SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક જ્યોતિષ દેવો 74 # ચાલો મિત્રો ! તમે ફરતી હોસ્પિટલ, ફરતી હોટેલ તો જોઈ હશે... પણ ફરતા ઘર જોયા છે ખરા? આ વિશ્વમાં કેટલાક દેવો એવા છે કે જેમનાં રહેવાનાં ઘરો સદા ફર્યા કરે છે અને તેઓ જ્યોતિષ દેવો કહેવાય છે. તમે આગીયાને જોયો છે ? તે ઊડતો હોય તો ય પ્રકાશ વેરતો જાય બસ ! તેવા જ આ જ્યોતિષ દેવોના ઘરો (વિમાનો) છે. જે વિશ્વમાં પ્રકાશ વેર્યા જ કરે છે. જ્યોતિષ = પ્રકાશ વેરતા હોવાથી તે દેવો જ્યોતિષ દેવો તરીકે ઓળખાય છે. સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકારે આ દેવો છે. આપણી આ પૃથ્વીના બરાબર મધ્ય ભાગમાં લાખ યોજન ઊંચો મેરુપર્વત આવેલો છે. ત્યાંના સૂચક પ્રદેશ રૂપ સમભૂતલાથી ૭૯૦ યોજન ઉપર જઈએ ત્યાં સર્વપ્રથમ તારાઓના વિમાન આવે છે. પછી અનુક્રમે ૮૦) યોજને (સમભૂલા પૃથ્વીથી જ...) સૂર્ય વિમાન, ૮૮૦યોજને ચંદ્ર વિમાન, ૮૮૪ યોજને નક્ષત્ર વિમાન, ૮૮૮ યોજને બુધના વિમાન, ૮૯૧ યોજને શુક્રના વિમાન, ૮૯૪ યોજને ગુરુના વિમાન, ૮૯૭ યોજને મંગલના વિમાન અને છેલ્લે ૯૦૦ યોજને શનિગ્રહના વિમાન છે... જ હવે અઢીદ્વીપમાં રહેલા સૂર્ય-ચંદ્રાદિની સામૂહિક સંખ્યા કેટલી થાય... તે પણ જાણી લઈએ... | ક્રમ જ્યોતિષ નામ બૂઢીપે | લવણ સમુદ્ર | ધાતકીખંડ | કાલોદધિ સમુદ્ર પુષ્કરવરાર્ધ દ્વીપે કુલ સંખ્યા , ચન્દ્ર ૧૨. ૪૨ ૭૨ ૧૩૨ T સૂર્ય W ૧૨ ૪૨ ૭૨ ૧૩૨૨ T ૧,૦૫૬ નક્ષત્ર પ૬ | ૧૧૨ | ૩૩૬ [ ૧,૧૭૬ | ૨,૦૧૬ | ૩, ૬૯૬ ગ્રહ ૧૭૬ ઉપર ૩,૬૯૬ ૬, ૩૩૬ ૧૧,૬૧૬ તારા ૧,૩૩,૯૫૦ | ૨,૬૭,૯૦૦ ૮,૦૩,૭૦૦ | ૨૮,૧૨,૯૫૦) ૪૮,૨૨, ૨૦O | ૮૮,૪૦, ૭OO કોડાકોડી | કોડાકોડી | કોડાકોડી | કોડાકોડી | કોડાકોડી # આ જ્યોતિષચક્રના ચન્દ્રાદિ વિમાનોની સામૂહિક સંખ્યા તો જાણી પણ તેમના માપ-પ્રમાણાદિ કેટલા હોય? તો ચાલો! એક નજર કરીએ ચન્દ્ર-સૂર્યાદિના વિમાનોના પ્રમાણ (માપ)... તરફ... ક્રમ | વિષય ચન્દ્ર સૂર્ય ગ્રહ | નક્ષત્ર | તારા વિમાનની લંબાઈ + પહોળાઈ.. પક યો. ૪૬ યો. ૨ ગાઉ ૧ ગાઉ ગાઉ વિમાનની ઊંચાઈ.. 3યો. ૨૪ યો. | ૧ ગાઉ| ગાઉ| ગાઉ વિમાનને વહન કરનાર દેવોની સંખ્યા ૧૬ ,૦૦૦ ૧૬,OOO | ૮,OOO ૪,OOO| ૨,૦OO વિમાનોની ગતિ... અલ્પ | ચંદ્રથી શીઘ સૂર્યથી ત્વરિત ગ્રહથી ત્વરિત સૌથી ત્વરિત ગતિ | ગતિ | ગતિ | ગતિ | ગતિ Lજ (તા.ક. : મનુષ્ય ક્ષેત્ર (અઢીદ્વીપ)ની બહારના ચન્દ્રાદિના વિમાનોની લંબાઈ-પહોળાઈ આદિ ઉપરોક્ત કરતા અડધી જાણવી.) જ આ અઢીદ્વીપમાં રહેલ ચન્દ્ર-સૂર્યાદિ દરેક પોતપોતાના પરિવાર સાથે જંબૂદ્વીપના મેરુપર્વતની આસપાસ ફર્યા કરે છે માટે તેઓ ચર (અસ્થિર = હાલતા-ચાલતા) કહેવાય છે અને અઢીદ્વીપની બહાર અસંખ્ય દ્વીપ સમુદ્રો હોવાથી ત્યાં પણ અસંખ્યાતા સૂર્ય ચન્દ્રાદિ પોતપોતાના પરિવાર સાથે સ્થિર રહેલા છે, પણ ફરતા નથી માટે તેઓ ત્યાં અચર તરીકે સંબોધાય છે. ચર + અચર એમ બે-બે ભેદ હોવાથી (ચન્દ્રાદિ પના ૨ x ૫ =) ૧૦ ભેદ જયોતિષ દેવોના થાય છે. Lજ માનુષોત્તર પર્વતથી બહાર ૫૦,૦OOયોજનના અંતરે અને સ્વયંભૂરમણ સમુદ્રમાં લાખ લાખ યોજના અંતરે પરસ્પર સૂર્ય-ચંદ્ર પંક્તિ વડે રહેલા છે તેમજ જ્યોતિષીઓના સર્વ વિમાનો નીચે પૂર્વ તરફ સિંહ, દક્ષિણ તરફ હાથીઓ, પશ્ચિમ તરફ વૃષભો અને ઉત્તર તરફ અશ્વો વગેરેના રૂપ ધારણ કરીને ઉપર કહેલા સૂર્ય-ચંદ્ર વગેરેમાં ૧૬,૦૦૦ આદિ આભિયોગિક દેવતાઓ વહન કરે છે કે જેઓ પોતાના સ્વભાવે જ ગતિ કરનારા ચંદ્રાદિક વિમાનોની નીચે આભિયોગ્ય કર્મ વડે નિરંતર વાહન રૂપે રહે છે. ૧૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy