________________
જૈન કોસ્મોલોજી__-----------
----------------- ૪ (૪) ચર્મરત્નઃ ચામડાનું બનેલું આ રત્ન, ચક્રીના શ્રીધર (લક્ષ્મીગૃહોમાં ઉત્પન્ન થાય છે. આ રત્ન શ્રીવત્સાદિના આકારવાળું, અનેક પ્રકારનાં ચિત્રથી ચિત્રિત, શત્રુથી દુર્ભેઘ, ચક્રીની સંપૂર્ણ સેના બેસી જાય તો તો પણ નમે નહિ એવું હોય છે. આ રત્નનો ઉપયોગ એ છે કે જ્યારે ચક્રીખંડ જીતવા જતાં સેનાપતિરત્નને ગંગા સિંધુના નિકુષ્ટો (પ્રદેશ) સાધવા મોકલે છે ત્યારે સેનાપતિ સમગ્ર સૈન્યને તેના ઉપર બેસાડી ગંગા-સિંધુ જેવી મહાનદીઓ વહાણની જેમ શીધ્ર તરી જાય છે. એથી જ નામ પ્રમાણ છતા ચક્રીના સ્પર્શ માત્રથી સાધિક ૧૨યોજન ફેલાય છે. જરુરત પડેતો ગૃહપતિ (મનુષ્ય) રત્ન તે ચર્મરત્ન ઉપર વાવેલા ધાન્ય-શાલાદિકને તુર્ત જ ઉગાવનારુ, શીધ્ર પ્રયોજન હોય તો ધાન્ય-શીલાદિકને સાંજે જ લણી લેવા યોગ્ય કરનારું થાય છે. જ (૫) ખરત:તલવાર જેવું આ રત્ન પણ આયુધશાળામાં જ ઉત્પન્ન થાય છે. યુદ્ધમાં અપ્રતિહત શક્તિવાળું છે. તીક્ષ્ણ ધારવાળું, શ્યામ વર્ણનું, પર્વત-વજાદિક જેવી દુર્ભેદ્ય વસ્તુને તેમજ ચર કે સ્થિર પદાર્થને ભેદનારું, અદ્ભુત એવા વૈર્યાદિ રત્ન લતાઓથી શોભતું, નિરંતર સુગંધમય અને અત્યંત તેજસ્વી હોય છે. IS (૬) કાકિણીરત્નઃ આ રત્ન ખડકોને પણ ભેદી શકે તેવું ચક્રીના કોશાગાર-લક્ષ્મીગૃહમાં ઉત્પન્ન થાય છે. તે વિષહરઅષ્ટ જાતિના સુવર્ણોનું બનેલું છે. છદિશાએછતળોવાળું તેથી જ પાસાની જેમ સમચતુરલ્સ, ૧૨ હાંસ ને ૮ કર્ણિકાવાળું, ૮૭૬ ઇત્યાદિ અનિયમિત તોલા ભાર સોનૈયા પ્રમાણનું, સોનીની એરણ જેવું હોય છે. ચક્રી દિવિજય કરવા જાય ત્યારે ઉત્તર ભરતમાં જવા-આવવામાં આડા પડેલા વૈતાઢ્ય પર્વતની ગુફાઓમાં સૂર્ય-ચંદ્રના પ્રકાશના પ્રવેશ વિનાની, ઘોર અંધકારમય ગુફાના માર્ગને સદાકાળ પ્રકાશમય કરવા મહાગુફાઓની પૂર્વ-પશ્ચિમ બંને બાજુની ભીંતો ઉપર વૃત્ત અથવા ગોમૂત્રાકારે કાકિણીરત્નની અણીથી ૪૯ માડલા આલેખવામાં આ રત્નનો ઉપયોગ થાય છે. આ રત્નથી આલેખેલા (કોતરેલા) મંડલો દિવ્ય પ્રભાવથી પ્રકાશમય થયા થકા ચક્રવર્તાની હયાતિ પર્યત અવસ્થિત પ્રકાશ આપનાર બને છે, જેથી લોકોને ગમનાગમનનો માર્ગ સુખરૂપ થાય છે. વળી, ચક્રવતી છાવણીમાં રહ્યું થયુ તેનાં હસ્તસ્પર્શથી ૧૨ યોજન સુધી પ્રકાશ આપી રાત્રિને પણ દિવસ બનાવી દે છે. વધુમાં સર્વતોલા (માપવાના કાટલા) ઉપરનો વજન માનનો આલેખ કાકિણીથી કરવામાં આવે છે ત્યારે જ તે પ્રમાણભૂત ગણાય છે.
આ કાકિણીરત્ન ભૂંસવા માટે રબરનું તથા લખવા માટે પેનનું પણ કાર્ય કરે છે. માટે જ કહેવાય છે કે .. ચક્રવર્તી ઋષભકુટ ઉપર પૂર્વના ચક્રવતીનું નામ ભૂસીને પોતાનું નામ આ કાકિણીરત્નથી લખે છે. L૪ (૭) મણિરત્ન: આ પણ કોશાગારરુપ લક્ષ્મીના ભંડારમાં ઉત્પન્ન થનારુ નિરૂપમ કાન્તિયુક્ત, વિશ્વમાં અદ્ભુત, વૈર્ય મણિની જાતિમાં સર્વોત્તમ, મધ્યમાં વૃત્ત ને ઉન્નત ૬ ખૂણાવાળું, દૂર સુધી પ્રકાશ દેનારું, શોભતું હોય છે. આનો ઉપયોગ જ્યારે સૈન્યનું રક્ષણ કરવા ચર્મરત્ન અને છત્રરત્નનો સંપુટબનાવવાનો હોય ત્યારે સંપુટમાં પ્રકાશ (ઉદ્યોત) કરવા માટે આને છત્રરત્નના તુમ્બ સાથે બાંધવામાં આવે છે અથવા તમિસ્ત્રા ગુફામાં પ્રવેશ કરતી વખતે હસ્તિ ઉપર બેઠેલો ચક્રી હસ્તિના દક્ષિણ કુન્મ સ્થળે દેવદુર્લભ એવા મણિરત્નને રાખીને પ્રકાશને ૧૨ યોજન સુધી પાથરતો પોતાની આગળ અને બંને બાજુ મળીને ત્રણે દિશાને પ્રકાશમય બનાવતો ગુફા ઓળંગી શકે છે ને ઉત્તર ભારતની વિજય યાત્રામાં સફળતા મેળવે છે.
વળી તે રત્ન મસ્તકે કે હાથે બાયું હોય તો સર્વોપદ્રવ હરી, સુખ-સંપત્તિને અપનારું, સુરાસુર-મનુષ્ય-તિર્યંચના સર્વોપદ્રવને હરનારું, મસ્તકાદિ અંગોમાં બાંધીને સંગ્રામમાં પ્રવેશ કરનાર પુરુષને શત્રુના શસ્ત્રથી અવધ્ય અને ભય મુક્ત બનાવનારું છે. મતાંતરે-હાથે બાંધતાં સદા તરુણાવસ્થામાં રાખનારું છે અને તેના નખ-કેશની વૃદ્ધિ આદિ પણ ન કરનારું બને.
| ઈતિ એકેન્દ્રિયરત્નાનિ ||
| || જાણવા જેવું ચકરા, છત્રછા અને દંડરાતેવામ(હાથ) પ્રમાણ જાણવું. ચર્મરાતે ૨ હાથ પ્રમાણ જાણવું.
નગરજાતે ૨ આંગળપ્રમાણ જાણવું. કાંકિર્ણીરાતે ૪ આંગળપ્રમાણ જાણવું. • મહારજાતે ૪ આંગળ લાંબું અને ૨ આંગળ પહોળું જાણવું.
–
(૧૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org