________________
જૈન કોસ્મોલોજી
મધ્યલોક
મેપર્વત
45
# આ મેરુપર્વત (૧) મંદર, (૨) મેરુ, (૩) સુદર્શન, (૪) સ્વયંપ્રભ, (૫) મનોરમ, (૬) ગિરિરાજ, (૭) રત્નોચ્ચય, (2) શિલોચ્ચય, (૯) લોકમળ, (૧૦) લોકનાભિ, (૧૧) સૂર્યાવર્ત, (૧૨) અસ્તુ (અચ્છ), (૧૩) દિગાદિ, (૧૪) સૂર્યાવરણ, (૧૫) અવતંસક અને (૧૬) નગોત્તમ ઈત્યાદિ ૧૬ નામોથી પ્રસિદ્ધ છે.' જિ ઉપરોક્ત ૧૬ નામોમાં પણ “મંદર” નામ મુખ્ય છે તેમજ (૧) આ પર્વતનો સ્વામી પલ્યોપમના આયુષ્યવાળો “મંદર” નામક દેવ છે. તે કારણથી જ આ પર્વતનું નામ પણ “મંદર” પર્વત છે અથવા તો ભરત-ઐરાવત વગેરેની જેમ તથા ત્યાં (૨) ૧ પલ્યો. આયુવાળો “મેરુ” નામનો મહાદ્ધિક દેવ વસતો હોવાથી “મેરુ”... (૩) જાંબુનદ સુવર્ણમય અને રત્નબહુલ હોવાથી જોવા માત્રથી જેનું દર્શન મનને તૃપ્ત કરતો હોવાથી “સુદર્શન...” (૪) રત્નબહુલતાથી સૂર્યાદિના પ્રકાશથી નિરપેક્ષ હોઈ જાતે જ પ્રકાશિત હોવાથી “સ્વયંપ્રભ”... (પ) અતિસુંદર દેખાવવાળો અને દેવોના મનમાં રમતો હોવાથી “મનોરમ”... (૬) સઘળાએ પર્વતોથી ઊંચો હોવાથી અને તીર્થકરોનો જન્માભિષેક થતો હોવાથી “ગિરિરાજ'... (૭) વિવિધ પ્રકારના વિશેષ રત્નોનો સંચય હોવાથી “રત્નોચ્ચય”... (૮) ઉપરના ભાગમાં પાંડુકંબલાદિ શિલા હોવાથી “શિલોચ્ચય'... (૯) તિચ્છલોકના મધ્યભાગમાં હોવાથી “લોકમધ્ય”... (૧૦) તિøલોકની નાભિની જેમ થાળના મધ્યભાગમાં રહેલો તથા સારી રીતે ઉન્નત ગોળ ચંદ્રની જેમ હોવાથી “લોકનાભિ”... (૧૧) સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારા પ્રદક્ષિણા કરતા હોવાથી... “સૂર્યાવર્ત” (૧૨) અત્યંત નિર્મલ, સ્વચ્છ જંબુનદ રત્નની બહુલતા હોવાથી “અચ્છ” ... (૧૩) મેરુમાં સ્થિત રુચક પ્રદેશોથી જ દિશા-વિદિશાની ગણતરી હોવાથી “દિગદિ”. (૧૪) સર્યાદિ
જ્યોતિષ મંડલ ચારે બાજુથી વિંટળાયેલો હોવાથી “સૂર્યાવરણ” (૧૫) પર્વતોમાં મુકુટસમ હોવાથી (અવતંસક મુગુટ) “અવતંસક”... અને (૧૬) પર્વતોમાં ઉત્તમ હોવાથી “નગોત્તમ”... કહેવાય છે. જિ સમભૂતલા પૃથ્વી ઉપર આ મેરુપર્વત વનખંડ અને પદ્મવર વેદિકાથી યુક્ત હોય છે. * મેરુપર્વતના ૩ વિભાગ છે. જેને કાંડ કહેવાય છે, જે અનુક્રમે આ પ્રમાણે જાણવા... ૪િ પ્રથમ કાંડ જે ૪ પ્રકારનો છે : (૧) પૃથ્વીમય (માટીમય), (૨) પાષાણમય (પત્થરમય), (૩) વજમય (હીરામય), (૪) કાંકરામય (વણમય)
દ્વિતીય કાંડ જે ૪ પ્રકારનો છે : (૧) એકરત્નમય, (૨) સ્ફટિકરત્નમય, (૩) સુવર્ણરત્નમય, (૪) રજતમય. ૪િ તૃતીયકાંડ : આ કાંડ સંપૂર્ણતયા જાંબુનદ સુવર્ણમય હોય છે. IS આ પર્વત ઉપર ૪ શ્રેષ્ઠ વન છે : (૧) ભદ્રશાલવન, (૨) નંદનવન, (૩) સૌમનસવન, (૪) પાંડકવન.
ક્રમ મેરુપર્વત વિશે | માપ-યોજન | ક્રમ | મેરુપર્વત વિશે | માપ-યોજન | ૧ | પૃથ્વી ઉપરની ઊંચાઈ | ૯૯,૦૦૦ યોજન | ૧૧ | પ્રથમ કાંડ
મૂળથી સમભૂતલા સુધી ૨ | પૃથ્વીમાં મગ્ન ૧,૦૦૦ યોજન
૧,૦૦૦ યોજન ૩ | સંપૂર્ણ ઊંચાઈ ૧,00,000 યોજન | ૧૨ | દ્વિતીય કાંડ
૬૩,000 યોજન ૪ | મૂળમાં વિસ્તાર ૧૦,૦૯૦૬ યોજના તૃતીય કાંડ
૩૬,000 યોજના મૂળમાં પરિધિ
૩૧,૯૧૦૩ યોજના ભદ્રશાલવન ક્યાં આવેલું? સમભૂલા ઉપર ૬ | સમભૂલતામાં પહોળાઈ | ૧૦,000 યોજન | ૧૫ | ભદ્રશાલવનની લંબાઈ | ૨૨,OOO યોજના ૭ | ગુલિકાની પહોળાઈ ૧,૦OO યોજના ભદ્રશાલવનની પહોળાઈ
૨૫) યોજના | ૮ | ગુલિકાની ઊંચાઈ
૪૦યોજન | ૧૭ સમભૂતલાથી સૌમનસવન | ૬૩,૦૦૦યોજન | ૯ | સમભૂતલાની પરિધિN ૩૧,૬૨૩યોજન | ૧૮ | સૌમનસવનની પહોળાઈ
૫OOયોજન ૧૦ | શિખરની પરિધિપ
૩, ૧૬૨ યોજન | ૧૯ | સમભૂતલાથી પાંડુકવન ૯૯,OOOયોજન ૨૦ | પાંડુકવનની પહોળાઈ
૪૯૪ યોજન
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org