SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક તમસ્કારનું સામાન્યથી વિવેચન 76. જિ તમસ્કાય સ્થાન: આ જેબૂદ્વીપથી માંડીને તિચ્છ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોનું ઉલ્લંઘન કર્યા બાદ “પાવર" નામનો દ્વીપ આવે છે. તે દ્વીપની બાહરની જગતીના અંતથી ચારે બાજુએ ૪૨,૦૦૦ યોજન દૂર અરૂણવર સમુદ્રમાં જઈએ ત્યારે ઉપરિતન જળથી તમસ્કાય નામનો ૧ જળીય પદાર્થ ઉછળે છે. તે ૧,૭૨૧ યોજન સુધી ઉર્ધ્વ ભાગે ભીતના આકારે ચાલ્યો જાય છે. ત્યારબાદ ત્યાંથી ઉપર વધુ વિસ્તારને પામતો પામતો વલયાકાર સરખી આકૃતિવાળો (પોપટાદિકના પાંજરા ઉપર જેમ હોય તેમ) થયો થકો સૌધર્મ-ઈશાન-સનકુમાર-મહેન્દ્ર તથા બ્રહ્મદેવલોકના પ્રથમના ૨ પ્રતરને ઢાંકીને “” નામે ત્રીજા પ્રતરે ચારે દિશામાં ફેલાઈને ત્યાં જ રહેલો છે. શંકા: “તમય” એટલે શું? સમાધાનઃ “તપ” એટલે અંધકારનો “I” એટલે સમુદ્ર તે. આ “તમય” એક અપૂકાયરૂપ મહાન અંધકારમય હોય છે અને અંધકાર જેવો અપૂકાયમય પગલોના સમુહરૂપ હોય ?િ તમસ્કાય સંસ્થાન : ઉર્ધ્વગામી બનેલા આ તમસ્કાયનો આકાર અધઃસ્થાને પ્રારંભમાં જ “મન” મૂલાકાર (કોડિયાનું બુધ)નો છે અને ઉર્ધ્વ વિસ્તૃત થતો રિષ્ટ પ્રતરે પહોંચતા ઉપરનો આકાર કૂકડાના પાંજરા સમ થાય છે. જ તમસ્કાય પ્રમાણ : તમસ્કાય અમુક યોજન સુધી સંખ્યય યોજનાના વિસ્તારવાળો હોય છે ત્યાર બાદ આગળ જતાં (દ્વીપનો પરિક્ષેપ અસંખ્ય યોજનાનો હોવાથી) અસંખ્યય યોજન વિસ્તારવાળો થઈ જાય છે. જ તમસ્કાયનો વિસ્તાર કેટલો છે? તે સૂચવતું દષ્ટાંતઃ કોઈ એક મહાન ઋદ્ધિમંત દેવ જે ગતિ વડે કરીને - ત્રણ ચપટી વગાડતા જે સમય લાગે તેટલા સમયમાં ૧ લાખ યોજન પ્રમાણના દ્વીપના ત્રિગુણ પ્રમાણ પરિધિક્ષેત્રને ચારે બાજુએ ૨૧ વાર પ્રદક્ષિણા આપી રહે, તે જ દેવ તેવી જ જાતિની ગતિ વડે જો સંખ્યાતા યોજન પ્રમાણ સમસ્કાયનો અંત લેવા માંગે તો તેને ય છ માસ લાગે તો પછી સામાન્ય દેવ માટે તો તેથી અધિક માસ થઈ જાય છે તે સહજ છે. તમસ્કાયના સ્વરૂપનો વિચાર : આ સમસ્કાયમાં અસુરકમારાદિક દેવો ભયંકર મેઘો વર્ષાવે છે. તે મેઘોને શાંત પણ કરે છે. વળી તે બાદર વિજળીઓથી ભયંકર શબ્દોની ગર્જનાઓથી ગજાવી મૂકે છે. આ સમસ્કાય મહાન ઘનઘોર અંધકારમય છે. તેથી પડખે રહેલા સદાકાલ સ્થિર એવા ચંદ્રાદિ વિમાનો ઉપર પડતા તમસ્કાયથી તમસ્કાયમય કરી મૂકે છે.' જિ તમસ્કાયનો દેખાવ: આ સમસ્કાય શ્યામવર્ણનો હોય છે. વળી શ્યામકાંતીને પાથરનારો છે. દેખાવમાં ગંભીર છે. જોતાં જ જોનારાનાં રોમાંચોને ખડા કરી નાખે છે. ભીમ જેવો ભયંકર છે. અરે ! ઉત્કંપના કારણભૂત અને પરમ કૃષ્ણ છે. આથી આને દેખનારા કેટલાક દેવો પણ ભયભ્રાંત થઈ જાય છે, આકુળ-વ્યાકુલ બની જાય છે. ખરેખર ! ત્યારે તે કેવો ભયંકર હશે ? આ તમસ્કાયમાં જો ભૂલેચુકે કોઈ દેવ કૌતુકાદિની ખાતર અથવા પરસ્પર દેવ યુદ્ધમાંથી ભાગી સ્વરક્ષણાર્થે ભાન ભૂલીને કદાચ પ્રવેશ કરી જાય તો પણ તેમાંથી તરત જ (મનોકાય ગતિના વેગ) સહસા બાહર નીકળવા પ્રયત્ન શરૂ કરી જ દે છે. કિ સમસ્કાયનાભિન્ન-ભિન્ન નામોઃ નીચે કહેવાતા કારણોથી તમસ્કાયના જુદા જુદા ૧૩ નામો... (૧) અંધકારરુપ હોવાથી... “તમઃ” (૨) અંધકારના સમુહરૂપ હોવાથી... “તમય” (૩) તમારુપ હોવાથી... “ધર” (૪) મહાતમોરુપ હોવાથી.. “મહધર' (૫) આ લોકમાં આવો બીજો અંધકાર ન હોવાથી... “તોwiધવાર” (૬) તે જ અર્થાનુસારે... “તો નિષ્ણ" શક્તિવાળા દેવોને પણ મહાંઘકારરુપ લાગવાથી.. “વધાર” (૮) તે જ અર્થાનુસારે.. “તમન્ન (૯) દેવલોકમાં દેવીઓના હરણ કરવાથી તથા અન્ય કારણોથી ભયંકર યુદ્ધો થતાં નિર્મલ દેવો મારના ભયે અથવા હારના ભયને પામી આ સમસ્કાયનો આશ્રય લે છે, કારણ કે આ તમસ્કાય એવો પદાર્થ છે કે એમાં કોણ પેઠું કે અંદર શું છે? અથવા શું થાય છે ? તેની કશીએ ખબર પડી શકતી નથી. એથી જેમ મનુષ્યો ભયાદિના કારણે ભાગી અરણ્યમાં (જંગલમાં) છુપાઈ જવાનો આશ્રય લે તેવી જ રીતે દેવોને પણ આ સમસ્કાય એક અરણ્ય સંદેશ આશ્રય સ્થાન હોવાથી... “ વિષ્ય” (૧૦) ચક્રાદિ ધૂહની પેઠે દેવોને પણ દુર્ભા હોવાથી... “વિભૂ” (૧૧) દેવોને ભયના ઉત્પાદકમાં હતુરુપ તથા તેમના ગમનાગમનમાં વિઘાતરુપ હોવાથી... “વિષિ” (૧૨) દેવને ક્ષોભના કારણરૂપ હોવાથી... “વિપ્રતિક્ષો” (૧૩) આ નમસ્કાય અરુણોદક સમુદ્રના પાણીના જ વિકારરુપ હોવાથી... “કરુવ સમુદ્ર” આ રીતે ૧૩નામો પૂર્ણ થાય છે. ૪િ તા.ક. : આ સમસ્કાયમાં બાદર વનસ્પતિ, બાદર વાયુકાય અને ત્રસજીવોની ઉત્પત્તિ થાય છે... કારણ કે આ તમસ્કાય અપકાયરુપ હોવાથી તેમાં તેનો સંભવ છે. ૧૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy