________________
જૈન કોસ્મોલોજી
મધ્યલોક
भानुषोत्तर पर्वत
56.
જ કાળોદધિ સમુદ્રની સર્વ બાજુએ વિંટળાયેલો વળયાકાર સરખો પુષ્કરવરદ્વીપ નામનો દ્વીપ છે. તે કાળોદધિ સમુદ્રથી બમણો હોવાથી ૧૬,00,000 (સોળ લાખ) યોજનાના વિસ્તારવાળો છે. એ દ્વીપના વલયાકાર મધ્યભાગમાં એટલે એ દ્વીપના આઠ લાખ યોજનના ર વિભાગ થાય તેવા પહેલા વિભાગના પર્યન્ત ને બીજા વિભાગના પ્રારંભમાં માનુષોત્તર પર્વત નામનો પર્વત આવેલો છે તે પણ દ્વીપની જેમ વલયાકારે છે. એ પર્વત પુષ્કરવરદ્વીપના પહેલા અર્ધભાગથી બહાર ગણાય છે. કારણ કે એનો વિસ્તાર બીજા અર્ધભાગમાં આવેલો છે. તેથી જંબૂદ્વીપ તરફનો અથવા કાલોદધિ સમુદ્રને સ્પર્શેલા પહેલો અત્યંતર પુષ્કરાર્ધ સંપૂર્ણ ૮ લાખ યોજનનો છે અને બીજો બાહ્ય પુષ્કરાર્ધ દેશોન (માનુષોત્તર વિસ્તારના ૧,૦૨૨ યોજન રહિત) ૮ લાખ યોજનનો છે, એ પ્રમાણે અત્યંતર પુષ્કરવરાધને વિટાયેલો એ પર્વત જાણે અત્યંતર પુષ્કરવરદ્વીપની અથવા મનુષ્યક્ષેત્રની જગતી સરખો (કોટ સરખો) ન હોય તેવો ભાસે છે... ક્રિ એ પર્વતનું પ્રમાણ લવણસમુદ્રમાં કહેલા ૮ વેલંધર પર્વત સરખું છે એટલે મૂળમાં ૧,૦૨૨ યોજન પહોળો ને ૧,૭૨ ૧ યોજન ઊંચો છે. અહીં પ્રમાણની સરખામણીમાં વેલંધર પર્વત સમ કહ્યો, પરંતુ આકારમાં તો સિંહનિષાદી આકારવાળો છે. એટલે સિંહ જેમ આગળના બે પગ ઉપર રાખીને અને પાછલા બે પગ વાળી કૂલા તળે રાખીને સંકોચીને બેસે તે વખતે પશ્ચાતુ ભાગે નીચો અને અનુક્રમે આગળ મુખસ્થાને અતિ ઊંચો દેખાય તેવા આકારનો છે. તેથી આ પર્વત બહારની બાજુમાં મૂળથી જ ઘટતા ઘટતા વિસ્તારવાળો થઈ અભ્ય. ભાગે ઊભી ભીતી સરખો જ ઊંચો રહી શિખરતલે ૪૨૪ યોજન માત્ર રહ્યો, જેથી ૧,૦૨રમાંથી ૪૨૪ બાદ કરતાં પહ૮ યોજનનો ઘટાડો તો કેવળ બહારની બાજુમાં જ થયો અને અત્યંતર બાજુમાં કાંઈ પણ વિસ્તાર વગેરે ન ઘટવાથી ઊભી ભીંત સરખો ઊંચો જ રહ્યો. જિ અથવા તો પર્વતના આકાર માટે શાસ્ત્રમાં બીજું દૃષ્ટાંત કહ્યું છે તે આ પ્રમાણે - પુષ્કરવરદ્વીપને અત્યંત મધ્યભાગે વલયાકારે સર્વ બાજુ ફરતો એક પર્વત એવો કલ્પીએ કે જે મૂળમાં ૨,૦૪૪ યોજન વિસ્તારવાળો હોય અને શિખરીતળે ૮૪૮ યોજન વિસ્તારવાળો હોય એવો પર્વત કલ્પીને તેના અતિ મધ્યભાગથી બે વિભાગ કરી અંદરના વિભાગને ઉઠાવી લઈને રદ કરી દઈએ. તેથી જે બાહ્યાધે વિભાગ જેવા આકારનો બાકી રહ્યો છે તેવા જ આકારનો અથવા અન્ય રીતે અર્ધ યવના આકાર સરખો માનુષોત્તર પર્વત છે તથા આ પર્વતનું નામ માનુષ - મનુષ્યક્ષેત્રની ઉત્તર-ઉત્તરે એટલે પર્યન્ત આવેલો હોવાથી એનું નામ “માનુષોત્તર” પર્વત છે.
માનુષોત્તરપર્વતની ઉપર ચાર દિશામાં ૧-૧ સિદ્ધાયતન કૂટ છે અને દરેક દિશામાં ત્રણ-ત્રણ તે તે દેવ નામવાળા દેવકૂટ છે. તેથી દરેક દિશામાં ૩દેવકૂટ અને ૧ સિદ્ધકૂટ મળી ૪-૪ કૂટછે તથા વિદિશામાં પણ ૧-૧ કૂટછે. તેથી ૧૬ દેવકૂટ અને ૪ સિદ્ધકુટ મળી ૨૦ કૂટ છે. જો કે ૪ સિદ્ધકૂટ સિદ્ધાંતોમાં સાક્ષાત્ કહ્યા નથી, તો પણ ચારણમુનિઓના ગતિ વિષયના પ્રસંગે, “મુનિઓ માનુષોત્તરગિરિ ઉપર ચૈત્યવંદના કરે છે” એમ કહ્યું છે માટે જણાવ્યા છે અથવા જંબુદ્વીપને જેમ જગતી વિટાયેલી છે તેમ મનુષ્યક્ષેત્રને આ પર્વત વિંટળાયેલો છે. તો ચાલો મિત્રો ! હવે માનુષોત્તર પર્વતનું કાંઇક વિશેષ અવનવું જાણી લઇએ... આ કોષ્ટકના માધ્યમે..... ક્રમ | વિષય
પ્રમાણાદિ
વિષય
પ્રમાણાદિ | ૧ | ઊંચાઈ
- ૧,૭૨૧ યોજન | ૭ અત્યંતર પરિધિ | ૧,૪૨,૩૦,૨૪૯ યોજન ૨ | ભૂમિની અંદર અવગાઢ ૪૩) યો. ૧ ગાઉ
બાહ્ય પરિધિક ૧,૪૨,૩૬,૭૧૩ યોજન ૩ | પૃથ્વીની ઉપર
૧,૦૨૨ યોજન
મધ્ય પરિધિ
૧,૪૨,૩૪,૮૨૩ યોજન ૪ | મધ્ય વિસ્તાર
૭૨૩ યોજન | ૧૦ | શિખર પરની પરિધિ | ૧,૪૨,૩૨,૯૩ર યોજન શિખરનો વિસ્તાર ૪૨૪ યોજન | ૧૧ | શેનો બનેલો છે?
જાંબુનદ સુવર્ણમય ફૂટ સંખ્યા
૨૦ | આકાર
સિંહનિષાદિ અથવા
અર્ધા જવ જેવો
જ | do |
m | ટ |
I[
શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે આ સંપૂeતચ્છલોકમાં માત્ર (૧) માતુષોત્તરપર્વત (૨) કુંડલ પર્વત અને (૩) યક પર્વત આ પર્વતો જ એવા છે કે જે સંપૂર્ણ વળયાકારે (ગોળરૂપે) રહેલા છે અને બાકીના કેટલાક દીઘકારે, કેટલાક પત્યાકારે, કેટલાક ઝલ્લરીના આકારના કેટલાક ઉદસ્તગોપૃચ્છાકારે, કેટલાક અક્ષરસ્કંધાકારે અથવા મિહકાગધાકારે, કેટલાક ગજદંતાકારે તો કેટલાકડમરૂકાકારે ઉત્પાતપર્વતો) વગેરે પણ હોય છે.
- ૧૨૫) Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org