________________
જૈન કોસ્મોલોજી
---------મધ્યલોક
प्रत्येष्ठ समुद्रना पाशीनो स्वाट तेभर भत्स्याटिनुं प्रभाश
જ પ્રથમ લવણ સમુદ્ર, ચોથો વારુણીવર સમુદ્ર, પાંચમો ખીરવર અને છઠ્ઠો ધૃતવર એટલા સમુદ્રોના પાણી પોતપોતાનાં નામો પ્રમાણે ગુણવાળા અર્થાત્ ભિન્ન-ભિન્ન રસવાળા છે. એટલે કે લવણ = ખારું એટલે ખારાપાણીવાળો તે લવણ સમુદ્ર... “વારુણીવર” = શ્રેષ્ઠ મદિરા એટલે કે મદિરા સમાન જલવાળો તે (એટલે ચંદ્રહાસાદિ ઉત્તમ મદિરાવાળું જ જાણવું પરંતુ અહીંની જેમ ગંધાતા દુર્ગધી દારૂ સરખું નહિ). પછી આવે છે “ખીરવર” એટલે શ્રેષ્ઠ દૂધ સરખા સ્વાદવાળું પાણી છે જેમાં તે... (આ પાણી દૂધ સરખું છે પણ દૂધ નહિ, દૂધ જેવું શ્વેત વર્ષે છે. ચાર શેર દૂધમાંથી ૩ શેર બાળીને શેર દૂધ રાખીને તેમાં સાકર નાંખી પીતાં જેવી મીઠાશ લાગે તેવી મીઠાશવાળું આ પાણી હોય છે તથા ચક્રવર્તી જેવાની ગાયના દૂધથી પણ અધિક મીઠાશવાળું આ પાણી પીનારને લાગે છે. તો પણ આ દૂધથી દહીં વગેરે તો ન જ થાય. (આ સમુદ્રના ઉત્તમ પાણીને ઈન્દ્રાદિક દેવો પરમતારક દેવાધિદેવના જન્મકલ્યાણકાદિના પ્રસંગે અભિષેકમાં વાપરે છે) અને “વૃતવર” તે ઉત્તમ ઘી સમાન સ્વાદવાળું જલ જેમાં હોય છે તે જાણવું. (આ પાણી ઘી સરખું એટલે ઘી નહિ પરંતુ તેના જેવા જ સ્વાદવાળું છે. કારણ કે, ઘી જેવું હોય તો તો તેથી પૂરી વગેરે તળાય પરંતુ તેવું બનતું નથી.)
બીજો કાલોદધિ, ત્રીજો પુષ્કરવર અને ચરમ એવો સ્વયંભૂરમણ એ ત્રણે સમુદ્રો તો કુદરતી પાણી સરખા સ્વાદવાળા જ છે અને બાકીના બધા (અસંખ્યાતા) સમુદ્રો ઈશુ = શેલડીના રસ (સ્વાદ) સરખા આસ્વાદવાળા છે. આ પાણી શેલડીના રસના સ્વાદ સમાન હોય, પરંતુ શેલડીનો રસ ન સમજતા. આ પાણી ચતુર્નાતક (તજ, ઈલાયચી, કેસર અને મરી) વસ્તુને, ચાર શેર શેલડીના રસમાં નાંખી ઉકાળતાં... ત્રણ શેર બળવા દઈ એક શેર બાકી રાખીને પીવાથી તેમાં જેવા પ્રકારની મીઠાશનો અનુભવ પ્રાપ્ત થાય તેથી પણ અધિક મીઠાશ આ સર્વ સમુદ્રોના જલની જાણવી...
પ્રશ્નઃ ઉપરોક્ત જે ૩ સમુદ્રોનું પાણી કુદરતી પાણી સરખા સ્વાદવાળું કહ્યું તો આ કુદરતી પાણી એટલે કેવું હોય? તેનો સ્વાદાદિ કેવા પ્રકારનો હોય?
સમાધાન: અતિશય નિર્મલ, સુંદર અને હલકું (આહારને શીધ્ર પચાવે તેવું) તેમ જ અમૃત જેવી મીઠાશવાળું કુદરતી પાણી કહેવાય છે. ૪ આ સર્વ સમુદ્રો પૈકી લવણ સમુદ્રમાં ઉભેંઘાંગુલના માન વડે ૫૦૦ યોજનના... બીજા કાલોદધિ સમુદ્રમાં ૭૦) યોજનાના અને છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧,૦૦૦ યોજનના ઉત્કૃષ્ટ પ્રમાણવાળા મત્સયો (મગરમચ્છાદિ) વગેરે હોય છે. તે સિવાયના શેષ સમુદ્રોમાં ઉક્ત પ્રમાણથી ક્રમે ક્રમે અલ્પ અને ભિન્ન ભિન્ન પ્રમાણવાળા મસ્યાદિ હોય છે. ઉપર કહેલા ત્રણ સમુદ્રોમાં વિશેષ કરીને ઘણાં મલ્યો હોય છે ને અન્ય સમુદ્રોમાં અલ્પ મત્યાદિ હોય છે. # વિશેષમાં લવણ સમુદ્રમાં ૭ લાખ કુલકોટી મલ્યો હોય છે. કાલોદધિમાં ૯ લાખ કુલકોટી અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧૨ લાખ કુલકોટી મલ્યો હોય છે.
- ૧૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org