SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ જન કોસ્મોલોજી------------ -.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-કલાક ૬૩ શલાકાપુરુષ તેમજ અન્ય મહાપુરુષોનો ક્રમાદિ Gજ આ અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો અને બળદેવો મળીને ૬૩ શલાકાપુરુષો નીચે જણાવેલા ક્રમથી થયા છે. જ સર્વ પ્રથમ - “આદિનાથ” તીર્થકર ત્યારબાદ પ્રથમ “ભરત ચક્રવર્તી, ત્યારબાદ બીજા “અજિતનાથ” તીર્થકર ત્યારબાદ “સાગર” ચક્રવર્તી ત્યાર પછી ૩થી ૧૧ સુધીના... “સંભવનાથ-અભિનંદન-સુમતિનાથ પદ્મપ્રભ - સુપાર્શ્વનાથ - ચંદ્રપ્રભ સુવિધિનાથ શીતલનાથ અને શ્રેયાંસનાથ” તીર્થંકરો થયા. ત્યાર પછી પ્રથમ-વાસુદેવ* “ત્રિપૃષ્ઠ” નામે થયા તે સાથે પ્રથમ “અચલ”નામે બળદેવ અને “અશ્વગ્રીવ” નામે પ્રતિવાસુદેવ થયા. ત્યારબાદ ૧૨મા “વાસુપૂજ્ય” તીર્થંકર અને ત્યારબાદ બીજા વાસુદેવ “દ્ધિપુ” નામે સાથે જ “વિજય” બળદેવ અને “તારક” નામે પ્રતિવાસુદેવ થયા. ત્યારબાદ ૧૩મા “વિમલનાથ સ્વામી” તીર્થંકર પછી “સ્વયંભૂ” નામે ત્રીજા વાસુદેવ અને “ભદ્ર” નામે બળદેવ તેમજ “મેરક” નામે પ્રતિવાસુદેવ ત્યારબાદ ૧૪મા “અનંતનાથ” તીર્થંકર પછી ચોથા “પુરુષોત્તમ” નામે વાસુદેવ અને “સુપ્રભ” નામે બળદેવ તેમજ “મધુકૈટભ” નામે પ્રતિવાસુદેવ થયા ત્યારબાદ ૧૫મા “ધર્મનાથ” તીર્થંકર પછી ત્રીજા “મઘવા” નામે ચક્રવર્તી ત્યારબાદ પાંચમા “પુરુષસિંહ” નામે વાસુદેવ અને “સુદર્શન” નામે બળદેવતેમજ “નિશુંભ” નામે પ્રતિવાસુદેવ થયા. ત્યારબાદ ચોથા “સનકુમાર” ચક્રવર્તી થયા ને ત્યાર પછી ૧૬મા શ્રી “શાંતિનાથ” તીર્થંકર ૧૭મા “કુંથુનાથ' અને ૧૮માં “અરનાથ” તીર્થકર સાથે ૫-૬-૭માં ચક્રવર્તી રૂપે પણ થયા. ત્યારબાદ ૧૯મા “મલ્લીનાથ” તીર્થંકર થયા. પછી આઠમાં “સુભુમ” ચક્રવર્તી થયા. પછી “પુરુષ પુંડરિક” નામે ૬ઠ્ઠી વાસુદેવ સાથે જ “આનંદ” નામે બળદેવ અને “બલિ” નામે પ્રતિવાસુદેવ થયા. ત્યારબાદ ૨૦મા “મુનિસુવ્રતસ્વામી” તીર્થકર થયા પછી નવમા ચક્રી “મહાપદ્મ” નામે થયા. ત્યારબાદ સાતમા “દત્ત” નામે વાસુદેવ અને “નંદન” નામે બળદેવ અને “પ્રહલાદ” નામે પ્રતિવાસુદેવ થયા. ત્યારબાદ ૨૧મા શ્રી “નમિનાથ” તીર્થકર થયા. પછી દશમા “હરિષણ” નામે ચક્રી થયા પછી અગિયારમા “જય” નામે ચક્રી થયા. ત્યારબાદ આઠમા “લક્ષ્મણ” નામે વાસુદેવ “રામચંદ્રજી” નામે બળદેવ અને “રાવણ” નામે પ્રતિવાસુદેવ અવતર્યા. ત્યારબાદ ૨૨મા શ્રી “નેમીનાથ” તીર્થંકર થયા. પછી નવમા છેલ્લા “કૃષ્ણ” નામે વાસુદેવ અને “બળભદ્ર” નામે બળદેવ અને “જરાસંધ” નામે પ્રતિવાસુદેવ થયા. પછી છેલ્લા ૧૨મા ચક્રી “બ્રહ્મદા” નામે થયા. પછી ૨૩મા તીર્થંકર “પાર્શ્વનાથ” અને છેલ્લે ત્યારબાદ ૨૪મા તીર્થંકર “મહાવીર સ્વામી ભગવાન થયો. આ રીતે ૬૩ શલાકાપુરુષો આ અવસર્પિણી કાળમાં થયા છે. આ ઉપરોક્ત ૬૩ શલાકાપુરુષો સાથે જ્યારે નારદ ભેળવવામાં આવે ત્યારે ૭ર થાય છે તેમજ ૧૧ રુદ્રને પણ જો ભેળવવામાં આવે તો ૮૩ થાય છે એ પ્રમાણે ઉત્તમ મહાપુરુષોમાં ૪-૫-૬-૭ પ્રકારો થાય છે. તે તીર્થંકર-ચક્રીવાસુદેવ અને બળદેવ એમ ૪ પ્રકારે, પ્રતિવાસુદેવ યુકત ૫ પ્રકારે, નારદ યુક્ત ૬ પ્રકારે અને રુદ્ર યુક્ત ૭ પ્રકારે સમજવા. * વાસુદેવકીસાથે (સમકાલીકા જ) બળદેવ અપ્રતિવાસુદેવોપણ જાણવા. કે દરેક વાસુદેવના કાળમાં કલેશ કરવામાં કુશલ તેમજ કુતુહલી પરંતુ બ્રહાચર્યના સર્વોત્તમગુણાવાળા એકેક નારદ નામથી પ્રસિદ્ધ ગૃહસ્થ યોગી જેવા નારદ ઉત્પwા થતા હોવાથી ૯ હજારદની ઉત્પત્તિ કહી છે. તેઓ વાસુદેવાદ રાજાઓના અંતપુરમાં (રાણીવાસમાં):શંકપણો ગમનાગમન કરનારા અડો ગગડાગામનીલબ્ધવાળા હોય છે તેમજ સર્વત્ર રાજસભાઓમાં રાજપૂછે ત્યારે ક્ષેત્રોની કૌતુકી વાતો સંભળાવે છે અને એક બીજાને ફ્લેશ ઉત્પા કરવાહૂ પણ કરે છે. વળી, જે ૧૧ રુદ્રદીધા તેઓ ૧૧ મહાદેવના નામથી પણ પ્રસિદ્ધ હોય છે. તેઓ સખ્યત્વી છતાં તેવા પ્રકારના કર્મોદયે અનેક લોકવિરુદ્ધ આચરણોને પણ આયરનારા હોય છે જેથી તેઓ વ્યભિચારીપલા કહેવાય છે. તેઓના નામ પ્રમાણેઃ (૧) ભીમવલ (૨)જિતશત્રુ (૩)વળ (૪) વૈશ્વાહાર(૫)સુપ્રતિષ્ઠ(૬) અચલ (૭) પુંડરિક (૮) આંજતધર(૯) અંજતબલ (૧૦)પેઢાલ(૧૧)સત્યડી. { ૧૪૧) ૧૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy