________________
12
-------------------------
-------------------કલાક भेरुपर्वत Gधर आवेल सौभनसवन
47
# પૂર્વોક્ત નંદનવનની સપાટીથી ૬૨,૫ODયોજન ઉપર જઈએ ત્યારે ચારે તરફથી ૫૦૦-૫OOયોજનના વિસ્તારવાળું “સૌમનસ” નામનું વન આવેલું છે. પૂર્વોક્ત નંદનવનમાં જે શિખર (કૂટ) કહ્યાં હતાં તેના સિવાય બધું જ અહીંનંદનવન સમાન છે. ૪ દિશામાં સિદ્ધાયતન, વિદિશામાં ૪-૪ વાવડીથી વિંટળાયેલા પ્રાસાદ વગેરે તેમજ અગ્નિખૂણામાં અને નૈઋત્ય ખૂણામાં સૌધર્મેન્દ્રના ૨ પ્રાસાદ અને ઈશાન તથા વાયવ્યખૂણામાં રહેલા ઈશાનેન્દ્રના ૨ પ્રાસાદ ઈશાનેન્દ્રના છે અને તેના પ્રાસાદના) ઈશાનખૂણામાં - (૧) સુમના, (૨) સૌમનસા, (૩) સૌમનાંસા, (૪) મનોરમા. અગ્નિખૂણામાં - (૧) ઉત્તરકુરુ, (૨) દેવકુરુ, (૩) વારિસેણા, (૪) સરસ્વતી. નૈઋત્યપૂણામાં - (૧) વિશાલા, (૨) માઘભદ્રા, (૩) સુભદ્રા, (૪) ભદ્રાવતી અને વાયવ્ય ખૂણામાં - (૧) ભદ્રોત્તરા, (૨) ભદ્રા, (૩) સુભદ્રા, (૪) ભદ્રાવતી નામક ૧૬ વાવડી આવેલી છે.
મેના શિખર ઉપર પાંડુકવન જ મેરુપર્વતના સૌમનસવન સપાટીથી ઉપર ચઢતા ૩૬,000 યોજન પૂરા થયા પછી અનેક દેવોથી સેવાયેલું અને ચારણમુનિયોના વિસામરૂપ - કલ્પવૃક્ષોવાળું પાંડુકવન આવે છે. આ વનની ફરતી પહોળાઈ ૪૯૪યોજનની છે તે આ પ્રમાણે – મેરુપર્વતના શિખરનો વિસ્તાર ૧,000 યોજન છે. એમાંથી ચૂલિકાના મૂળની પહોળાઈ ૧૨ યોજન બાદ કરવી એટલે ૯૮૮ યોજન રહ્યા અને તેના અર્ધા ૪૯૪ યોજન આવ્યા. ભદ્રશાલ-નંદન અને સૌમનસવન જેમ મેરુને વિંટાઈને રહેલાં છે તેમ આ મેરુની ચૂલિકાને વિટીને રહેલો છે, એનો ઘેરાવો ૩૧૬૨ યોજનથી કાંઈક અધિક છે.
આ વનમાં મેરુની યુલિકાથી ૫ યોજના અંતરે પૂર્વની જેમ ચારે દિશામાં ૧-૧ સિદ્ધાયતન છે અને ચારે વિદિશાઓમાં વાવોથી વિંટળાયેલો ૧-૧ પ્રાસાદ છે. તેના ઈશાનખૂણામાં - (૧) પુંડા, (૨) પંડ્રપ્રભા, (૩) શંખોત્તરા, (૪) રક્તાવતી. અગ્નિખૂણામાં - (૧) ક્ષીરરસા, (૨) ઈશુરસા, (૩) અમૃતરસા, (૩) વારુણી. નૈઋત્યખૂણામાં - (૧) શંખોત્તરા, (૨) શંખા, (૩) શંખાવર્તા, (૪) બલાહકા અને વાયવ્યખૂણામાં- (૧) પુષ્પોત્તરા, (૨) પુષ્પવતી, (૩) સુપુષ્યા, (૪) પુષ્પમાલિની નામકરાવો છે. તેમજ અગ્નિખૂણામાં અને નૈઋત્યખૂણામાં સૌધર્મેન્દ્રના ૨ પ્રાસાદો છે વળી, વાયવ્યખૂણા અને ઈશાનખૂણામાં ઈશાનેન્દ્રના ૨ પ્રાસાદો છે. $ આ પાંડુકવનમાં શ્રી જિનેશ્વર ભગવાનના અભિષેક યોગ્ય૪શિલાઓ આવેલી છે. (૧) પાંડુશિલા, (૨) પાંડુકંબલા, (૩) રક્તશિલા અને (૪) રક્તકંબલા. આ નામો શ્રી જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રાનુસારે છે. ક્ષેત્રસમાસમાં તો (૧) પાંડુકંબલા, (ર) અતિપાંડકંબલા. (૩) રક્તકંબલા અને (૪) અતિરક્તકંબલા. એમનામો કહેલાં છેપ. પ્રથમ પાંડશિ નસુવર્ણમય છે. બીજી પાંડકંબલા અર્જુનસ્વર્ણમય અને ત્રીજી-ચોથી શિલા રક્તસુવર્ણમય છે. આ વાત જંબુદ્વીપપ્રજ્ઞપ્તિસુત્રાનુસારે જાણવી
જ્યારે ક્ષેત્રસમાસની ટીકામાં તો સર્વશિલાઓ શ્વેત સ્વર્ણમય બતાવેલ છે. પૂર્વ-પશ્ચિમ શિલાઓ ઉપર અભિષેકયોગ્ય ર-૨ સિંહાસનો છે તેમજ દક્ષિણ ઉત્તરની શિલાઓ પર ૧-૧ સિંહાસન હોય છે. તેની લંબાઈ-૫૦૦ ધનુષ્ય, પહોળાઈ-૨૫૦ ધનુષ્ય અને ઊંચાઈ૪ધનુષ્ય હોય છે. (એમ કહેવાય છે કે ઉત્તર-દક્ષિણની શિલાઓ ઉપર ઐરાવત-ભરતક્ષેત્રમાં જન્મેલા ૧૧ તેમજ પૂર્વ અને પશ્ચિમમાં રહેલી શિલાઓ ઉપર મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા ૨-૨ તીર્થંકર પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવવા ઇન્દ્ર સહિત દેવો આ મેરુપર્વતના પાંડુકવનમાં આવે છે.)
જ આ પાંડુકવનમાં સુનિશ્ચિત એવા મધ્યભાગમાં ઉત્તમ વૈર્યરત્નોથી બનેલી મેરુપર્વતની ગુલિકા જાણે જિનેશ્વર પ્રભુના કલ્યાણકારી જન્મ સમયે પ્રફુલ્લિત થયેલા પાંડુકવનરૂપી શરાવની અંદર (રોપેલા) જવારક (જૂવારા)નો રોપો હોય એમ શોભે છે. આ સાથે જંબૂદીપનું કાંઈક સંક્ષેપ વર્ણન પૂર્ણ થાય છે. હવે પછી આગળ લવણસમુદ્રાદિનું વર્ણન જોઈશું.
- ૧૦૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org