SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક 46, મેસ્પર્વત ઉપર સ્થિત નંદનવન જિ ભદ્રશાલવનની સમભૂમિથી ઉપર ચઢતા ૫00 યોજન પૂરા થયે છતે “નંદનવન” નામક વન આવે છે. એનો વિસ્તાર ૫Oયોજનનો છે અને મેરુને તે વલયાકારે વિટળાઈને રહેલું છે. આ વન પણ પદ્મવરવેદિકા અને વનથી યુક્ત છે. મેથી ૫૦-૫૦યોજનને અંતરે પૂર્વાદિ ચારે દિશામાં ૧-૧ સિદ્ધાયતન છે ને વિદિશાઓમાં એટલે જ (૫૦-૫૦ ચો.) અંતરે અંતરે ભદ્રશાલવનની જેમ પ્રાસાદો અને દરેકની ચારે દિશામાં ૪૮૪=૧૬ વાવડી છે. તેના નામો આ પ્રમાણે છે: ઈશાનખૂણામાં (૧) નંદોત્તરા, (૨) નંદા, (૩) સુનંદા, (૪) વર્ધના, અગ્નિખૂણામાં - (૧) નંદિષેણા, (૨) અમોઘા, (૩) ગોસ્તૂપ, (૪) સુદર્શના. નૈઋત્યખૂણામાં – (૧) ભદ્રા, (૨) વિશાલા, (૩) કુમુદા અને (૪) પુંડરિકીણી તેમજ વાયવ્ય ખૂણામાં – (૧) વિજયા, (૨) વૈજયન્તિ, (૩) અપરાજિતા અને (૪) જયન્તિ પૂર્વાદિ ક્રમે આ જાણવી. તેમજ આ વનમાં જે ૪ પ્રાસાદ છે તેમાં અગ્નિખૂણે અને નૈઋત્યપૂણે રહેલા પ્રાસાદ તે સૌધર્મેન્દ્રના છે અને વાયવ્ય અને ઈશાનખૂણે રહેલા પ્રાસાદો ઈશાનેન્દ્રના # આ નંદનવનમાં ૯ શિખરો (ફૂટ) છે જે મેથી ૫૦-૫૦યોજનના અંતરે છે. (૧) નન્દન શિખર - ત્યાં “મેઘકરુ” નામની દેવીનો વાસ છે. (૨) મંદરશિખર - ત્યાં “મેઘવતી” નામક દેવીનો વાસ છે. (૩) નિષધશિખર - ત્યાં “સુમેઘા” નામક દેવીનો વાસ છે. (૪) હૈમવત શિખર – આની ઉપર “મેઘમાલિની” દેવીનો વાસ છે. (૫) રજતશિખર - અહીંયાં નો વાસ છે. (૬) રુચેક શિખર - ત્યાં “વત્સમિત્ર” નામકદેવીનો વાસ છે. (એવી રીતે જંબુકીપ પ્રજ્ઞપ્તિ સુત્રની ટીકા, બ્રહક્ષેત્ર સમાસની ટીકા તથા સિરિનિલય ક્ષેત્રસમાસ સુત્રની ટીકા વગેરેના અભિપ્રાયે સૌમનસ અને ગજત પર્વતોના પાંચમા અને છઠ્ઠા શિખરો પર રહેનારી દિકુમારીઓના... અને નંદનવનના પાંચમા અને છઠ્ઠા શિખરો પર રહેનારી દિક્કમારીઓનાં નામો એક સરખાં છે, પણ સ્થાનાંગ સૂત્ર અને કલ્પસૂત્રની અંતર્વાચ્ય ટીકા વગેરેમાં ઉર્ધ્વલોકવાસી દિકુમારીઓમાંથી “સુવત્સા” તથા “વત્સમિત્રા”ના સ્થાને “તોયધરા” અને “વિચિત્રા” એવાં નામો છે.) (૭) સાગરચિત્ર શિખર - ત્યાં “બલાહકા” નામક દેવીનો વાસ છે. (૮) વજકૂટ શિખર - ત્યાં “વજસેના” નામક દેવીનો વાસ છે. (ઉપરોક્ત વાતનું સમર્થન ક્ષેત્રસમાસની મોટી ટીકામાં પણ છે, પરંતુ જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રમાં તે સાગરચિત્રશિખર પર “વજલેનદેવી” અને વજકૂટ શિખર પર “બલાહકાદેવી” કહેલી છે. ક્ષેત્ર સમાસ સૂત્રમાં “વઈરસેણા” એવા પાઠ છે. “કિરણાવલી” વગેરે ગ્રંથોમાં “વારિષેણા” એવો પાઠ છે તેમજ જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં “વઈરસેણા” અને બૃહક્ષેત્રસમાસની ટીકામાં “વજ સેના” એવો પાઠ છે). ઉર્ધ્વલોકવાસી આ આઠે દિíમારીઓ પ્રભુના જન્મ સમયે સુગંધી જલનો છંટકાવ અને પુષ્યની વૃષ્ટિ કરે છે. આ આઠે પર્વતો પOO યોજનના મૂળવાળા છે અને ૫૦ યોજન મેરુથી બાદ કરતાં ૪૫૦ યોજન મેરુમાં અને ૫O યોજન બલકૂટની જેમ આકાશમાં અદ્ધર રહે છે. (૯) બલકૂટ (શિખર) - આ ૧,૦૦૦યોજન મૂળમાં છે અને ૧,000 યોજન ઊંચું છે. તે આ રીતે આ બલકૂટ ૫00 યોજન નંદનવનને રોકીને રહ્યું છે, જ્યારે ૫00 યોજન તો તે મેરુથી બહાર આકાશમાં અદ્ધર હોય છે.* *(તે માટે તો બૃહત્સુત્ર સમાસની વૃત્તિમાં પણ આજ પૂર્વોક્ત વાત કહી છે. જયારે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની ટીકામાં તો એમ લખ્યું છે કે “મેરુપર્વતથી ઈશાનખૂણામાં ૫૦યોજન જતા ઈશાન તરફનો પ્રાસાદ આવે છે અને એથી પણ ઈશાનખૂણામાં બળકૂટ છે.”)” આ બલકૂટ ઉપર “બળ” નામનો દેવ સ્વામી તરીકે છે. બળકૂટની બધી હકીકત ગજદંત ગિરિના હરિસ્સહ ફૂટ પ્રમાણે સમજવી. આ નંદનવનમાં જિનચૈત્યની જાત્રાએ જતાં વિદ્યાચારણ મુનિવરો વિશ્રામ (વિસામો) લે છે. # હકીકતમાં તે આ બલકૂદકા મેરુથી ૫૦ યોજન દૂર છે એટલે ૪૫૦ ચોજા હાંદડાવવામાં તેમજ પપ૦ યોજનબહાર લટકી રહેલું છે. (નિત્યાઠાંદસૂરિજી કૃતોત્ર-સમાસનાવિયામાં આ વાત આવે છે.) * મોઢા પદાથોની વિદિશાઓ પણ વિશાળ હોવાથી ઉપરોક્ત પ્રાસાદ તેમજ બલકૂટ અને બંનેનો સમાવેશ ઈશાનખૂણામાં થઈ શકે છે. ૧૦૫ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy