________________
જૈન કોસ્મોલોજી
મધ્યલોક
वर्तीनां नवनिधान = नवनिधि
ઇસ આ ચક્રવર્તીની નવનિધિઓ શાશ્વત છે અને તે ગંગાનદીના કિનારે ભૂગર્ભમાં હોય છે. ચક્રવર્તી પોતાની ષટખંડની દિગ્વિજયની યાત્રાના અંતે તેની (આ નવિધિઓની) સાધના કરીને મેળવે છે. ત્યારે તે ચક્રવર્તીની પાછળ ભૂગર્ભમાં ચાલતી ચાલતી આવે છે અને ચક્રવર્તીના શ્રીઘરમાં તેનું મુખ આવે છે અને આ નવનિધિની ૯ પેટીઓ ભૂગર્ભમાં નગર બહાર જ હોય છે. કારણ કે, આ ૧-૧ નિધિઓ ૧૨ યોજન લાંબી અને ૯ યોજન પહોળી તેમજ ૮ યોજન ઉંચી અને ૮ ચક્ર રૂપી પૈડા ઉપર રહેલ હોય છે .
rs (૧) નૈસર્પનિધિ: ખાણ, ગ્રામ, નગર અને પાટણની સ્થાપના, મંડબકો, દ્રોણમુખી, સ્કંધાવા૨ (છાવણી) હાટ અને ઘરોની સ્થાપનાનો સર્વ વિષય તથા હાલ જે વાસ્તુશાસ્ત્રમાં દેખાય છે, તે તે સંબંધિ સર્વ પુસ્તકો આ નૈસર્પ નામના પ્રથમનિધિમાં હોય છે. ૪ (૨) પાંડુનિધિ : ધન, સૌનેયા અને નાળીયેળાદિ જે ગણાય, મુક્તા વગેરેના ઢગ જે ઉદ્દભવતી વખતે પરીક્ષા કરીને લેવાય, ધાન્ય કે જે પ્રસ્થાદિ વડે મપાય, ગોળ વગેરે જે તોલાય, તે સર્વનું પ્રમાણ તેવા પ્રકારનું માનોન્માન અને વાવવા લાયક શાલ્યાદિ અનેક પ્રકારનાં ધાન્ય બીજાદિ તેમજ અનેક પ્રકારે ઉત્પત્તિની પદ્ધતિ બીજા પાંડુનિધિમાં હોય છે. ૪ (૩) પિંગલકનિધિ ઃ સ્ત્રીપુરુષોને ઉચિત તેમજ અશ્વ અને ગજને ઉચિત સર્વ પ્રકારના આભરણો સંબંધિ વિધિઓ ત્રીજા પિંગલક નામના નિધિમાં બતાવેલ છે. ૪ (૪) સર્વરત્નનિધિ ચક્રવર્તીના ૧૪ રત્નો વગેરે અને તેની ઉત્પત્તિ સર્વરત્ન નામક નિધિમાં બતાવેલ છે. ૪ (૫) મહાપદ્મનિધિઃ સર્વ પ્રકારના વસ્ત્રોની ઉત્પત્તિ તેમજ તેમને રંગવા વગેરેની રચના અને ધોવા વગેરેની વિધિ પાંચમા મહાપદ્મ નામક નિધિમાં બતાવેલ છે. ૪ (૬) કાળનિધિ : આમાં કાળ જ્ઞાન કે જે જ્યોતિષશાસ્ત્રાનુબંધી છે તથા અરિહંત-ચક્રવર્તી-બલદેવ-વાસુદેવ વગેરેના વંશો તે તે વંશોમાં ભૂત-વર્તમાન અને ભવિષ્યકાળને લાગતું જે શુભાશુભ હોય છે તે તેમજ કૃષિ વાણિજ્યાદિ કર્મ અને ૧૦૦ શિલ્પાદિ તે સર્વ સ્થિતિ આ કાળ નામક નિધિમાં બતાવેલ છે. ૪ (૭) મહાકાળનિધિઃ અનેક પ્રકારના લોહની, રુપાની,સ્વર્ણની, સૂર્યકાંત-ચંદ્રકાંતાદિ મણિયોની, મોતીની, સ્ફટિકની અને પ્રવાલાદિકની ખાણોની ઉત્પત્તિ આ મહાકાળ નામક નિધિમાં બતાવેલ છે. ૪ (૮) માનવનિધિ ઃ ખડ્ગ અને ભાલાદિ શસ્ત્રોની અને નાના પ્રકારે બખ્તરોની ઉત્પત્તિ, યુદ્ધ નીતિ અને ઉત્તમવ્યૂહરચના વગેરે તેમજ સામ-દામાદિ વિવિધ દંડનીતિ તથા હક્કારાદિ સર્વનીતિઓ માનવક નામે નિધિમાં જણાવેલ છે. ૪ (૯) શંખિનિધ (મહાશંખનિધિ) : સર્વે નાટ્ય કરવાના પ્રકારની, અભિનય પ્રબંધવાળા નાટકના અનેક પ્રકારોની, ૪ પ્રકારના કાવ્યની અને અનેક પ્રકારના વાજિંત્રોની વિધિ એમવિવિધ પ્રકારની ઉત્પત્તિ... શંખ નામના
63
મહાનિધિમાં બતાવેલ છે. આ પ્રમાણે ચક્રવર્તીને પોતાના પરમ પુણ્યોદયે મનુષ્ય જાતિ અને માનવસ્વભાવને ઉપયોગી તમામ સાધન-સામગ્રી આ ૯નિધિઓ દ્વારા પ્રાપ્ત થઈજાય છે.
呀
આ નવે નિધિઓ સુવર્ણની હોય છે તેમજ વિવિધ રત્નોથી પરિપૂર્ણ હોય છે. સુંદર રચનાથી રમણીય અને વૈડુર્યરત્નોથી બનાવેલાં એવાં તેના કપાટો હોય છે. આ નિધિઓના અધિષ્ઠાતા દેવો નિધિના સમાન
નામવાળા તેમજ પલ્યોપમના આયુષ્યવાળા નાગકુમારનિકાયના મહર્દિક દેવો હોય છે.
Jain Education International
呀 ઉપરોક્ત સર્વ હકીકત તે લોકોત્તર નિધિઓ માટે જાણવી. કારણ કે લૌકિક નવનિધિઓ આ પ્રમાણે છે. (૧) મહાપદ્મ, (૨) પદ્મ, (૩) શંખ, (૪) મકર, (૫) કચ્છપ, (૬) મુકુંદ, (૭) કુંદ, (૮) નીલ અને (૯) ચર્ચ.
For Private & Personal Use Only
૧૪૯
www.jainelibrary.org