________________
જૈન કોસ્મોલોજી
ઉત્પાત પર્વત
દસ અત્યંત રમણીય એવા મેરુપર્વતથી તિતિ દક્ષિણ દિશામાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો જાય... (ઓળંગાય...) ત્યારબાદ અરૂણવર નામનો એક દ્વીપ આવે છે. હવે આ અરૂણવતીપની બાહ્ય જગતીના અંત ભાગથી ૪૨,૦૦૦ યોજન છોડીને આગળ જઈએ ત્યાં અરૂણવર સમુદ્રના મધ્ય ભાગમાં “ચમર” નામના અસુરેન્દ્રનો “તિગિછિકૂટ' નામનો અત્યંત શોભાયમાન મહાન “ઉત્પાત પર્વત'' આવેલો છે. આ ઉત્પાત પર્વત ૧,૭૨૧ (એક હજા૨ સાતસો ને એકવીશ) યોજન ઊંચો છે અને ઊંચાઈનો ચોથો ભાગ પૃથ્વીમાં ખુંચેલો છે તેમજ આ પર્વતનો મૂળમાં વિસ્તાર ૧,૦૨૨ (એક હજારને બાવીસ) યોજન છે અને મધ્યમાં ૪૨૪ (ચારસોને ચોવીસ) યોજન છે તેમજ ટોચમાં (સહુથી ઉપરનો ભાગ) ૭૨૩ (સાતસો ત્રેવીસ) યોજનનો છે એટલે ઊપર-નીચે અને એક મુકુન્દ (વાજીંત્ર વિશેષ) જેવા વિસ્તારવાળો છે અને મધ્યમાં પાતળો છે.
પદ્મવેદિકા અને વનખંડથી શોભતા આ સર્વત્નમય પર્વતની ટોચ ઉપર મધ્યમાં એક સુંદર પ્રસાદ આવેલો છે, એ પ્રાસાદ ઊંચાઈમાં ૨૫૦ (અઢીસો) યોજન અને વિસ્તારમાં ૧૨૫ (સવાસો) યોજન છે, એની તળ (ફરસ) તેમજ છત (સિલીંગ) અત્યંત રમણીય છે. એની અંદર એક આઠ યોજનનો મણિપીઠ છે અને એ મણિપીઠની ઉપર ચમરેન્દ્રનું પરિવાર યુક્ત સિંહાસન છે. ૪ એમ કહેવાય છે કે, જિનેશ્વર ભગવાનના જન્મ મહોત્સવાદિ પ્રસંગે ચમરેન્દ્રનો જ્યારે પણ તિńલોકમાં આવવાનો પ્રસંગ થાય છે ત્યારે પોતાના આવાસથી નીકળી સર્વ પ્રથમ આ જ ઉત્પાત પર્વત ઉપર આવે છે અને પછી જ જ્યાં પણ જવું હોય ત્યાં ઊડીને (સ્વલબ્ધિથી) જાય છે અને તેથી જ આ ચમરેન્દ્રનો “ઉત્પાત (એટલે કે ઉડવાનો) પર્વત” કહેવાય છે.
બમ્યુંડા ટ્રાયન્ગલ-માથાનો દુ:ખાવો
મધ્યલોક
73
૪ બર્મુડા ટ્રાયન્ગલ (ત્રિકોણ) કે જે ઉત્તર અમેરિકાથી લગભગ ૨૫૦૦ કિ.મી. એટલાન્ટિક મહાસાગરમાં આવેલ છે. તેની હદમાં પ્રવેશતા જહાજો કે વિમાનો ક્યાં ગાયબ થઈ જાય છે, તેની જાણકારી આજનું વિજ્ઞાન મેળવી શકતું નથી. ૫૪૧ ફૂટ લાંબી અને ૧૩ હજાર ટનના વજનવાળી નોર્વેઝરી અન્ટ સ્ટીમરો તથા એવેન્ઝર જેવા વિરાટ અને ખડતલ વિમાનો પણ તેની હદમાં પ્રવેશતાં ગાયબ થઈ જાય છે અને તેની સાથે કોઈ સંપર્ક પણ રહેતો નથી. બર્ચુડાના આ ગોઝારા ત્રિકોણમાં છેલ્લા ૪૦ વર્ષ દરમ્યાન ૧૦૦ જેટલા વિમાનો ને જહાજો ભેદી રીતે ગુમ થયાં છે. જેમાં બધું મળીને ૧,૦૦૦ માણસો હતા. તેમનો આજ દિન સુધી પત્તો નથી. હોનારત સૂચવતો ભંગાર પણ દરિયાઈ સપાટી પર તરતો દેખાયો નથી. ૧૯૪૫માં અમેરિકાના પાંચ બોમ્બર વિમાનો આ ત્રિકોણ ઉપરથી એક સાથે ઊડી રહ્યાં હતાં. ત્યાં કંટ્રોલ ટાવરને ઓચિંતો સંદેશો મળ્યો, “અમે ક્યાં છીએ તે નક્કી કરી શકાતું નથી. સમુદ્ર બદલાઇ ગયો છે. અમે ધોળા
પાણીમાં પડીએ છીએ... !” આ વિમાનો સાથે ત્યાર પછી રેડિયો સંપર્ક પાઈ ગયો. શોધખોળ માટે ૧૩ કસાયેલા
સૈનિકોને લઈ એક મોટું વિમાન બર્મુડા ત્રિકોણ ઉપર ઊઠ્યું. હવમાન તોફાની ન હતું, તો પણ તે ગંજાવર વિમાન પણ ગાયબ. ૧૯૪૭માં બ્રાઝિલનું ૫૦,૦૦૦ ટનનું યુદ્ધ જહાજ પણ ત્યાં ગાયબ થઈ ગયેલું. ૧૯૭૩માં ‘મરિન સલ્ફર ક્વિન' નામનું એક જંગી માલવાહક જહાજ પણ આ ત્રિકોણમાં ગારાબ થઈ ગરોલું જે ૧,૦૦૦ ટનનું જહાજ ૪૨૫ ફૂટ લાંબુ હતું. તેમાં ૬૦૯ નાવિકો હતા.
જ અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી રીચાર્ડ મેક્લેવના અભિપાય મુજબ સમુદ્રમાં ૧૦-૧૨ હજાર ફૂટ ઊંડે નૈસર્ગિક દબાણને લીધે પાણી સાથે આપોઆપ કેટલાક તત્ત્વોનું સંયોજન થતું હશે અને હાઈડ્રેટના ઘુંમટ જેવા પોપડા સ્વાતા હશે. આ વિશાળ ઘુંમટ નીરો કુદરતી વાયુનો ભરાવો થયા કરતો હશે. કેમકે સમુદ્રના તળિયે જરાં ફાટ હોય ત્યાં સુધી કુદરતી વાયુ ઘણી વખત બહાર આવતો હોય છે. લાખો ઘન ફૂટ કુદરતી વાયુ અચાનક સપાટી પર ફૂટી નીકળે તો એટલા વિસ્તારમાં દરિયો તેની તારણ શક્તિ લગભગ ખોઈ દે, જો કે આ પણ એક કલ્પના જ છે. અન્ય પણ કારણ હોઈ શકે છે.
* આ બ ્ડા ટ્રાયગલ (ત્રિકોણ) વિજ્ઞાન યુગ માટે માથાનો દુઃખાવો બન્યો છે તેમજ આ જગ્યાને "પોઈન્ટ ઓફ નો-રિટ»[" પણ કહેવાય છે. (“લસંગ્રહણી"માંથી સાભાર)
Jain Education International
For Private & Personal Use Only
૧૬૭
www.jainelibrary.org