________________
જૈન કોસ્મોલોજી = = = = =.
શાશ્વત જિનભવન-જિનપ્રતિમાજીદ...
---------મધ્યલોક
58
* દરેક શાશ્વત જિનચૈત્ય રત્ન, સુવર્ણ અને મણિનું બનેલું હોય છે. આ શાશ્વત જિનભવનોના પશ્ચિમ સિવાયની ત્રણ દિશામાં ૩ દ્વાર હોય છે. ચૈત્યનાં અતિ મધ્યભાગમાં ૧ મોટી મણિપિઠિકા (રત્નપીઠ) હોય છે અને તે ઉપર એક દેવછંદક (સ્તુપ સરખા આકારવાળો ગભારો) બાંધેલો હોય છે. તેનું પ્રમાણ મણિપિઠિકા જેટલું પ્રમાણાંગુલથી જાણવું. પરંતુ ઊંચાઈ કાંઈક અધિક જાણવી. તે દેવછંદકમાં મણિપિઠિકા ઉપર ચારે તરફની મળીને ૧૦૮ પ્રતિમા ઉત્સધાંગુલના પ્રમાણથી પOO ઘનુષ્ય ઊંચી હોય છે, જેથી ૧-૧ દિશામાં ૨૭-૨૭ પ્રતિમાજી ઊભી રહેલી હોય છે. ત્યાં ઋષભ-ચંદ્રાનન-વારિષણ ને વર્ધમાન એ ૪ નામવાળી પ્રતિમાઓ છે.
/ શાશ્વત પ્રતિમાજીના જુદા જુદા રનિક (રત્નો સંબંધી) અવયવો../ જ તે શ્રી જિનપ્રતિમાઓના નખ એકરત્નના શ્વેતવર્ણો, નખના પ્રતિસેક (પર્યન્તવત ખૂણાભાગ નખની નીચેનો હોય તે) લોહિતાક્ષરત્નના રક્તવર્ષે છે. હથેળી, પગના તળીયાં, નાભિ, જીભ, શ્રીવત્સ (જ છાતીનાં મધ્યે ઉપસતો ભાગ હોય તે) અને ચસુક (સ્તનની ડીંટીઓ) તથા તાળ એ સર્વ તપનીય સુવર્ણમય રક્તવર્ણના હોય છે. દાઢી, મૂંછ અને રોમરાજી રિઝરત્નમય કૃષ્ણવર્ણની છે બે હોઠ પરવાળાના રક્તવર્ષે છે. નાસિકા લોહિતાક્ષરત્નના રક્તવર્ષે છે તેમજ તારા (કીકી) પાંપણ અને ભૂ (ભવા) એ રિઝરત્નમય કૃષ્ણવર્મે છે. લલાટ, કાન, કપોલ એ સુવર્ણના પીતવર્ષે છે. શીર્ષના કેશ રિઝરત્નના કૃષ્ણવર્ષે તથા કેશભૂમિ (મસ્તકનો ઉપલો ભાગ અથવા કેશના મૂળ ભાગનું સ્થાન) તપનીય સુવર્ણમય રક્તવર્ષે છે. શીર્ષ વજરત્નમય શ્વેતવણે છે તથા ડોક, ભુજાઓ, પગ, જંઘા, ગુલ્ફ (પગની ૨ પાની), સાથળો અને શરીર એ સર્વ સુવર્ણમય પીતવણે છે. એ પ્રમાણે શાશ્વત જિનપ્રતિમાજીના રત્ન વગેરેથી નિર્મિત અવયવો હોય છે.
|| શાશ્વત પ્રતિમાજીના ચારે દિશામાં રત્નમય વિવિધ રચનાઓ... II. Lજ દરેક પ્રતિમાજીની પાછળ ૧ છત્રધારી રત્નપ્રતિમા છે, બે પડખે ૧-૧ ચામરધારી રૂપ છે અને સન્મુખ બે પડખે ૧-૧ નાગપ્રતિમા હોવાથી બે નાગપ્રતિમા, ૧-૧ યક્ષપ્રતિમા હોવાથી ૨ યક્ષપ્રતિમા, ત્યારબાદ ૨ ભૂતપ્રતિમા, ત્યારબાદ ૨ કુંડધરપ્રતિમા છે. એ જ પ્રતિમાઓ વિનયથી નમ્ર થઈ બે હાથ જોડીને પગે લાગતી હોય તેવી છે.
I દેવછંદકમાં રહેલી સામગ્રી : # તથા એ દેવછંદકમાં ૧૦૮ ઘંટ, ૧૦૮ ધુપના કડછા, ૧૦૮ ચંદનકળશ (જલપૂર્ણ કળશો), ૧૦૮ ભંગાર (નાના કળશો), ૧૦૮ આરિસા, ૧૦૮ થાળ, ૧૦૮ પાત્રીઓ (નાની થાળીઓ), ૧૦૮ સુપ્રતિષ્ટ (ડમરૂ આકારની ઊભી બેઠકો કે જેના ઉપર થાળ વગેરે રાખી શકાય... અથવા રહેલા છે.) ૧૦૮ મનોગુલિકા (રત્નના બાજોઠ વિશેષ), ૧૦૮ વાતકરક (કોઈ વસ્તુવિશેષ), ૧૦૮ વિચિત્ર રત્ન કરંડીયા, ૧૦૮ રત્નના અશ્વકંઠ (શોભા માટે), ૧૦૮ હસ્તિકંઠ, ૧૦૮ નરકંઠ, ૧૦૮ કિન્નરકંઠ, ૧૦૮ કિંગુરુષકંઠ, ૧૦૮ મહોરગકંઠ, ૧૦૮ ગધર્વકંઠ, ૧૦૮ વૃષભકંઠ, ૧૦૮ ચંગેરી, ૧૦૮ પટલ
વડલા)*, ૧૦૮ સિંહાસન, ૧૦૮ છત્ર, ૧૦૮ ચામર, ૧૦૮ દાબડા, ૧૦૮ ધ્વજાદિ... આ વસ્તુઓ જિનભવનમાં સર્વે રત્નમય હોય છે ને અતિમનોહર (રમણિયક) હોય છે
છત્રધર અને યામરઘરપ્રતિમાઓ હાજિનમ્રતમાની જેમજ ઊભી રહેલી જાણાવી. ૧૦૮ પુષચંગેરી, ૧૦૮ માચચંગેરી, ૧૦૮ ચૂયંગેરી, ૧૦૮ ગંધયંગેરી, ૧૦૮ વસ્ત્રચંગેરી, ૧૦૮ આભરણાવંગેરી, ૧૦૮ સિદ્ધાર્થ (શ્વેત સર્ષl) અંગેરી, ૧૦૮ લોમહસ્ત ચંગેરી (મોમ્પછિીની પૂંજની) એ આઠ પ્રકારની યંગેરીઓ(પાત્ર-ભાજળવિશેષ) જાણાવી. અંગેરીની જેમ આઠ પ્રકારના પુષ્પપટલ વગેરે...)૧૦૮-૧૦૮ જાણવા. તેલનમુણક, કોકસમુણક, યોગસમુક, તગરસમુણક, એલાયચીસમુદ્યક, હરતાલ સમુદ્ઘક,હિંગલોકરમુક,મહાશિવસમુણક, અંજળ સમુણકએ પ્રકારના દાબડા. તેયાદરેક ૧૦૮-૧૦૮ જાણવા.
–-૧૩૧) Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
૧૩૧