________________
જેન કોસ્મોલોજી-------
મધ્યલોક
અઢીદ્વીપ
54
૪િ ૧૪ રાજલોકના જે વિભાગ છે તેમાંના તિર્જી (મધ્ય) લોકમાં આ અઢીદ્વીપ આવેલો છે. જ તિÚલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો આવેલા છે, પરંતુ માનવવસ્તી અને કાળનો વર્તારો ફક્ત અઢીદ્વીપમાં જ છે. જિ આ અઢીદ્વીપ “મનુષ્યક્ષેત્ર” અથવા “સમયક્ષેત્ર” વગેરે નામોથી પણ ઓળખાય છે. જ આ અઢીદ્વીપનું પ્રમાણ ૪૫ લાખ યોજન પ્રમાણ છે. તે આ રીતે - ૧ લાખ યોજનાનો જંબૂદ્વીપ + તેને ફરતો ૨ લાખ યોજનનો લવણસમુદ્ર +તેને ફરતો ૪ લાખ યોજનનો ધાતકીખંડ અને + તેને ફરતો ૮ લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર અને એને ફરતો ૮ લાખ યોજનનો અર્ધપુષ્કરવર દ્વીપ... એવી રીતે ૧ લાખ યોજનનો જંબૂદ્વીપ અને તેની બંને બાજુ ૨ + ૪ + ૮ + ૮ = ૨૨ + ૨૨=૪૪ એમ કુલ ૪૫ લાખ યોજન પ્રમાણ આ અઢીદ્વીપ થાય છે". જ ઉપરોક્ત જેટલું અઢીદ્વીપનું પ્રમાણ છે એટલું જ સિદ્ધશિલાનું પણ પ્રમાણ છે. કારણ કે, મનુષ્યક્ષેત્રોમાંથી જ જીવ (મનુષ્ય) મોક્ષે જઈ શકે છે અને મોક્ષે જનાર આત્મા સમશ્રેણીમાં જ ઊર્ધ્વ ગતિ કરે છે, એથી જ બંનેનું પ્રમાણ (૪૫ લાખ યોજન) સરખું કહ્યું છે. Fક અઢીદ્વિીપની અંદર સૂર્ય અને ચંદ્રાદિ પંચવિધ જ્યોતિષ દેવો છે, તે બધા જ ચલ છે... તેના કારણે જ દિવસ-રાતાદિ રૂપ કાલનો વર્તારો હોય છે અને અઢીદ્વીપની બહાર સૂર્ય-ચંદ્રાદિ સ્થિર હોવાથી ત્યાં દિવસ-રાતાદિ (માસ-વર્ષ વગેરે) રૂપ કાળ વર્તતો નથી. પણ આ અઢીદ્વીપમાં ૧૩૨ સૂર્ય - ૧૩૨ ચંદ્ર પોતપોતાના પરિવાર સહિત ભ્રમણ કરે છે તેમજ ૧ સૂર્ય-૧ ચંદ્રના પરિવારમાં ૮૮ નક્ષત્ર, ૨૮ ગ્રહ અને ૬૬,૯૭૫ કોડાકોડી તારાનો પરિવાર હોય છે. # આ અઢીદ્વીપમાં ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતર્દીપ એમ કુલ મનુષ્યનાં ૧૦૧ ક્ષેત્ર હોય છે. વળી, ૩૦ વર્ષધર પર્વત, ૪ ઈલુ (ઈષ) કાર પર્વત, ૫ મેરુપર્વત, ૧,OOO કંચનગિરિ પર્વત, ૧૭૮દીર્ઘ વૈતાઢય પર્વત, ૨૦વૃત્ત વૈતાઢય પર્વત, ૨૦ગજદંત પર્વત, ૮૦વક્ષસ્કાર પર્વત, ૧૦૦મક-સમક પર્વત, ૧૦ ચિત્ર-વિચિત્ર પર્વત એ પ્રમાણે સર્વ મળી ૧૩૪૯ મોટા પર્વતો છે. વળી લવણસમુદ્રમાં ૪વેલંધર+૪ અનુવલંધર=૮૫ર્વતો ઉમેરતાં કુલ ૧,૩૫૭મોટા પર્વતો થાય છે તેમજ ૩૫૦મોટી નદીઓ છે, વળી ૮૦દ્રહો છે. (તમાં ૩૦મહાદ્રહો, ૩૦પર્વતો (વર્ષધર) ઉપર છે અને બાકી ૫૦ દ્રહો કુરુક્ષેત્રોમાં જાણવા.). # વળી, આ અઢીદ્વીપમાં સર્વકાળે પાંચ મેરુપર્વતના પાંડુકવનમાં રહેલી શીલાઓ-૨૦, શીલા પર સ્થિત જન્માભિષેક માટેનાં સિંહાસનો-૩૦, ૧૭૦ઋષભકૂટ (જેના પર ચક્રવર્તી પખંડવિજય દરમિયાન સ્વનામ અંકિત કરે છે.), ૧૭૦ કોટિશિલા (જને વાસુદેવ જ ઉપાડી શકે છે.) મૂળ અયોધ્યા નગરીઓ-૧૭૦, વૈતાઢ્યની (તમિસ્ત્રા-ખંડપ્રતાપા) ગુફા૩૪૦, માગધ-વરદામ-પ્રભાસતીર્થ-૫૧૦, ભરત-ઐરાવત અને ૩૨ વિજયોમાં સ્થિત ૬-૬ ખંડ = ૧,૦૨૦, ૧ પખંડમાં ૩૨,OOO દેશ તો અઢીદ્વિીપમાં કુલ-૫૪,૪૦,000 દેશો, જંબૂ વગેરે મોટા (પૃથ્વીકાયમય) વૃક્ષો-૧૦, અંતર નદીઓ-૬૦, દીર્ઘ વૈતાઢ્યની (દરેક વિજયમાં ૨ વિદ્યાધરની, ૨ આભિયોગિક દેવોની મળીને ૪-૪ શ્રેણી ગણતાં) - ૬૮૦શ્રેણી વગેરે... જાણવું. જ આ અઢીદ્વીપને ફરતો માનુષોત્તર પર્વત છે અને તેની બહાર મનુષ્યની વસતિ નથી અને તે મનુષ્યક્ષેત્રની મર્યાદા કરતો હોવાથી માનુષોત્તર પર્વત તરીકે ઓળખાય છે.
આ અઢીદ્વીપમાં કુલ ૩,૧૭૯ શાશ્વત ચૈત્ય અને તેમાં ૩,૮૧,૪૮૦ પ્રતિમાઓ બિરાજમાન છે. જ અઢીદ્વીપમાં સર્વકાળે જઘન્યથી ૨૦ તીર્થકરો વિહરમાન હોય છે તેમજ કોઈ કાળે ઉત્કૃષ્ટથી ૧૭૦ પણ હોય છે.
૧૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org