમજ લોકાંતિક દેવો સંબંધી હોવાથી પણ તે વિમાનો “લોકાંતિક” કહેવાય છે. છે (૧) કૃષ્ણાવતી હોવાથી “કૃષ્ણારાજી”, (૨) કાળા મેઘ સરખી હોવાથી “મેઘરાજી”, (૩) છકી ઠારક તુલ્ય અંધકારવાળી હોવાથી “મઘા”, (૪) સાતમી તારક તુલ્ય અંધકારવાળી હોવાથી “માઘવતી', (૫) વાયુની પેઠે ઘટ્ટ અંધકારવાળી તેથી જ દુર્લધ્ય હોવાથી વાતારઘ” (વૃત્તપરિઘ), (૬) વાયુના સમૂહતી જેમગાઢ અંધકારમય હોવાથી પરિક્ષોભરૂ૫ હોવાથી “વાતપ્રતિક્ષોભ”, (૭) દુર્લધ્યાહાથી દેવો વહે અર્ગલા સમાન હોવાથી દેવપરિઘ', (૮) દેવોને પણ ક્ષોભના કારણરૂપ હોવાથી “દેવપ્રતિક્ષોભ”.
- ૧૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org