________________
જૈન કોસ્મોલોજી
--.-..-મધ્યલોક
गोतीर्थ अने रणवृद्धिनो से तरथी हेजाव
51)
જ જંબૂદ્વીપને ફરતો લવણસમુદ્ર છે અને લવણને ફરતો ધાતકીખંડ છે. જેથી લવણસમુદ્રનું બંને કિનારાનું જળ બે દ્વીપના કિનારાને અડીને સ્પર્શીને રહ્યું છે. તેમાં જંબૂઢીપને સ્પર્શેલ અત્યંતર કિનારો અને ધાતકીખંડના દ્વીપને સ્પર્શેલ બાહ્ય કિનારો ગણાય. આ જંબૂદ્વીપની ગતીને સ્પર્શેલા અત્યંતર કિનારાથી ૯૫,૦OO યોજન સમુદ્રમાં દૂર જઈએ ત્યાં સુધી સમુદ્રની ભૂમિ અનુક્રમે નીચી નીચી ઉતરતી ગઈ છે. જેથી ૯૫,OOOયોજનને અંતે ૧,000 યોજન જેટલી ભૂમિ ઊંડી થવાથી ત્યાં જળની ઊંડાઈ ૧,000 યોજન છે. તેવી જ રીતે ધાતકીખંડને અડેલા કિનારાથી સમુદ્રમાં ૯૫,૦OO (જંબૂદીપ તરફ) આવીએ ત્યાં સુધી ક્રમશઃ ભૂમિ ઉપર થતા ત્યાં પણ ૯૫,000 યોજનને અંતે જલથી ઊંડાઈ ૧,000 યોજન થયેલી છે. એવા પ્રકારના ભૂમિ ઉતારને શાસ્ત્રમાં “ગોતીર્થ” કહેવાય છે. જેથી જેબૂદ્વીપને અડતું જળ અંગુલના અસંખ્યાતમાં ભાગનું ઊંડું ગણવું અને ત્યાર બાદ અનુક્રમે જળની ઊંડાઈ વધતી વધતી ૯૫,૦૦૦યોજનને અંતે ૧,૦૦૦યોજન ઊંડી થાય છે, એ જ રીતે ધાતકી તરફના ૯૫,000 યોજનમાં પણ જાણવું.
તથા લવણસમુદ્ર ૨,00,000 (બે લાખ) યોજનાના વિસ્તારવાળો હોવાથી ર બાજુના ૯૫,૦૦૦-૯૫,૦૦૦ યોજન ગોતીર્થના બાદ કરતાં અતિ મધ્યભાગે શેષ રહેલા ૧૦,૦૦૦ યોજન જેટલા વિસ્તારમાં ૧,000 યોજન ઊંડાઈ એક સરખી રીતે છે તથા બંને બાજુએ જેમ ૯૫,૦૦૦ યોજન સુધી ભૂમિ ઉતાર છે, તેમ ૯૫,000 યોજન સુધી જળ પણ અનુક્રમે સમભૂમિની સપાટીથી ચઢતું ઊંચું થતું ગયું છે, જેથી બંને બાજુ ૯૫,૦૦૦ને અંતે સમભૂમિની સપાટીથી ૭00 યોજન જેટલું ઊંચું જળ છે. જેથી તે સ્થાને નીચે ૧,000 યોજન ઊંડાઈને ૭00 યોજન ઊંચાઈ હોવાથી ત્યાંની ભૂમિથી ૧,૭૦૦યોજન જેટલું જળ ઊંચું છે... વળી, એ સ્થાન પર સમભૂતલા સપાટીથી ૧૬,000 યોજન ઊંચી પાણીની શિખા પણ છે. આમ મધ્યભાગમાં ભૂતલથી શિખા સુધીની જલની સપાટી ૧૭,000 યોજન થાય છે. વેલંધર દેવો અને અનુવેલંધર દેવો બંને તરફના છેડેથી આ જલને પાવડા જેવા સાધન વડે સતત લવણસમુદ્ર તરફ ઉલેચતા રહે છે. જેના કારણે એ જલ દ્વીપોમાં પ્રવેશતું નથી. જ પ્રશ્નઃ જળનો કુદરતી સ્વભાવ હંમેશા સપાટીમાં રહેવાનો છે છતાં આ જળને ક્રમશઃ ચઢાવપૂર્વક ૭૦૦યોજન ઊંચું કહો છો, તે કેમ બને? ઉત્તર : આ લવણસમુદ્રનું જળ તથા પ્રકારના ક્ષેત્ર સ્વભાવે જ ક્રમશઃ ચઢતું છે. એટલું જ નહિ, પરંતુ લઘુક્ષેત્ર સમાસ -ગાથા ૧૯૭ના અનુસાર કોટ સરખા ઉભા આકારનું અથવા ઊભી ભીતિ સરખું પણ છે. તે વળી એથી પણ અધિક આશ્ચર્યકારક છે.
| લવકાસમુદ્રના પદાર્થોનો સંક્ષિપ્ત સંગ્રહ | ૧ | પ૬ અંતર્ધ્વપ | ૫ | ૪ મોટા પાતાળ કળશ | | ૬ તીર્થદ્વીપ
૧૩] ૪ ચન્દ્ર | ૪ સૂર્ય | ૨ | ૧ ગૌતમદ્વીપ | ૬ | ૭,૮૮૪ લઘુપાતાલકળશ |૧|૧ ઉદકમાળા (શિખા) | ૧૪ ૧૧૨ નક્ષત્ર | ૩ ૧૨ ચન્દ્રદ્વીપ | ૭ | ૪ વેલંધર પર્વત |૧૧| ૧,૭૪,૦OOલંધરદેવ ૧૫] ૩પ૨ ગ્રહ ૪] ૧૨ સૂર્યદ્વીપ | ૮ | ૪ અનુવલંધર પર્વત |૧૨| ૨ ગોતીર્થ
૧૬ | ૨,૬૭,૯OO કો.કો. તારા
વળી એ ઉપરાંત ઉત્કૃષ્ટથી ૫00 યોજન (ઉત્સધાંગુલ) પ્રમાણના મસ્યાદિ જલચરો છે તથા જગતીના વિવરોમાં થઈને જંબુદ્વીપમાં પ્રવેશેલા જળમાં એ જ વિવરોમાં થઈને મત્સ્યો પણ વધુમાં વધુ ૯ યોજન દીર્ઘ કાયાવાળા પ્રવેશ કરે છે. આ લવણસમુદ્ર, કાળોદધિ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય ઘણી જાતિના અને ઘણા છે. શેષ સમુદ્રોમાં મલ્યો છે, પરંતુ લવણાદિ ત્રણ સમુદ્રની અપેક્ષાએ બહુ અલ્પ છે. તેમાં કાલોદધિમાં મોટામાં મોટા ૭૦૦ યોજનના મત્સ્ય અને સ્વયંભૂરમણમાં ૧,૦OOયોજનના મત્સ્ય છે. શેષ સમુદ્રોમાં ૭૦૦થી ૧,૦૦૦ ની અંદર મધ્યમ પ્રમાણવાળા મત્સ્ય છે. એ રીતે આ લવણસમુદ્રનો અધિકાર સમાપ્ત થયો.
-
-
- ૧૧૫)
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org