SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી ------- મધ્યલોક महाविहेह क्षेत्र 40 ૪િ અત્યાર સુધીમાં જંબુદ્વીપના ૬ ક્ષેત્રો (ભરતાદિ), પર્વતો, નદીઓ, દ્રહો વગેરેની જાણકારી પ્રાપ્ત થઈ, જંબુદ્વીપના ૭ ક્ષેત્રોમાં સૌથી મોટો અને મહત્ત્વના ક્ષેત્ર તરીકે જેને સ્થાન મળ્યું હોય તો તે છે “મહાવિદેહ ક્ષેત્ર' સદાયકાળ જિનેશ્વર પરમાત્માની હયાતીથી ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરનાર એવા આ ક્ષેત્રની વિશેષતાઓ પર નજર કરવી જ રહી... ૪િ દરેક મહાવિદેહ ક્ષેત્રની અંદર ૩૨-૩૨ વિજયો હોય છે. જિ એક-એક વિજય-ક્ષેત્ર તે ભરતક્ષેત્ર કરતાં પણ ઘણું વિશાળ છે તેમજ દરેક વિજયના વૈતાઢ્ય પર્વત અને ગંગા-સિંધુ નદી તથા રક્તા-રક્તવતી નદીના કારણે ૬-૬ ખંડ થાય છે. * દરેક વિજયના ઉત્તર અને દક્ષિણે નિષધ કે નીલવંત વર્ષધર પર્વત અને સીતા કે સીતાદા મહાનદી આવેલ છે. ૪િ દરેક વિજયોમાં ૩-૩ શાશ્વતા એવા પ્રભાસ, વરદામ અને માગધ નામે તીર્થ છે. જ દરેક વિજયમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વતમાં તમિસ્ત્રા અને ખંડપ્રપાતા નામની બબ્બે ગુફાઓ આવેલી છે. #િ સીતા નદી નીલવંત પર્વતના કેશરી દ્રહમાંથી નીકળે છે અને સીતાદા નદી નિષધ પર્વતના તિગિછિ દ્રહમાંથી નીકળે છે. બાકીની ગંગા-સિંધુ અને રક્તા-રક્તવતી નદી જમીન પરના ગંગાપ્રપાતાદિ કુંડમાંથી નીકળે છે. # દરેક વિજયોના ૪થા ખંડમાં ઋષભકૂટ નામે પર્વતો આવેલા છે. (જયાં ચક્રવર્તી પોતાનું નામ અંકિત કરે છે.) ૪િ આ ૩૨ વિજયોના મનુષ્યોનું આયુષ્ય ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વર્ષ = ૭૦,૫૬,000,00,00,000 વર્ષનું હોય છે'. ડિજ અહીંના મનુષ્યોનું શરીર ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ય = ૨OOO હાથની ઊંચાઈવાળું હોય છે. # આ મહાવિદેહની વિજયોમાં કાયમ અવસર્પિણીના ચોથા આરા જેવો જ કાળ વર્તતો હોય છે, તેથી અહીંના ક્ષેત્રમાં ઉત્પન્ન થતા જીવો સુષમા-દુષમા રૂપ ચોથા આરાને અનુભવે છે. જ આ મહાવિદેહ ક્ષેત્ર ૩૨ વિજયોના વિભાગવાળું છે તેમજ શ્રી જિનેશ્વર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવો વગેરેથી અવિરહિત એટલે કાયમ હાજરી વાળું હોય છે. એટલે ૩૨ વિજયોમાંથી કોઈને કોઈ વિજયમાં અવશ્ય તીર્થંકર-ચક્રવર્તી-બલદેવ કે વાસુદેવ હોય જ છે. જિ આ મહાવિદેહમાં જધન્યથી તીર્થકરો-૪, ચક્રવર્તી-૪, બલદેવ-૪ અને વાસુદેવ-૪ તો હોય જ છે અને ઉત્કૃષ્ટથી તીર્થકરો-૩૨, ચક્રવર્તી-૨૮, બલદેવ-૨૮ અને વાસુદેવ-૨૮ હોય છે. જ્યારે આખા જંબુદ્વીપમાં (ભરત-ઐરાવતના ૧-૧ ઉમેરતાં) ઉત્કૃષ્ટથી ૩૪ તીર્થકરો, ૩૦ ચક્રવર્તી, ૩૦ બલદેવ અને ૩૦ વાસુદેવો હોય છે. જિ વર્તમાનમાં ૮મી પુષ્કલાવતી નામની વિજયમાં શ્રી સીમંધરસ્વામી નામના તીર્થકર, ૯મી વત્સ નામની વિજયમાં શ્રી યુગમંધરસ્વામી નામના તીર્થકર, ૨૪મી નલીનાવતી નામની વિજયમાં શ્રી બાહુસ્વામી નામના તીર્થકર અને ૨૫મી વ4 નામની વિજયમાં શ્રી સુબાહસ્વામી નામનાં તીર્થકર સદેહે ભવ્યજીવોનાં ઉપકારાર્થે વિચરી રહ્યા છે. જ આ મહાવિદેહ ક્ષેત્રનાં પશ્ચિમ ભાગે આવેલી ૨૪મી નલીનાવતી વિજય અને ૨૫મી વપ્ર નામની વિજય સમભૂતલા (ચક પ્રદેશાત્મક સ્થાન)થી ૧,૦00 યોજન નીચે આવેલી હોવાથી “અધોગ્રામ” તરીકે ઓળખાય છે. કારણ કે, તિચ્છલોકની ઊંડાઈ ૯૦૦ યોજન સુધી જ ગણાય છે અને તેનાથી નીચે અધોલોક છે. ફ્રિ આ મહાવિદેહ ક્ષેત્રમાં અનુક્રમે - ૩૨ વિજયો, ૧૬ વક્ષસ્કાર પર્વતો, ૧૨ અંતર નદીઓ, ૪ ગજદંત પર્વતો, ૧ મેરુપર્વત, દેવકુ-ઉત્તરકુરુક્ષેત્ર, ૧૦ લઘુદ્રહ, ૨૦૦ કંચનગિરિ પર્વતો, યમકાદિ ૪ પર્વતો, ૧ જંબૂવૃક્ષ, ૧ શાલ્મલીવૃક્ષ અને ૪ વનખંડો છે ((૧) ભદ્રશાલવન, (૨) નંદનવન, (૩) સૌમનસવન, (૪) પાંડુકવન વગેરે) # ૧૨ અંતર નદીઓના નામો: (૧) ગ્રાહતી, (૨) દ્રહવતી, (૩) વેગવતી, (૪) તપ્તા, (૫) મત્તા, (૬) ઉન્મત્તા,(૭) ક્ષીરોદા, (૮) શીતસ્ત્રોતા, (૯) અંતર્વાહિની, (૧૦) ઊર્મિમાલિની, (૧૧) ગંભીરમાલિની, (૧૨) ફેનમાલિની... આ બધી ૧૨ નદીઓ પોતપોતાના નજીકમાં રહેલ નિષધ અને નીલવંત પર્વત પાસેના ફંડમાંથી નીકળી સીતા અને સીતાદા મહાનદીમાં મળી જાય છે. જિક ક્ષેત્ર સંબંધી વિશેષ હકીકતો હવે પછી આગળ જાણીએ... - * - ૯૩) www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy