SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી –––––––––– લાક 55 ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્ર If તેલના માલપુડાના આકારે રહેલા એક લાખ યોજન પ્રમાણ જંબૂદ્વીપ પછી બે લાખ યોજનના વિસ્તારવાળો લવણસમુદ્ર છે. ત્યાર બાદ તેથી બમણા એટલે ચાર લાખ યોજનાના વિસ્તારનો ધાતકીખંડ આવેલો છે અને ત્યાર બાદ તેથી બમણા એટલે આઠ લાખ યોજનના વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર છે. ત્યાર બાદ તેથી બમણા એટલે સોળ (૧૬) લાખ યોજનાના વિસ્તારવાળો પુષ્કરવરદ્વીપ આવેલો છે. પુષ્કરવરદ્વીપની બરાબર મધ્યમાં વલયાકારે વિંટળાઈને માનુષોત્તર પર્વત આવેલો છે, તેના લીધે પુષ્કરવરદ્વીપના ૨ વિભાગ પડે છે. બહારના વિભાગમાં મનુષ્યો નથી. એટલે એ અર્ધદ્વીપને મનુષ્યક્ષેત્ર તરીકે લીધેલો નથી, એટલે ૧ + ૧ + 1 = અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર થયું અર્થાત્ જંબૂદ્વીપથી એક તરફ અર્ધપુષ્કરવરદ્વીપ સુધીના ૨૨ લાખ યોજન થયા. તેવી જ રીતે જંબૂદ્વીપથી બીજી બાજુના પણ અર્ધપુષ્કરવરદ્વીપ સુધીના ૨૨ લાખ યોજન થયા. બંને બાજુના ભેગા થઈ કુલ ૪૪ લાખ યોજના ક્ષેત્ર થયું. એમાં ૧ લાખ યોજન જંબૂદ્વીપનું ક્ષેત્ર ઉમેરતા સર્વ મળી ૪૫ લાખ યોજનનું મનુષ્ય ક્ષેત્ર યું. આ મનુષ્ય ક્ષેત્રને ફરતો અથવા પુષ્કરવરાર્ધ પુરો થતાં જ તેને ફરતો માનુષોત્તર નામનો પર્વત અર્ધવળયાકાર સિંહનિષાદિ આકારવાળો મનુષ્યક્ષેત્રના (જાણે) રક્ષણ માટે કિલ્લા સરખો હોય તેમ શોભે છે. * પ્રશ્નઃ આ માનુષોત્તર એટલે શું? સમાધાન: માનુષોત્તર એટલે મનુષ્યોની ઉત્તરે (પછી) આવેલો પર્વત તે માનુષોત્તર કહેવાય છે અથવા જે ક્ષેત્રની બહાર મનુષ્યોના જન્મ અને મરણ ન થાય તે ક્ષેત્રની મર્યાદા બાંધનારા પર્વતને માનુષોત્તર પર્વત કહેવાય છે. પર્વતની અંતિમ સીમાથી લઈ તિચ્છલોકના અંતભાગ સુધીના કોઈપણ સ્થાનમાં મનુષ્યોના જન્મ-મરણ થતાં નથી. ચારણ મુનિઓનું કે દેવી સહાયથી મનુષ્યોનું ગમનાગમન અઢીદ્વીપની બહાર સંભવે છે ખરું, પણ તેમના જન્મ કે મરણ તો ન જ થાય જેમ અઢીદ્વીપમાં ગંગા-સિંધુ આદિ મહાનદીઓ શાશ્વતી વર્તે છે તેવી શાશ્વતી નદીઓ, પદ્મદ્રહાદિ, શાશ્વત દ્રો, સરોવરો, પુષ્પરાવર્તાદિ સ્વભાવિક મેળો, મેઘની સ્વાભાવિક ગર્જનાઓ, વીજળીઓ, બાદરઅગ્નિ, તીર્થકર, ચક્રવતી, વાસુદેવ, બળદેવાદિ ઉત્તમ પુરુષો, કોઈપણ મનુષ્યના જન્મ કે મરણ તેમજ “સમય-આવલિકામુહૂર્ત-દિવસ-પક્ષ-માસ-અયન-વર્ષ-યુગ-પલ્યોપમ-સાગરોપમ-અવસર્પિણી-ઉત્સર્પિણી આદિ સર્વ પ્રકારનો કાળ વગેરે પદાર્થો માત્ર ને માત્ર અઢીદ્વીપમાં જ છે, પરંતુ અઢીદ્વીપની બહાર તો હોતા જ નથી... * તદુપરાંત અઢીદ્વીપની બહાર ભરતાદિ સઘળાં ક્ષેત્રો સરખા પર્વતો, ઘરો, ગામ, નગરો, ચતુર્વિધ સંઘ, ખાણો, નિધિયો, ચંદ્ર-સૂર્યાદિ જયોતિષી વિમાનોનું પ્રમાણ તેમજ ગ્રહણો નથી. વળી સૂર્ય-ચંદ્રના પરિવેષ (મંડલો) પણ નથી. ઈન્દ્રધનુષ, ગાંધર્વનગરાદિ (આકાશમાં થતા ઉત્પાતસૂચક ચિહ્નો) નથી, પરંતુ સમુદ્રમાં દ્વીપો છે તેમજ કોઈ કોઈ દ્વીપ-સમુદ્રોમાં શાશ્વતા પર્વતો પણ છે. પરંતુ અલ્પ હોવાથી અહીં વિપક્ષી કરાતી નથી અને અઢીદ્વીપ બહાર દ્વીપો ઘણા હોવાથી મૂળ ગાથાઓમાં દ્વીપનો અભાવ કહેલ નથી. જે માટે લઘુ ક્ષેત્ર માસમાં કહ્યું नइ-दह-घण-थाणि-यागाणि-जिणाइ, नरजम्म-मरणकालाइ । पणयाललक्खजोयण नरखित्तं मुत्तुं णो पुरओ ॥१॥ છેઅહીં સ્વાભાવિક કહેવાતું કારણ એક જ છે કે, અઢીદ્વીપની બહાર અસુરાદિ દેવોએ વિદુર્વેલા મેઘગર્જના અને વિજળીઓ તેમજ વરસાદવગેરે સર્વહોઈ શકે છે. બાદર” કહેવાતું કારણ એ છે કે, સૂમષ્ઠાતો ૧૪રાજલોકમાં સર્વત્રવ્યાપ્ત જ હોવાથી અઢીદ્વીપની બહારયણા હોય છે માટે.. ત્ર સમય-આવલિ આદિ વ્યવહારિક કાળ સૂર્ય-ચંદ્રના ભ્રમણાથી થાય છે અને ત્યાં સૂર્ય-ચંદ્રાદિ સર્વ જ્યોતિષ યસ્થિર છે. માટે વ્યવહારિકકાળ ત્યાં હાથીયરંતુ વર્તના લક્ષણાત્મકળાશયકાળ તો છે જ.... ૧ ૧૨૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy