SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક ચક્રવર્તીના ૧૪ રત્નો (એકેન્દ્રિય ૭ રા...) 63 જ (૧) ચક્રરત્ન': ચક્રવર્તીનો જન્મ ઉત્તમ જાતિને ગોત્રમાં, ઉત્તમ રાજ-ભોગકુલમાં જ હોય છે. તેઓ સર્વાગે સામુદ્રિક શાસ્ત્રમાં કહેવાયેલા ઉત્તમોત્તમ ૧૦૮ લક્ષણ યુક્ત હોય છે. મહાન્ દેદિપ્યમાન પુણ્યના પૂંજ સમાન હોય છે. ચક્રવર્તી યોગ્યાવસ્થાને પામે છે ત્યારે રાજગાદી ઉપર આવે છે. આવ્યા બાદ યથાયોગ્યકાળે પોતાને મહાન્ ઉદયારંભ થવાનો યોગ્ય સમય થતાં પ્રથમ ચક્રાકારે વર્તતું, ઝળહળતું, મહાન નાના પ્રકારે મણિ મોતીઓની માળાઓ, ઘંટડીઓ અને પુષ્પની માળાઓથી અલંકૃત, ચક્રીને સદા આધિન, સૂર્ય જેવા દિવ્ય તેજથી સર્વ દિશાઓને પ્રકાશમય કરનારું, ૧,000 દેવોથી અધિષ્ઠિત એવું ચક્રરત્ન શસ્ત્ર રૂપ હોવાથી પોતાના પૂર્વજોની આયુધ શસ્ત્રો રાખવાની જગ્યામાં) શાળામાં ઉત્પન્ન થાય છે. સર્વ રત્નો અને આયુધોમાં પણ શ્રેષ્ઠ હોવાથી તેમજ ચક્રવર્તીના પ્રાથમિકદિવિજયને કરાવનારું હોવાથી સહુથી પ્રથમ આ ઉત્પન્ન થાય છે. સર્વાયુધોમાં સર્વોત્તમ પ્રભાવવાળું અને દુર્જય, મહાશત્રુપુરુષોનો વિજય કરાવવામાં સહાયરૂપ અમોઘ શક્તિવાળું આ રત્ન, ચક્રીથી શત્રુઓ ઉપર છોડાયા બાદ સેંકડો વર્ષે પણ તેને (ચક્રીના સ્વ ગોત્રીય વજી) હણિને જ ચક્રી પાસે આવનારુ હોય છે. આ રત્ન પ્રાયઃ આયુધ શાળામાં જયારે ઉત્પન્ન થાય છે ત્યારે હર્ષિત એવો આયુધશાળા રક્ષક પોતે જ પ્રથમ ચક્રરત્નનો વંદનાદિકથી સત્કાર કરીને પોતાના રાજાને (કે જે હજુ ભાવી ચક્રી રૂપ છે તેમને) હર્ષાનંદથી હૃષ્ટપુષ્ટબનીને રાજસભામાં ખબર આપે છે. ભાવી ચકી અને વર્તમાનના મહાનૃપતિ તે વાત સાંભળતા જ મહાઆનંદને પામીને ૭-૮પગલા ચક્રરત્નના સન્મુખ ચાલીને, સ્તુતિ-વંદનાદિક કરીને, ખબર આપનાર શાળા રક્ષકને પ્રીતિદાનમાં મુકુટવિના પહેરેલ સર્વભૂષણો આપીને તેમજ આજીવિકા બાંધી આપીને રવાના કરે છે. પછી નગરની ૧૮પ્રકારે રહેલી પ્રજાને ખબર આપી, નગરશુદ્ધિઓ કરાવી, વાજતે-ગાજતે પ્રજા સહિત નૃપતિ પુષ્ય-ચંદન સુગંધી દ્રવ્ય વગેરે વિપુલ સામગ્રીપૂર્વક શાળામાં જઈચક્રરત્નની યથાર્થ વિનયપૂર્વક પૂજાદિક વિધિઓ કરે છે. પછી ચક્રરત્નનો મહિમા વિસ્તારવા અષ્ટાહ્નિકાદિ મહામહોત્સવ કરી, પ્રજાને દાન આપી, ઋણમુક્ત કરી આનંદાનંદ વર્તાવે છે. દેવાધિષ્ઠિત આ રત્નછ ખંડને જીતવા ચક્રીને પ્રથમથી જ સ્વયં માર્ગદર્શક અને વિજેતા બનીને ચક્રીની આગળ જ ચાલે છે અને ચક્રી તેની પાછળ ચાલે છે અને જયારે ચાલે ત્યારે પ્રમાણાંગુલથી ૧યોજન ચાલીને ઊભું રહી જાય છે. ફ્રિ (૨) છત્રરત્નઃ આ પણ આયુધશાળામાં જ ઉત્પન્ન થાય છે. આ રત્ન છત્રીની જેમ ગોળ આકારનું, મસ્તક ઉપર ધારણ કરવા યોગ્ય અતિ મનોહર હોય છે. જેથી શરદઋતુમાં ચંદ્ર જેવું અતિ મનોહર, ચિત્ર-વિચિત્ર અને ઉપર ૯૯,૦૦૦ (છત્રીમાં હોય છે તેમ) સુવર્ણના સળીયાઓથી અંદરના ભાગે જોતાં પાંજરા જેવું શોભતું હોય છે. અંત ભાગે ચોતરફ મોતી-મણિ-રત્નની માળાઓથી મંડિત અને છત્રના બહારના ઉપરના ભાગે (ટોચે) અર્જુન સુવર્ણના શરદચંદ્ર જેવા સ્વચ્છને ઉજ્જવળ શિખરવાળું હોય છે. દેવાધિષ્ઠિત આ રત્ન હાથ પ્રમાણ છતાં ચક્રીના હસ્તસ્પર્શના પ્રભાવમાત્રથી (ચક્રરત્નને (સૈન્યને) ઢાંકવા) અધિક ૧૨ યોજનાના વિસ્તારવાળું બનીને મેઘાદિકના ઉપદ્રવથી રક્ષણ કરવા સમર્થ થાય છે. આ રત્ન વૃષ્ટિ-તાપ-પવન-શીતાદિ દોષો હરનારૂ તેમજ શીતકાળે ગરમી અને ઉષ્ણકાળે શીતલતા આપનારું અને પૃથ્વીકાયમય હોય છે. * (૩) દંડરત્ન આયુધશાળામાં ઉત્પન્ન થનારું આ રત્ન, ચક્રીના ખભા ઉપર રહે છે. ચક્રીનો આદેશ થતા માર્ગમાં આવતી અનેક ઊંચી-નીચી-વિષમ ભૂમિ આદિ સર્વને દૂર કરી સપાટ-સરળ માર્ગને કરી આપનારું શત્રુના ઉપદ્રવોને હરનારું, ઈચ્છિત મનોરથપૂરક, દિવ્ય અને અપ્રતિહત હોય છે અને જરૂર પડે તો યત્નપૂર્વક વાપરતા (સગરચક્રીના પુત્રની જેમ) ૧,000 યોજન ઊંડી અધભૂમિમાં અભુત વેગથી પ્રવેશ કરી જમીન ખોદી માર્ગ કરી આપનારું, ગુફાઓના દ્વાર ઉઘાડવામાં ઉપયોગી, વજનું બનેલું તેમજ વચમાં પતેજસ્વી રત્નોની રેખા-પટ્ટાઓથી શોભતું હોય છે. -ન૧૪૩) Jain Education International For Private & Personal Use Only C ૧૪૩ www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy