________________
મધ્યલોક
-
-
-
-
-
-
-
--
-
--
-
-
-
-
-
-
-
---
-
જૈન કોસ્મોલોજી_._._._.__._._
ચક્રવર્તીના ૧૪ રત્નો
(૭ પંચેન્દ્રિય રત્ન)
63;
૪િ (૮) પુરોહિતરત્નઃ ચક્રીને જરૂર પડે ત્યારે શાંતિક-પોષ્ટિક આદિ વિવિધ કર્માનુષ્ઠાન કરાવી સફળતા આપનાર મહાપવિત્ર ગુણોપેત, ૧૪ વિદ્યામાં પારંગત, પ્રવેશ નિર્ગમનમાં મંગલ કાર્યો કરાવનાર, કવિ-કુશલ, ગૌરનું કામ કરનાર વગેરે રૂપ હોય
LY (૯) ગજરત્નઃ આ ગજ મહાવેગી, ૭ અંગો વડે પ્રતિષ્ઠિત, ઐરાવણ ગજ જેવો પવિત્ર, સુલક્ષણો, મહાપરાક્રમી, અજેય એવા કિલ્લાદિકને પણ તોડી પાડનારું, આ હસ્તિ ઉપર જ ચકી બેસી સદા વિજય યાત્રાને મેળવે છે, આ રત્ન પણ દેવાધિષ્ઠિત હોય છે. Is (૧૦) અથરત્નઃચક્રીનો આ ઘોડો મહાવેગી, સ્વભાવે જ સુંદર, આવતદિ લક્ષણવંતો, સદા યૌવનસ્થ, સ્તબ્ધ કર્ણવાળો, લંબાઈમાં ૧૦૮ અંગુલ લાંબો અને ૮૦ અંગુલ ઉંચો, કુચેષ્ટારહિત, અલ્પક્રોધી, શાસ્ત્રોક્ત સર્વ લક્ષણ યુક્ત, કોઈ પણ જળાશયો. અગ્નિ કે ડુંગરાદિને વિના પરિશ્રમે ઉલ્લંઘનારો, મહાવેગવાળો. અજેય હોય છે.
(આ બંને ૯ ૧૦ પુલ્લિગરૂપે રહેલ તિર્યચરત્નો વૈતાઢ્ય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થાય છે અને છ ખંડની વિજયયાત્રામાં પરાજિત થયેલી વ્યક્તિ તે વખતે ચક્રવતને ભેટણામાં આપે છે.) ૪િ (૧૧) સેનાપતિરત્ન: આ પુરુષ હત્યાદિ સર્વ સેનાનો અગ્રણી, ચક્રીનો યુદ્ધ મંત્રી, યવનાદિક ભાષા-શાસ્ત્ર તથા લિપિશિક્ષા-નીતિ-યુદ્ધ યુક્તિ - ચક્રવ્યુહાદિ વિષયોનો જાણકાર, સમયજ્ઞ, વિજય કરવાના ક્ષેત્રના જમીનાદિક માર્ગનો જ્ઞાતા, વફાદાર, પરમ સ્વામી ભક્ત, તેજસ્વી, પ્રજાપ્રિય, ચારિત્ર્યવાન, પવિત્ર ગુણોથી સુલક્ષણવંત અને દિવિજયમાં ચક્રીની સાથે જ રહેનારો, ચક્રીની આજ્ઞા થતા જ ચક્રીની સહાય વિના જ ચર્મરત્ન વડે ગંગા-સિંધુના અપર કાંઠે જઈને, મહાબલિષ્ઠ મલેચ્છ રાજાઓ સાથે ભીષણ ખુંખાર યુદ્ધ કરી સર્વત્ર વિજય મેળવીને ચક્રીનું શાસન સ્થાપિત કરે છે. If (૧૨) ગૃહ(ગાથા)પતિરત્નઃ અન્નાદિકના કોષાગારનો અધિપતિ, ચક્રીના મહેલ-ગૃહના તથા સૈન્યના ભોજન, વસ્ત્ર, પુષ્પ-ફળ, જળાદિક આવશ્યક તમામ વસ્તુની ચિંતા કરનારો-પૂરી પાડનારો, સુલક્ષણો, દાનશુર, રૂપવંત, સ્વામિ ભક્ત હોય છે. વળી દિગ્વિજયાદિ પ્રસંગે જરૂર પડે અનેક પ્રકારના ધાન્ય તથા શાકનો ચર્મરત્ન ઉપર સવારે વાવીને સાંજે ઉગાડનાર હોય છે. (ચર્મરત્ન એ ધાજોત્પત્તિને યોગ્ય ક્ષેત્રતુલ્ય કામ આપનાર અને ગૃહપતિને કૃષિકાર તરીકે સમજવો) જેથી સૈન્યનો સુખપૂર્વક નિર્વાહ થાય છે. ૪ (૧૩) વાર્ધકીરત્ન એટલે મહાન સ્થપતિ-શિલ્પી, સમગ્ર સુથારોમાં શ્રેષ્ઠ, ચક્રીના મહેલો-પ્રાસાદો-ગૃહો તથા સૈન્ય માટેનાં નિવાસ સ્થાનો, ગામ-નગરોને તૈયાર કરી આપનાર, પૌષધશાળાને એક જ મુહૂર્તમાં વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ યથાર્થ રીતે વ્યવસ્થિત બનાવનાર હોય છે. બાંધકામ ખાતાના અધિષ્ઠાતા આ પુરુષ હોય છે. વળી, ચક્રી જયારે તમિસ્ત્રી + ખંડપ્રપાતા ગુફામાં જાય ત્યારે સમગ્ર સૈન્યને સુખે ઉતરવા સારું ઉન્મગ્ના અને નિમગ્ના નામની મહાનદી વગેરે ઉપર કાઠમય મહાન સેતુ-પૂલોને બાંધનાર આ હોય છે. ૪િ (૧૪) સ્ત્રીરત્ન : આ મહાન વિદ્યાધરો તથા અન્ય નૃપતિઓના ઉત્તમ ગૃહમાં ઉત્પન્ન થાય છે. તેનામાં ૬ ખંડની નારીઓના એકત્રિત તેજપૂંજ જેટલું દિવ્ય પાદિક હોય છે. સામુદ્રિક શાસ્ત્રોમાં રહેલા સંપૂર્ણ સ્ત્રી લક્ષણા યુક્ત માન-ઉન્માનપ્રમાણ યુક્ત, મહાદેદિપ્યમાન ને સર્વાગ સુંદર હોય છે. સદા અવસ્થિત યૌવનવાળું, રોમ નખ ન વધે તેવું, ભોક્તાના બલની વૃદ્ધિ કરનારું, દેવાંગના જેવું, સ્પર્શ કરતા સર્વ રોગોને હરનારું અને કામ સુખના ધામસમુ મહા અદ્દભુત હોય છે. આ સ્ત્રી (રત્ન)ને ચક્રી મૂળ શરીર ભોગવે તો પણ કદાપિ ગર્ભોત્પત્તિ થતી નથી. કારણ કે ગર્ભાશયની ગરમીના કારણે ગર્ભ રહી શકતો જ નથી. ગરમીના ઉદાહરણમાં કુરુમતી નામનાં સ્ત્રીરત્નનો સ્પર્શ થતાં લોહનું પૂતળું પણ દ્રવીભૂત થઈ ગયું હતું તે દાખલો અતિ પ્રસિદ્ધ છે.
| ઈતિ પંચેન્દ્રિયરનાનિ .
ન ૧૪૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org